દેશનું સૌથી મોંઘું રિટેલ માર્કેટ
દિલ્હીનું ખાન માર્કેટ એ ભારતમાં સૌથી મોંઘું રિટેલ માર્કેટ છે અને ભાડાની દ્રષ્ટિએ વિશ્વનું 22મું સૌથી મોંઘું રિટેલ માર્કેટ છે. અહીં વાર્ષિક ભાડું પ્રતિ ચોરસ ફૂટ 217 ડોલર છે. ખાન માર્કેટ ગયા વર્ષે આ યાદીમાં 21મા નંબરે હતું. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની કુશમેન એન્ડ વેકફિલ્ડે એક રિપોર્ટમાં આ માહિતી આપી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં ફિફ્થ એવન્યુએ વિશ્વના સૌથી મોંઘા રિટેલ માર્કેટ તરીકે તેનું ટોચનું રેન્કિંગ જાળવી રાખ્યું છે.
ટાઇટન કરશે 3000ની ભરતી
આગામી પાંચ વર્ષમાં ટાઇટન કંપની દ્વારા એન્જિનિયરિંગ, ડિઝાઇન, લક્ઝરી, ડિજિટલ, ડેટા એનાલિસિસ, માર્કેટિંગ અને વેચાણ અને અન્ય ક્ષેત્રોમાં 3,000 કરતાં વધુ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આ અંગેની માહિતી કંપની દ્વારા આપવામાં આવી છે. કંપની ડેટા એનાલિસિસ, સાયબર સિક્યુરિટી, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ અને અન્ય નવા જમાનાના કૌશલ્યો જેવા ક્ષેત્રો માટે કુશળ પ્રોફેશનલ્સ શોધી રહી છે. ટાઇટન કંપનીના હેડ પ્રિયા એમ.પિલ્લાઇએ કહ્યું કે અમે આગામી પાંચ વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવા માટે રોમાંચક યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આના માટે કંપની આગામી પાંચ વર્ષમાં 3000 નવા લોકોની ભરતી કરવાની યોજના ધરાવે છે.
મંદીનું જોખમ વધશે
2024માં ફરી મંદીનું જોખમ વધી શકે છે… નાણા મંત્રાલયનું કહેવું છે કે ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓ અને ક્રૂડના ઊંચા ભાવને લગતી અનિશ્ચિતતાઓ સાથે 2024માં મંદીનું જોખમ ફરી વધી શકે છે. ઉચ્ચ આયાત અને નબળી નિકાસે ઑક્ટોબરમાં ભારતની વેપાર ખાધને વિક્રમજનક ઊંચાઈએ પહોંચાડી દીધી છે. દેશની અર્થવ્યવસ્થા માટે હજુ પણ મોંઘવારીનો પડકાર યથાવત છે. આ અંગે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક બંને હાઈ એલર્ટ પર છે.
FD તોડાવશો તો વધુ દંડ થશે
હવે જો તમે FDને સમય પહેલા તોડાવશો તો પહેલા કરતા વધુ દંડ ભરવો પડશે… યસ બેંકે FDને સમય પહેલા તોડાવવા પર દંડ વધાર્યો છે. 181 દિવસ પહેલા FD તોડાવવા પર હવે બેંક તમારી પાસેથી 0.75 ટકા પેનલ્ટી વસૂલશે.. અગાઉ આ દંડ અડધો ટકા હતો… 182 દિવસ અને ત્યારબાદ FD તોડવવા પર એક ટકાનો દંડ લાગશે..અગાઉ આ દર 0.75 ટકા હતો… બેંકે વરિષ્ઠ નાગરિકોને રાહત આપી છે. .. વરિષ્ઠ નાગરિકોને પ્રીમેચ્યોર વિડ્રોઅલ પર કોઇ પેનલ્ટી નહીં લાગે.
લગ્નસરામાં ધૂમ ખરીદી થશે
દિવાળીમાં રેકોર્ડ વેચાણ બાદ હવે 23 નવેમ્બરથી શરૂ થતી લગ્નસરાની સિઝનમાં વધુ વેપાર થવાની આશા છે. વેપારીઓની સંસ્થા CATએ આશા વ્યક્ત કરી છે કે 23 નવેમ્બરથી શરૂ થઈ રહેલી લગ્નસરાની સિઝનમાં દેશભરમાં વધુ ધંધો થશે.લગભગ 38 લાખ લગ્નો સંપન્ન થશે… આનાથી દેશમાં લગભગ રૂ. 4.74 લાખ કરોડનો બિઝનેસ થશે… CAT એ જણાવ્યું કે આ સિઝનમાં લગ્નની ખરીદીનો ખર્ચ ગયા વર્ષની સરખામણીએ રૂ. 1 લાખ કરોડ વધુ છે. લગ્નની સિઝન દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ રહી છે. જે 15મી ડિસેમ્બર સુધી ચાલશે.
DNDની ખામીઓ દૂર થશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI તેની ડુ નોટ ડિસ્ટર્બ એપમાં રહેલી ખામીઓને દૂર કરવામાં લાગી છે. જેથી મોબાઈલ ફોનના ગ્રાહકોને અનિચ્છનીય કોલ્સ અને મેસેજને તરત જ શોધી કાઢવામાં મદદ મળે. ટ્રાઈના સચિવ વી રઘુનંદને એક કાર્યક્રમમાં જણાવ્યું કે , “અમે એક એજન્સીને અમારી સાથે જોડી છે જે આ એપની ખામીઓને દૂર કરી રહી છે. કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇસમાં સમસ્યાઓ હતી જેને મહદઅંશે ઠીક કરવામાં આવી છે. અમે માર્ચ સુધીમાં તમામ આ એપને બધા એન્ડ્રોઇડ ફોનને અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો