Money9: ભારતમાં પ્રતિબંધિત થયાના લગભગ ત્રણ વર્ષ પછી, ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન કંપની શીન દેશની અગ્રણી રિટેલર રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારીમાં ફરીથી દેશમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી. ચીન સાથેના સરહદી તણાવને પગલે જૂન, 2020માં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પ્રતિબંધિત કરાયેલી એપમાં શીનનો પણ સમાવેશ થતો હતો. શીને હવે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી છે અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ આર્મ દ્વારા વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ફેશન બજારોમાંના એકમાં કામ કરશે.
રિલાયન્સના વેરહાઉસ અને લોજિસ્ટિક્સનો ઉપયોગ કરશે
બંને કંપનીઓ વચ્ચેના કરાર મુજબ, શેન રિલાયન્સ રિટેલની સોર્સિંગ ક્ષમતાઓ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે રિટેલરના ઓનલાઈન અને ઑફલાઈન સ્ટોર્સના વિશાળ પોર્ટફોલિયોને ઍક્સેસ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રિલાયન્સ મધ્ય પૂર્વ અને અન્ય બજારો માટે શીનના વૈશ્વિક સંચાલન માટે સોર્સિંગ કરશે.
આ રીતે રિલાયન્સને ફાયદો થશે
રિલાયન્સ રિટેલ, જેની કીટીમાં ફેશન બ્રાન્ડ્સનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે, તેને પણ ફાયદો થશે. 2008 માં સ્થપાયેલ, શીન તેના પોષાય તેવા ભાવો માટે જાણીતી છે અને તેના મહિલાઓ માટેના આધુનિક વસ્ત્રો અને અન્ય પોષાક માટે મિલેનિયલ્સમાં લોકપ્રિય છે. શીન એવી કંપનીઓમાં સામેલ છે જેને ભારત સરકારે અન્ય 59 એપ્લિકેશન્સ સાથે પ્રતિબંધિત કરી હતી. તે સમયે સરકારે કહ્યું હતું કે આ પ્લેટફોર્મ દેશના “સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો” છે. જો કે, એમેઝોન જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન માર્કેટમાં શીનના ઉત્પાદનો ઉપલબ્ધ છે. આ મુદ્દાઓને દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પણ મૂકવામાં આવ્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો