લાયસન્સધારકો માટે મહત્વના સમાચાર
જો તમારું લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું છે. તમે સમયમર્યાદામાં ઓનલાઈન રિન્યુઅલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમ છતાં રિન્યુઅલ નથી થઈ શક્યું તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આને લગતો આદેશ જાહેર કર્યો છે. જેના પગલે હાલ ટ્રાફિક પોલીસ અથવા આરટીઓ પણ વાહન ચલાવવા પર તમારો મેમો નહીં ફાડે… આરટીઓમાં તમામ પ્રકારનું કામ પરીવાહન અને સારથી પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં, 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી, બંને પોર્ટલ ટેકનિકલ ખામીને કારણે કામ ન્હોતા કરી રહ્યા. જેના કારણે લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ અને કંડક્ટર લાયસન્સનું રિન્યુઅલ ઓનલાઈન નથી થઇ શક્યું. જે લાયસન્સધારકોના લાયસન્સ 31 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે એક્સપાયર થઈ ગયા છે, તેમને ચિંતા કરવાની જરૂર નથી. માર્ગ પરિવહન મંત્રાલયના આદેશ અનુસાર, આવા લાયસન્સ 29 ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે.
UIDAIની સ્પષ્ટતા
આધાર નંબર ઇશ્યૂ કરતી નોડલ એજન્સી UIDAI એ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યા નથી. UIDAIએ કહ્યું કે આધાર ડેટાબેઝ અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAI તરફથી આ સ્પષ્ટતા ત્યારે આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના લોકોના આધારને ડિએક્ટિવેટ કરવાનો આરોપ લગાવ્યો છે.
WhatsAppમાં આવશે નવું ફિચર
હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં કોઈ પણ વ્યક્તિ પ્રોફાઈલ પિક્ચરનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે. આના માટે કંપની જલ્દી જ એપમાં ‘સ્ક્રીનશોટ બ્લોકિંગ – પ્રોફાઇલ ફોટો’ ફીચર લાવવા જઈ રહી છે. આ ફીચરમાં યુઝર તેમનાં પ્રોફાઈલ પિક્ચર બ્લોક કરી શકશે. આનાથી યૂઝરની પરમિશન વગર કોઇપણ તેના પ્રોફાઇલ પિક્ચરનો સ્ક્રીનશોર્ટ નહીં લઇ શકે. WAબેટાઇન્ફોના રિપોર્ટ અનુસાર, WhatsAppએ આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે લોન્ચ કર્યું છે. ટેસ્ટિંગ બાદ તેને નવા અપડેટમાં બધા યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવશે. ફિચરનો ઉપયોગ કરવા માટે યૂઝરે અપડેટ વર્ઝન ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે. કંપની યુઝરની પ્રાઈવસી વધારવા માટે આ ફીચર લાવી રહી છે.
ડીપફેક માટે હેલ્પલાઇન નંબર આવશે
AI-જનરેટેડ મિસ ઇન્ફોર્મેશન ખાસ કરીને ડીપફેકનો સામનો કરવા માટે WhatsApp ટૂંક સમયમાં એક હેલ્પલાઇન શરૂ કરશે. આ માટે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા અને મિસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ એટલે કે MCAએ ભાગીદારી કરી છે. આ હેલ્પલાઇન ચેટબોટના રૂપમાં હશે, જે અંગ્રેજીની સાથે ત્રણ સ્થાનિક ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં શરૂ થશે. દેશભરના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. ચેટબોટ દ્વારા ટેક્સ્ટ મેસેજ, ઇમેજ અને વિડિયો મોકલીને તેની તપાસ કરવા માટે રિપોર્ટ કરી શકશો. WhatsApp હેલ્પલાઈન દ્વારા મળનારી ફરિયાદોનું વિશ્લેષણ અને મેનેજ કરવા માટે એમસીએ એક કેન્દ્રીય ‘ડીપફેક એનાલિસિસ યુનિટ’ સેટઅપ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો