Money9 Gujarati:
Ola Electric Mobility અપેક્ષા કરતાં વહેલા IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના સ્થાપક અને CEO ભાવિશ અગરવાલે જણાવ્યું છે કે, “અમે આશ્ચર્યચકિત કરનારી ખૂબ ઝડપી વૃદ્ધિ કરી છે. મને લાગતું હતું કે, IPO લાવવા માટે ચારથી છ વર્ષ લાગી જશે, પરંતુ હવે લાગે છે કે, તેની પહેલાં જ IPO આવી જશે અને કંપનીનું લિસ્ટિંગ થશે.”
ઈ-સ્કૂટર માર્કેટમાં છે નંબર-1
Olaએ 2021ના અંતે ભારતમાં ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ શરૂ કર્યું હતું. સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (SIAM)ના ડેટા અનુસા, ભારતનાં ઈલેક્ટ્રિક-સ્કૂટર માર્કેટનો 38 ટકા હિસ્સો Ola Electric પાસે છે અને કંપનીએ ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 2,39,000થી પણ વધારે ઈલેક્ટ્રિક સ્કૂટર્સ વેચ્યા છે.
ઈ-બાઈક અને ઈ-કાર લાવશે
કંપની ઈલેક્ટ્રિક સ્કૂટર બાદ ઈલેક્ટ્રિક મોટરબાઈક અને ઈલેક્ટ્રિક કાર પણ લૉન્ચ કરવા માંગે છે. અગરવાલની યોજના 2023ના અંત સુધીમાં ઈ-મોટરબાઈક અને 2024માં ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની છે. તેઓ એશિયા, લેટિન અમેરિકા અને યુરોપમાં ઈ-સ્કૂટર્સની નિકાસ કરવાનો પણ ઈરાદો ધરાવે છે. જોકે, ભારતીય માર્કેટમાં વધારે માંગ હોવાથી નિકાસની યોજના હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
Can’t. Keep. Calm.India, are you ready? Ola S1 Air is coming this July.#EndICEage pic.twitter.com/WebL5idFyp
— Ola Electric (@OlaElectric) July 13, 2023
15 ઑગસ્ટે નવા લૉન્ચિંગ
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાતી અગ્રણી કંપની Ola Electric Mobility આવતા મહિને તેના સૌથી વાજબી કિંમતના ઈ-સ્કૂટર Ola S1 Airનું લૉન્ચિંગ કરે તેવી શક્યતા છે. કંપની 2021થી દર વર્ષે 15 ઓગસ્ટે નવા સ્કૂટર લૉન્ચ કરતી આવી છે અને 2023માં પણ તે નવા મોડેલ લૉન્ચ કરશે. કંપની આ વખતે Ola S1 Pro Classic લૉન્ચ કરે તેવા સંકેત મળ્યાં છે. કંપનીએ જુલાઈના અંત સુધીમાં Ola S1 Airની ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરવાના સંકેત આપી દીધા છે અને ઓગસ્ટમાં લૉન્ચિંગની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 125 કિલોમીટરની રેન્જ આપશે અને પ્રતિ કલાક 85 કિલોમીટરની ટોપ-સ્પીડ હાંસલ કરી શકે છે.
WAY closer than you think.Ola S1 Air. Coming this July.#EndICEage pic.twitter.com/Mraqj95cba
— Ola Electric (@OlaElectric) July 7, 2023
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો