MONEY9: નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે authentication પ્રોસેસને વધુ કડક બનાવવામાં આવી છે. NPSની CRA સિસ્ટમમાં લૉગ ઇન કરતી વખતે આધાર બેઝ્ડ વેરિફિકેશનને ફરજિયાત કરવામાં આવ્યું છે. નવા સિક્યુરિટી ફિચર્સ 1 એપ્રિલ, 2024 થી અમલી થશે… હવે CRA સિસ્ટમમાં લોગિન કરવા માટે, Two-Factor Authentication પછી લોગિન કરી શકાશે..પેન્શન ફંડના નિયમનકારે આ અંગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. PFRDAના પરિપત્ર મુજબ, કેન્દ્રીય રેકોર્ડ કીપિંગ એજન્સી સિસ્ટમમાં લૉગિન કરવા માટે આધાર બેઝ્ડ ઓથેન્ટિકેશન દ્વારા વધારાના સિક્યોરિટી ફિચર્સ લાગુ કરવામાં આવી રહ્યાં છે.
Uberમાં ગાડી બુક કરો તેની એપ વગર
હવે તમે ટૂંક સમયમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC દ્વારા ઉબર રાઇડ્સ બુક કરી શકશો. આ માટે ઉબરે સરકાર સાથે એમઓયુ કર્યા છે. આ સુવિધા બાદ તમે Uber એપ વિના પણ તમારા માટે રાઈડ બુક કરી શકશો. કંપની ભારતમાં તેની લો કોસ્ટ સર્વિસિઝ ખાસકરીને ટુ વ્હીલર અને થ્રી વ્હીલર સર્વિસિઝને વિસ્તારવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત કંપની કેટલાક દેશોમાં બસ સેવા પણ શરૂ કરી રહી છે.
મહિન્દ્રા સ્કોર્પિયોનું નવું વેરિએન્ટ લોન્ચ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની લોકપ્રિય SUV Scorpio-Nનું નવું વેરિએન્ટ Z8 સિલેક્ટ લોન્ચ કર્યું છે. તેને મિડ વેરિયન્ટ Z6 અને ટોપ લાઇન મોડલ Z8 વચ્ચે રાખવામાં આવ્યું છે. Z8 સિલેક્ટને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કાર 70 થી વધુ કનેક્ટેડ ફીચર્સ સાથે આવે છે. તેની પ્રારંભિક કિંમત 16.99 લાખ રૂપિયા છે. સ્કોર્પિયોનું N Z8 સિલેક્ટ વેરિઅન્ટ નિયમિત Z8 વેરિઅન્ટ કરતાં 1.66 લાખ રૂપિયા સસ્તું છે. Scorpio-Nની એક્સ-શોરૂમ પેન ઈન્ડિયા કિંમત 13.60 થી 24.54 લાખ રૂપિયાની વચ્ચે છે. SUV માટે બુકિંગ ઓપન છે અને તે 1 માર્ચ, 2024થી ડીલરશિપ પર ઉપલબ્ધ થશે. ભારતમાં, તેની સ્પર્ધા Tata Harrier અને Safari સાથે છે, જ્યારે આ પ્રાઇસ રેન્જમાં તેની ટક્કર Hyundai Creta અને Kia Seltosના ટોપ લાઇન વેરિઅન્ટ સાથે પણ થશે.
અંબાણી પરિવારમાં ફરી એકવાર શહેનાઇ ગૂંજશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇએ મુંબઇમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. તે પહેલાં 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાવાનું છે જેમાં 1000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અતિથિઓને આમંત્રણની સાથે-સાથે વોર્ડરોબ પ્લાનર અને કેટલીક માહિતીનું ડેકોરેટિવ કાર્ડ પણ મોકલાયું છે. 9 પાનાંના આ કાર્ડમાં આકર્ષક ડિઝાઈન અને વોર્ડરોબના ડ્રેસ કોડના ફોટા મૂકવામાં આવ્યા છે. 1લી માર્ચથી દિવસભર અહીં 50થી વધુ પ્લેન લેન્ડ થશે. લગ્ન પ્રસંગે રિલાયન્સ દ્વારા સમગ્ર જામનગર એરપોર્ટને શણગારવામાં આવી રહ્યું છે, સાથે સાથે RIL રિફાઈનરી કોમ્પ્લેક્સ સુધીનો રૂટ પણ શણગારવામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફંકશનમાં METAના CEO માર્ક ઝુકરબર્ગ, મોર્ગન સ્ટેન્લીના CEO ટેડ પિક, માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, ડિઝનીના CEO બોબ ઈગર, બ્લેકરોકના CEO લેરી ફિંક, એડનોકના CEO સુલતાન અહેમદ અલ જાબેર સહિત અનેક હસ્તીઓ સામેલ થશે.
પરીક્ષામાં જવાબ લખો, ચોપડીમાંથી જોઇજોઇને !!
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ CBSE એજ્યુકેશન ઈવેલ્યુએશન ડિપાર્ટમેન્ટે ધોરણ 9-12 માટે કેટલીક CBSE સ્કૂલોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઓપન બુક એક્ઝામિનેશન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. CBSEના એક અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય 2023માં યોજાયેલી ગવર્નિંગ બોડીની બેઠકમાં લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. બોર્ડે વર્ષના અંતમાં કેટલીક પસંદગીની શાળાઓમાં ઓપન બુક ટેસ્ટ લેવાનું આયોજન કર્યું છે. આની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તેમની સાથે પુસ્તકો, નોટ્સ અથવા અન્ય માન્ય સામગ્રી સાથે રાખીને પરીક્ષા આપી શકશે.
હવે વિમાનમાંથી બેઠાબેઠા પણ કોઇને ફોન કરી શકાશે
ભારતી એરટેલે ગ્રાહકો માટે ઇન-ફ્લાઇટ રોમિંગ પેક રજૂ કર્યા છે જે તેમને ફ્લાઇટમાં ઓન-બોર્ડ કરતી વખતે કનેક્ટેડ રહેવાની મંજૂરી આપશે. એરટેલની આ સર્વિસથી યુઝર્સ જમીનથી હજારો ફૂટ ઉપર વિમાનમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ માણી શકશે. હાઇસ્પીડ ઇન્ટરનેટની સાથે સાથે સીમલેસ વોઇસકોલિંગ પણ કરી શકશે. કંપનીએ આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં સેવા આપતી 19 એરલાઇન્સમાં શ્રેષ્ઠ ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટી સક્ષમ બનાવવા માટે એરોમોબાઇલ સાથે જોડાણ કર્યું છે.
iQOO Neo 9 Pro લોન્ચ
છેલ્લા ઘણાં મહિનાઓથી જેની ચર્ચા થઇ રહી હતી તેવા iQOO Neo 9 Proને આઇકૂએ ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 6.78 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 144Hz છે. આ ફોનની સ્ક્રીનમાં 1.5K રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવ્યો છે અને તેની પીક બ્રાઇટનેટ 3000 નિટ્સ સુધીની છે. જો કેમેરાની વાત કરીએ તો તેનો મેઇન કેમેરા 50MPના Sony IMX920 સેન્સર સાથે આવે છે. જ્યારે બીજો કેમેરા 8MPના અલ્ટ્રા વાઇડ એંગલ સાથે આવે છે. ઉપરાંત સેલ્ફી માટે 16 મેગા પિક્સલનો કેમેરા છે. આ ફોનમાં 5160mAhની બેટરી આપવામાં આવી છે 120W ફ્લેશ ચાર્જિગ સપોર્ટની સાથે આવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો