બેન્કોએ ધિરાણ દર વધાર્યા
રિઝર્વ બેન્કે રેપો રેટ વધારતા કેટલીક બેંકોએ તેમના ધિરાણ દરમાં વધારો કર્યો છે. HDFC બેન્ક, કેનરા બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ 1 વર્ષનો MCLR દર વધારીને 8.20 ટકા કર્યો છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રએ ધિરાણ દરમાં 30 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેન્કોનો MCLR દર વધતા લોકોની લોન મોંઘી થશે. લોકોએ હવેથી હોમ લોન, ઓટો લોન અને અન્ય પ્રકારની લોન પર વધુ વ્યાજ ચુકવવું પડશે
HDFC બેન્કો FDના વ્યાજ વધાર્યા
HDFC બેન્કમાં FD કરાવવા માગતા લોકો માટે ખુશ ખબર છે. HDFCએ 15 મહિનાની એફડી પર 7 ટકા જેટલું ઉંચું વ્યાજ આપવાનું નક્કી કર્યું છે. સિનિયર સિટિઝનને અડધા ટકાના વધારાના વ્યાજનો લાભ તો ખરો જ. આ ઉપરાંત સિનિયર સિટિઝન જો સિનિયર સિટિઝન કેર FD સ્કીમ હેઠળ 5 વર્ષની FD કરાવે તો તેમને 7.75 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ ઉપરાંત HDFC બેન્કમાં ગ્રાહક માત્ર 7 દિવસના ટૂંકા ગાળાની એફડી પર 3 ટકા વ્યાજ મેળવશે.
HRA ક્લેમ મર્યાદા વધીને 50% થશે
જો તમે નોન મેટ્રો શહેરમાં રહો છો તો આ ખબર તમારા કામની છે. HRA ડિડક્શન મુદ્દે ટૂંક સમયમાં તમને મોટી રાહત મળી શકે છે. તમે નોન મેટ્રો શહેરમાં ભલે રહેતા હોવ, તેમ છતાં તમે તમારા પગારની 50 ટકા રકમ HRA કપાત માટે ક્લેમ કરી શકો છો. અત્યાર સુધી જો તમે દેશના ચાર શહેર એટલે કે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ અને કોલકાતામાં રહેતા હો તો જ તમે તમારા પગારના 50 ટકા રકમ HRA કપાત માટે ક્લેમ કરી શકતા હતા. જ્યારે નોન મેટ્રો શહેરમાં રહેતા લોકો માત્ર 40 ટકા રકમ ક્લેમ કરી શકતી હતી પરંતુ હવે નોન મેટ્રો શહેરના લોકો પર 50 ટકાની HRA કપાતનો લાભ લઇ શકે તેવી શક્યતા છે.
ઓનલાઇન ગેમ્સ પર હાલમાં GST નહીં વધે
ઓનલાઇન ગેમ્સ પર જીએસટી હાલ પુરતો 18 ટકા જ રહેશે. ટેક્સ વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ 17 ડિસેમ્બરે મળી રહેલી GSTની બેઠકમાં ઓનલાઇન ગેમ્સ, કેસિનો અને હોર્સ રેસિંગ પર GST વધારવાનો મુદ્દો ચર્ચામાં નહીં લેવાય. જોકે મંત્રીઓના જૂથે GST વધારીને 28 ટકા કરવા મુદ્દે સહમતી સાધી લીધી છે. જોકે પ્રધાનોના જૂથે આ મુદ્દે તેમનો રિપોર્ટ GST કાઉન્સિલને હજુ રજૂ નહીં કર્યો હોવાથી જીએસટી વધારવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા નહીં થાય.
ADBએ FY23માં દેશના જીડીપી અનુમાનને 7% પર જાળવી રાખ્યું
એશિયન ડેવલપમેન્ટ બેંકે ભારત અને એશિયાના અન્ય વિકાસશીલ રાષ્ટ્રો માટે સંશોધિત અંદાજ બહાર પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની જીડીપીના 7 ટકાના અનુમાનને યથાવત રાખ્યું છે. પરંતુ તેનું કહે છે કે એશિયામાં અન્ય વિકાસશીલ રાષ્ટ્રો અગાઉની અપેક્ષા કરતા નબળી ગતિએ વૃદ્ધિ કરશે. નાણાકીય સંસ્થાએ જણાવ્યું હતું કે ભારત આગામી નાણાકીય વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ 24 માં 7 ટકાની ઉચ્ચ ગતિથી આગળ વધશે. જો કે બેંકનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ અને કન્ઝ્યુમર ગુડ્સ IIP દબાણ હેઠળ રહેશે.
નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો 5.85 ટકાની 21 મહિનાની નીચી સપાટીએ
નવેમ્બરમાં છૂટક ફુગાવો આરબીઆઈના અંદાજથી નીચે આવી ગયા પછી, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો પણ ઘટીને 5.85 ટકાની 21 મહિનાની સપાટીએ પહોંચી ગયો છે. તેનાથી પણ વધુ નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા એક વર્ષમાં ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવામાં દોઢ ગણાથી વધુનો ઘટાડો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે નવેમ્બર, 2022 માં જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે શાકભાજી, ઇંધણ, ઉત્પાદિત વસ્તુઓ, કાપડ, રસાયણો વગેરેના ભાવમાં ઘટાડો થવાને કારણે છે. નવેમ્બરમાં શાકભાજીનો ફુગાવો -20.08 ટકા હતો. તો ફૂડ આર્ટિકલ્સનો ફુગાવો ઘટીને 1.07 ટકાએ પહોંચ્યો હતો.
Kફિન ટેકનો IPO 19 ડિસેમ્બરે ખુલશે
ફાઇનાન્સિયલ સર્વિસિઝ પ્લેટફોર્મ KFin ટેક્નોલોજીસે તેના 1,500 કરોડ રૂપિયાના IPOની વિગતો જાહેર કરી છે. કંપનીનો આઇપીઓ 19 ડિસેમ્બરે ખુલશે. પબ્લિક ઈશ્યુ 100% OFS છે. જેનો અર્થ છે કે કંપની IPO પ્રોસિડ્સ મેળવશે નહીં. KFin એ શેર દીઠ 347 થી 366 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રિટેલ રોકાણકારો IPOની કદના 10% સબ્સ્ક્રાઇબ કરી શકશે. તેઓ એક જ લોટમાં 40 શેર ખરીદી શકશે. દેશમાં કુલ 42 નોંધાયેલ AMC માંથી 21 AMC KFin Techના ગ્રાહકો છે. કંપની આ ક્ષેત્રમાં 59 ટકા બજાર હિસ્સો ધરાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો