MONEY9 GUJARATI: રાજકોટના બેડી માર્કેટમાં જીરું અને વરિયાળીના રેકોર્ડ ભાવ બોલાયા...જીરુનો એક મણનો ભાવ 9 હજાર 100 રૂપિયા બોલાયો. જ્યારે વરિયાળીનો એક મણનો ભાવ 3 હજાર 830 રૂપિયા બોલાયો. ગઈકાલે રાજકોટ માર્કેડ યાર્ડમાં 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ હતી...જીરું અને વરિયાળીનો રેકોર્ડબ્રક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો વેપારીઓનું કહેવું છે કે હજી પણ ભાવ ઉંચા જઇ શકે છે...આ વર્ષે જીરુંના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઉંચકાયા હોવાનો વેપારીઓ દાવો કરી રહ્યાં છે...મહત્વનું છે કે અગાઉ જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના 1 મણના 9 હજાર રૂપિયા ભાવ બોલાયા હતા. 20 કિલો જીરૂનો ભાવ 9 હજાર રૂપિયા બોલાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. https://youtu.be/QGBwOTIW-Ww