Money9: મોંઘવારીના સૌથી મોટા વિલન મસાલા બની ચૂક્યા છે. આ એજ મસાલા છે જેની પર કરિયાણું ખરીદતી વખતે આપણે ખાસ ધ્યાન નથી આપતા. પરંતુ ગયા વર્ષે કરિયાણાના બિલમાં મસાલાના ભાવને આ વર્ષના બિલ સાથે મેળવીને જુઓ. તમને ખબર પડી જશે કે લોટ અને તેલના ભાવ જેટલા નથી વધ્યા તેટલો વધારો મસાલાની કિંમતોમાં થઇ ગયો છે અને કરિયાણાનું બિલ વધારવામાં સૌથી મોટો હાથ મસાલાનો જ છે.
મસાલા થયા મોંઘા
મોટાભાગના મસાલાના ભાવ વધી ચૂકયા છે. એક વર્ષ પહેલા 100 ગ્રામ જીરુ ખરીદવા માટે જેટલા પૈસા લાગતા હતા. આ વખતે 60 ટકા વધુ કિંમત આપવી પડી છે. કઇંક આવી જ સ્થિતિ વરિયાળીની પણ છે. જેના માટે ગયા વર્ષના મુકાબલે 50 થી 55 ટકા વધુ પૈસા ચુકવવા પડી રહ્યા છે. અને લાલ મરચા માટે 40 થી 45 ટકા વધારે કિંમત ચુકવવી પડી રહી છે. મસાલાના આ વધેલા ભાવથી ફક્ત રસોડાનું જ બજેટ નથી વધ્યું, પરંતુ સરકારની પરેશાની પણ વધી રહી છે.
રિટેલ મોંઘવારી વધી
રિટેલ મોંઘવારીના આંકડા જોઇ લો. છેલ્લા છ મહિનાથી મસાલાની મોંઘવારી બે આંકડામાં ચાલી રહી છે. અને ગયા નવેમ્બરમાં તો આંકડો 20 ટકાની નજીક પહોંચી ગયો છે. પાક વર્ષ 2021-22 દરમિયાન દેશમાં મોટાભાગના મસાલાની ઉપજ ઘટી ગઇ છે. જેના કારણે સપ્લાય સીમિત છે અને ભાવ વધી ગયો છે. ઉપરથી આ વર્ષે રવિ સીઝનમાં પાકતા કેટલાક મસાલાનું વાવેતર પણ ઘટ્યું છે. જે વધેલા ભાવને વધુ હવા આપી રહ્યું છે.
જીરુને જ જોઇ લો. જીરાના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં વાવેતર ગત વર્ષની સરખામણીએ 6 ટકા ઘટ્યું છે. 12 ડિસેમ્બર સુધી ગુજરાતમાં 2.24 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. મસાલા સરકારની એ જરૂરી વસ્તુઓના લિસ્ટમાં પણ નથી આવતા જેમાં ઘઉં અને તેલ સામેલ હોય છે. એટલે કે એવી વસ્તુઓ જેની કિંમત થોડીક પણ વધે તો સરકાર તરત એકશનમાં આવી જાય છે. ખાદ્યતેલની મોંઘવારી રોકવા માટે સરકાર સમયાંતરે પગલા ભરતી રહે છે. પરંતુ મસાલા સતત મોંઘા થઇ રહ્યા છે અને તેની મોંઘવારીને રોકવા માટે સરકાર તરફથી કોઇ ઉપાય કરવામાં આવે તેની શક્યતા ઓછી છે અને જ્યાં સુધી મસાલાનો સપ્લાય સામાન્ય નથી થતો ત્યાં સુધી ભાવ ઘટવાની આશા રાખવી પણ વ્યર્થ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો