ડબ્બા ટ્રેડિંગથી સાવધાન
નેશનલ સ્ટોક એક્સેન્જે રોકાણકારોને ડબ્બા ટ્રેડિંગ સર્વિસ પ્રદાન કરવાનો દાવો કરતા ફેસબુક પેજથી સાવધાન રહેવા જણાવ્યું છે. એનએસઇએ આવા 40 ફેસબુક પેજોનું એક લિસ્ટ પણ જાહેર કર્યું છે. ગુરુવારે એક સર્ક્યુલરમાં એનએસઇએ કહ્યું કે રોકાણકારોને સાવધાન કરવામાં આવે છે અને સલાહ આપવામાં આવે છે કે આવા ફેસબુક હેન્ડલના માધ્યમથી શેર બજારમાં રજૂ થતી કોઇપણ યોજના કે પ્રોડક્ટના સભ્ય ન બનો કારણ કે તે ગેરકાયદે છે. એસસીઆરએની કલમ 23(1) અનુસાર કોઇપણ સંગઠન કે વ્યક્તિ 13, 16, 17 કે 19નું ઉલ્લંઘન કરે છે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દોષિત સાબિત થશે તો જેલની સજા પણ થશે. જે 10 વર્ષ સુધીની હોઇ શકે છે. અથવા તો 25 કરોડ રૂપિયા સુધીનો દંડ પણ થઇ શકે છે.
આ વિદ્યાર્થીઓને કોચિંગમાં એડમિશન નહીં
ગુરુવારે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે કહ્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંયધરી જેવા ગેરમાર્ગે દોરનારા વચનો આપીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે. નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ વ્યક્તિ, ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. તેના માટે સૌથી પહેલા તેણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આધાર-પાન લિંક કરાવી લેજો
જો કરદાતાએ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો તેની પર 20 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે કપાત કરનારે ટીડીએસ કાપીને ભરાવી દીધો હોય અને પાછળના મહિનામાં આધાર પાન લિંક કરાવી દેવામાં આવે તો ટીડીએસ કાપનારને નોટિસ આપીને કસૂરવાર ઠરાવવામાં આવે છે. આ ઉપરાંત તેની સામે ડિમાંડ ઉભી કરવામાં આવે છે. આ અંગે જીસીસીઆઇના ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરતાં કહ્યું છે કે કરદાતા દ્વારા આધાર અને પાન કાર્ડ પાછળથી લિંક કરવામાં આવે તો ટીડીએસ કાપનારને રિવાઇઝ રિટર્ન ભરવાની છૂટ આપવી જોઇએ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો