Money9: કોરોના બાદ એક તરફ પર્યટન ઉદ્યોગ ફરી ઉભો થવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિશ્વના અન્ય દેશોની જેમ ભારતીય પ્રવાસીઓની મુસાફરીની આદતોમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે લોકો લક્ઝરી હોટલોને બદલે હોમ સ્ટેમાં સ્થાનિક પરિવારો સાથે રહેવાનું પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત કંઈક નવું શોધવાની ઇચ્છા ધરાવતી યુવા પેઢી જંગલો અને પહાડોમાં ટ્રી હાઉસ ઉપરાંત ખેતરોની વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાં રહેવાનું પસંદ કરી રહી છે.
વિશ્વભરમાં હોમ સ્ટેની સુવિધા પૂરી પાડતી સૌથી મોટી કંપની એર બીએનબીએ એક નવીનતમ રિપોર્ટ રજૂ કર્યો છે. એરબીએનબીનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે ભારતીય પ્રવાસીઓ હવે મોટા પ્રમાણમાં વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય પ્રવાસીઓ અમેરિકા, બ્રિટન અને યુરોપને સૌથી વધુ પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે એરબીએનબીનું બુકિંગ બમણું થઈ ગયું છે.
રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બાલી, લ્યુસર્ન, વિયેના, પેરિસ, લિસ્બન, સ્પ્લિટ, રોમ, પ્રાગ, સિંગાપોર અને બેંગકોક વધુને વધુ ભારતીય પ્રવાસીઓને આકર્ષી રહ્યાં છે. બીજી તરફ ગોવા, બેંગલુરુ, પુણે, દિલ્હી અને કુલ્લુ ભારતીય પ્રવાસીઓમાં સ્થાનિક પ્રવાસ માટેના સૌથી લોકપ્રિય સ્થળો છે. સૌથી વધુ બુક કરાયેલા સ્થળોની યાદીમાં ગોવા ટોચ પર છે, ત્યારબાદ બેંગલુરુ, પુણે, દિલ્હી અને કુલ્લુ છે. એરબીએનબીના આંકડા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાંથી સૌથી વધુ સંખ્યામાં લોકો ભારતની મુલાકાત લે છે, ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ, જર્મની, ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો નંબર આવે છે. એરબીએનબીના ડેટા દર્શાવે છે કે ભારતમાં એકલા મુસાફરી કરનારા લોકોની સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ બમણી થઈ ગઈ છે.
2022ના પ્રથમ ત્રિમાસિક ગાળાની તુલનામાં 2023માં ભારતીય પ્રવાસીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે બુક કરાયેલી નાઇટ સ્ટેની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો