Money9: લંચબોક્સમાં વાંચો અત્યાર સુધીના મહત્વના સમાચાર
લોન મોંઘી નહીં થાય
રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી..રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. મોંઘવારી દર પર કાબૂ મેળવવામાં રિઝર્વ બેંકને સફળતા મળતાં વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. સતત બીજી વાર રેપો રેટ કોઇપણ જાતના ફેરફાર વિના જાળવી રાખવામાં આવ્યો છે. આ અગાઉ 6 વાર રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપો રેટ ન વધવાથી મોંઘવારીથી રાહત મળશે. મોંઘવારી કાબૂમાં રહેશે અને ચોમાસું સારુ રહેશે તો રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડી શકે છે.
પૈસા આપીને બ્લૂ ટિક લો
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સોશિયલ સાઇટ ચલાવનારી કંપની મેટાએ ભારતમાં વેરિફાઇડ એકાઉન્ટ સર્વિસ શરૂ કરી છે. ફેસબુક અને ઇન્સ્ટા પર બ્લૂ ટિક લેવા માટે દર મહિને 699 રૂપિયા ચૂકવવા પડશે. વેબ પર પણ વેરિફાઇ એકાઉન્ટ સર્વિસ શરૂ કરવાની મેટાની યોજના છે. જેના માટે કંપની દર મહિને 599 રૂપિયા વસૂલ કરશે. વેરિફાઇડ એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે પોતાનું એકાઉન્ટને સરકારી આઇડીથી વેરિફાઇ કરવું પડશે.
ચોમાસુ લેટ થવાની સંભાવના વધી
પહેલેથી જ મોડા ચાલી રહેલા ચોમાસા પર એક નવું સંકટ આવી ગયું છે. અરબ સાગરમાં ચક્રવાતી તોફાન બિપરજોય ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ ગયું છે. જેનાથી ચોમાસુ વધારે લેટ આવે તેની આશંકા વધી ગઇ છે. કારણ કે તેનાથી કેરળમાં ચોમાસાની શરૂઆત ધીમી પડવાનું અનુમાન છે. મોનસૂનની નબળી પ્રગતિથી ખરીફ વાવેતર પર પણ અસર થશે. જળવાયુ પરિવર્તનના કારણે લાંબા સમય સુધી ચક્રવાતી તોફાન સક્રીય રહી શકે છે. નબળા ચોમાસાથી ખરીફ પાકનું ઉત્પાદન ઘટી શકે છે.
એજ્યુકેશન લેવાનું બન્યું સરળ
એજ્યુકેશન લોન લેવાનું હવે વધારે સરળ બની ગયું છે. સરકાર 30 રિજનલ ગ્રામીણ બેંકોને ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ યોજનામાં સામેલ કરવાનો વિચાર કરી રહી છે. હવે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા વિદ્યાર્થીઓને પણ એજ્યુકેશન લોનની સુવિધા મળશે. ક્ષેત્રીય બેંકોને વધારે એકીકૃત કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. સરકાર ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ વિદ્યાર્થીઓને લોન ઉપલબ્ધ કરાવવા માંગે છે. કારણ કે એજ્યુકેશન લોનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે…RBIના જણાવ્યા અનુસાર 2021-22 માં 17715 કરોડ રૂપિયાની એજ્યુકેશન લોન આપવામાં આવી જે 2019-20માં 18553 કરોડ રૂપિયા હતી..ક્ષેત્રીય ગ્રામીણ બેંકો સરળતાથી વિદ્યાર્થીઓને લોન આપી શકશે. ગ્રામીણ બેંકોને કોમર્શિયલ બેંકોની સમાંતર તક મળશે.
ઘઉંની કિંમતોમાં ફરી વધારો
ઘઉંની કિંમતોમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આ વર્ષે ઓપન માર્કેટમાં સરકારી ઘઉંનું વેચાણ જલદી શરૂ થઇ શકે છે. સરકારની ઘઉંની ખરીદીનું લક્ષ્ય અંદાજ કરતાં 80 લાખ ટન ઓછું છે. આ કારણથી ખુલ્લા બજારમાં સરકારની ઘઉંની ખરીદી સીમિત રહી શકે છે. સરકારી એજન્સીઓએ મેના અંત સુધી 262 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. સરકારે 341 લાખ ટન ઘઉં ખરીદવાનું લક્ષ્ય રાખ્યું હતું. એપ્રિલ બાદથી અત્યાર સુધી ઘઉંની કિંમતોમાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તેજી આવી ચુકી છે. અત્યારે ઘઉંની એમએસપી 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દિલ્હીમાં ઘઉંનો ભાવ 2510 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યો છે. ત્યારે રિટેલ મોંઘવારીમાં વધારાની ચિંતા વધી છે.
5 વર્ષમાં 220 એરપોર્ટ બનશે
દેશમાં 5 વર્ષની અંદર 220 નવા એરપોર્ટ બનશે. હેલીપેડ અને વોટર એરોડ્રોમને વિકસિત કરવામાં આવી રહ્યા છે. ભારતીય એવિએશન સેક્ટરનો આવતા 5 વર્ષમાં ઝડપથી વિકાસ થશે. ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ બનાવવા પર પણ કામ ચાલી રહ્યું છે…છેલ્લા 9 વર્ષોમાં એરપોર્ટની સંખ્યા 74થી વધીને 148 થઇ છે…. AAI 42 બ્રાઉનફીલ્ડ અને 3 ગ્રીનફીલ્ડ એરપોર્ટનો વિકાસ કરશે. ખાનગી ક્ષેત્ર 4 બ્રાઉનફીલ્ડ અને 3 ગ્રીનફીલ્ડ એરપોર્ટનો વિકાસ કરશે…
તમારા કામનું છે Google Payનું નવું ફિચર
પેમેન્ટ એપ Google Payએ નવું ફિચર લોન્ચ કર્યું છે. જેની મદદથી યૂઝર્સ હવે ડેબિટ કાર્ડ વગર પોતાનું UPI એકાઉન્ટ બનાવી શકશે. Google Pay પર યૂઝર્સ ડેબિટ કાર્ડના બદલે પોતાનો આધાર નંબર આપીને UPI એકાઉન્ટ ખોલી શકશે. UPI એકાઉન્ટ બનાવવા માટે યૂઝર્સનું બેંક એકાઉન્ટ અને ફોન નંબર તેના આધાર સાથે લિંક થવું જરૂરી છે. Google Payનું નવું ફિચર 22 બેંકોના ખાતાધારક માટે ઉપલબ્ધ હશે. યૂઝર્સ માટે UPI એકાઉન્ટ બનાવવાનું સરળ અને સુવિધાજનક બનશે. UPI ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં નવું ફિચર મદદ કરશે
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો