મનરેગામાં 10,000 કરોડની ફાળવણી
મનરેગા હેઠળ, કેન્દ્ર સરકારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,000 કરોડની એડવાન્સ રકમની ફાળવણી કરી છે. આ ફંડ 60,000 કરોડ રૂપિયાની બજેટ ફાળવણી ઉપરાંત બહાર પાડવામાં આવ્યું છે. ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ મંગળવારે સંસદમાં મનરેગા પર એક પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં મનરેગા હેઠળ જાહેર કરાયેલા ફંડની વિગતો રજૂ કરવામાં આવી. તેમણે માહિતી આપી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં 29 નવેમ્બર, 2023 સુધી, સરકારે મનરેગા હેઠળ 66,629 કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડ્યું છે…
નવું સિમકાર્ડ ખરીદવાના નિયમો બદલાયા
ટેલિકોમ મંત્રાલયે 1 જાન્યુઆરી, 2024થી નવું મોબાઈલ કનેક્શન ખરીદવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. જેનાથી હવે ગ્રાહકો માટે નવું સિમ કાર્ડ ખરીદવું સરળ બનશે. દેશમાં ડિજીટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે માહિતી આપી છે કે હવે નવું સિમ કાર્ડ મેળવવા માટે પેપર આધારિત KYC પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવી સ્થિતિમાં, હવે ગ્રાહકોએ નવું સિમ કાર્ડ મેળવવા માટે માત્ર ડિજિટલ અથવા ઇ-કેવાયસી સબમિટ કરવાનું રહેશે.
યુકો બેંકમાં છેતરપિંડીનો પર્દાફાશ
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIએ UCO બેંકમાં 820 કરોડ રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. 10 થી 13 નવેમ્બર સુધી ચાલેલી આ છેતરપિંડીના માસ્ટરમાઇન્ડ બે એન્જિનિયર હતા. તેમણે ખાનગી બેંકોના 14 હજાર ખાતામાંથી આવેલા પૈસાને યુકો બેંકના 41 હજાર બેંક ખાતામાં મોકલ્યા હતા. આ છેતરપિંડી માટે 8.53 લાખ IMPS ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બેંકે તાત્કાલિક કાર્યવાહી કરી અને IMPS સેવા પર પ્રતિબંધ મૂક્યો. આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો છે.
પોસ્ટની એફડીના નિયમો બદલાયા
પોસ્ટ ઓફિસની FD સ્કીમમાં પ્રી-મેચ્યોર વિડ્રોઅલના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે પણ પોસ્ટ ઑફિસની ટાઈમ ડિપોઝિટ અથવા FD સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને આ સ્કીમના બદલાયેલા નિયમો વિશે માહિતી આપી રહ્યાં છીએ… નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 10 નવેમ્બર 2023 બાદ પાંચ વર્ષની એફડી સ્કીમમાં હવે ચાર વર્ષની મુદત પહેલા પ્રીમેચ્યોર વિડ્રોઅલ કરી શકાશે નહીં, એટલે કે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીનો પ્રીમેચ્યોર ઉપાડ હવે 4 વર્ષના ટેન્યોર બાદ જ કરવામાં આવશે. આ ઉપરાંત એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની FD સ્કીમમાં રોકાણ કરવા પર જો રોકાણના 6 મહિનાથી લઇને 1 વર્ષની અંદર પૈસા ઉપાડી લો છો, તો તમને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરનો જ લાભ મળશે. જે FD સ્કીમ કરતાં ઘણો ઓછો હશે.
ટેક્સ રિટર્નની ફરી તપાસ
આવકવેરા વિભાગ ટેક્સ રિટર્નની ફરીથી તપાસ કરી રહ્યું છે. એવા ITRની ખાસ તપાસ કરવામાં આવી રહી છે જેમાં ચેરિટેબલ ટ્રસ્ટ અને રાજકીય પક્ષોને દાન આપવા પર ડિડક્શન ક્લેમ કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે 20 માર્ચથી 10 જૂન વચ્ચે સેંકડો વ્યક્તિઓને નોટિસ મોકલી છે. આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ, રાજકીય પક્ષો અને ચેરિટેબલ ટ્રસ્ટોને આપેલા દાન પર ડિડક્શનનો દાવો કરી શકાય છે. આવકવેરા વિભાગે આ નોટિસ સેક્શન 138 અને 148 (A) હેઠળ મોકલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદથી, આવકવેરા વિભાગે એવા લોકોની ઓળખ કરી છે જેમની આવક અને દાનનો રેશિયો સ્વાભાવિક નથી.
ICICI લોમ્બાર્ડની નવી હેલ્થ સ્કીમ
ICICI લોમ્બાર્ડે મેક્સ પ્રોટેક્ટ નામની નવી હેલ્થ પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેને ગ્રાહકની ડાયનેમિક લાઇફસ્ટાઇલને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. મેક્સ પ્રોટેક્ટ સ્પર્ધાત્મક ભાવે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પ્રદાન કરશે… મેક્સ પ્રોટેક્ટ ક્લાસિક પ્લાન હેઠળ એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ, ડોનર એક્સપેન્સિઝ, હોસ્પિટલ સ્ટે, અનલિમિટેડ સમ ઇન્સ્યોર્ડ રીસેટ બેનિફિટ, ડોમિસિલિયરી હોસ્પિટલાઇઝેશન અને અનલિમિટેડ ટેલિકોન્સલ્ટેશનની સુવિધાઓ મળશે. મેક્સ પ્રોટેક્ટ પ્રીમિયમ પ્લાનમાં, ગ્લોબલ કવરેજ, એર એમ્બ્યુલન્સ સર્વિસ અને યુનિક ક્લેમ પ્રોટેક્ટ જેવા ફિચર મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો