વિઝા-માસ્ટરકાર્ડને ઝટકો
વિઝા અને માસ્ટરકાર્ડ જેવા ઇન્ટરનેશનલ પેમેન્ટ મર્ચન્ટ્સને ભારતમાં મોટો ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંકે વિઝા અને માસ્ટરકાર્ડ પર પગલાં લેતા, તેમને કાર્ડમાંથી બિઝનેસ પેમેન્ટ અથવા કોમર્શિયલ પેમેન્ટ બંધ કરવા કહ્યું છે. રિઝર્વ બેંકે તેમને બીજી સૂચના ન મળે ત્યાં સુધી બિઝનેસ પેમેન્ટ સોલ્યુશન પ્રોવાઇડર્સના તમામ ટ્રાન્ઝેક્શનને સસ્પેન્ડ કરવા માટે કહ્યું છે. કાર્યવાહી બાદ , બંને પેમેન્ટ મર્ચન્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ સેન્ટ્રલ બેંકના અધિકારીઓની મુલાકાત કરી છે. કાર્ડ પેમેન્ટ્સમાં વેલ્યૂની દ્રષ્ટિએ વીઝા અને માસ્ટર કાર્ડનું વર્ચસ્વ છે. આ કાર્યવાહી 8મી ફેબ્રુઆરીએ લેવામાં આવી છે.
આરબીઆઇની ચેતવણી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને સેક્ટરમાં વધી રહેલા જોખમોથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે સેલ્ફ સેટિસફેક્શન માટે કોઈ અવકાશ નથી. ગવર્નરે જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની પસંદગીની બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓ સાથે બેઠક યોજી હતી. આવી છેલ્લી બેઠક 11 જુલાઈ, 2023ના રોજ યોજાઈ હતી. આ RBIની બેંકો, NBFCs અને તેના કાર્યક્ષેત્ર હેઠળની અન્ય સંસ્થાઓના વરિષ્ઠ મેનેજમેન્ટ સાથે નિરંતર સંવાદ કરવાનો એક ભાગ છે. આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું છે કે ગવર્નરે બેંકોને વધુ સારા નાણાકીય પ્રદર્શન માટે તેમની પ્રશંસા કરી છે.
Paytmનો ખુલાસો
મુશ્કેલીમાં મુકાયેલી Paytm પેમેન્ટ્સ બેંકની સામે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસના અહેવાલો બહાર આવ્યા હતા. આ આરોપો પર સ્પષ્ટતા કરતા કંપનીએ કહ્યું કે Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશને હંમેશા તપાસમાં અધિકારીઓને સહકાર આપ્યો છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે પેમેન્ટ્સ બેંકે ક્યારેય વિદેશમાં પૈસા મોકલવાનું કામ નથી કર્યું… કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે વન 97 કોમ્યુનિકેશન્સ અને તેની સહયોગી કંપનીઓએ ED સહિત તમામ એજન્સીઓને માહિતી, દસ્તાવેજો અને નિવેદનો આપ્યા છે. અમારી ભાગીદાર કંપનીઓ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી રહી છે. Paytm પેમેન્ટ્સ બેંક આઉટવર્ડ ફોરેન રેમિટન્સ નથી કરતી.
ઇરડાનો પ્રસ્તાવ
વીમા નિયામક ઇરડાએ કંપનીના નિયમો અને શરતોથી સંતુષ્ટ ન હોવાના કિસ્સામાં પોલિસીને પરત કરવાની અવધિ 15 દિવસથી વધારીને 30 દિવસ કરવાની દરખાસ્ત કરી છે. નિયમનકારે જીવન વીમા પોલિસી માટે નોમિનીને ફરજિયાત બનાવવા પણ કહ્યું છે. હાલમાં, જો કોઈ વીમાધારક નિયમો અને શરતોથી સંતુષ્ટ ન હોય, તો તે પૉલિસી દસ્તાવેજની પ્રાપ્તિની તારીખથી 15 દિવસના ‘ફ્રી લુક’ પીરિયડની અંદર પોલિસીથી અલગ થઇ શકે છે. જો પોલિસી ઓનલાઈન ખરીદવામાં આવી છે તો આ સમયગાળો 30 દિવસનો છે. IRDAએ આ પ્રસ્તાવો પર 4 માર્ચ સુધી અભિપ્રાય માંગ્યા છે.
Paytmના ફાસ્ટેગની બબાલ
આરબીઆઈની ગાઈડલાઈન મુજબ 29 ફેબ્રુઆરી પછી તમે Paytm વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં. આવી સ્થિતિમાં, જો તમારી પાસે Paytmનું ફાસ્ટેગ છે તો તમારે તેને બદલવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમારે ડબલ ટોલ ચૂકવવો પડી શકે છે. નિયમો અનુસાર, જો ફાસ્ટેગ દ્વારા પેમેન્ટ કરવામાં ન આવે તો ડબલ ટોલ ચૂકવવો પડે છે. જો કે, 29 ફેબ્રુઆરી પહેલા તમે જે પણ પૈસા પેટીએમ વોલેટમાં એડ કરશો તેને તમે 29મી ફેબ્રુઆરી પછી પણ ખર્ચ કરી શકશો. ભારતમાં Paytmના સૌથી વધુ FASTag યૂઝર્સ છે.
3 દિવસ ઓફિસ આવવું ફરજિયાત
HCL ટેકે તેના કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ માટે કહ્યું છે.. જો તેઓ આમ નહીં કરે તો તેમને 19 ફેબ્રુઆરીથી કાર્યવાહીનો સામનો કરવો પડશે. HCL ટેક ભારતની ત્રીજી સૌથી મોટી IT કંપની છે.. અન્ય કંપનીઓ વિશે વાત કરીએ તો TCS એ તેના કર્મચારીઓ માટે અઠવાડિયામાં 5 દિવસ, ઇન્ફોસિસે મહિનામાં 10 દિવસ…વિપ્રોએ સપ્તાહમાં ત્રણ દિવસ ઑફિસમાંથી કામ કરવું ફરજિયાત બનાવ્યું છે..HCL ટેકમાં ગ્લોબલ હેડ-પીપલ ફંક્શન ડીએફએસ વિકાસ શર્માએ કહ્યું કે તમામ DFS કર્મચારીઓને તેમના માટે નિર્ધારિત HCL ટેક ઓફિસમાંથી અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ કામ કરવું પડશે…પછી ભલે તેમના બેન્ડને કોઇપણ કેમ ન હોય… HCL ટેકના પ્રવક્તાએ કહ્યું કે કંપની હાઇબ્રિડ વર્ક મોડલનું પાલન કરે છે. જેમાં કર્મચારીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો