Money9 Gujarati: મહિલાઓ માટે ફોર્મલ જોબ (સંગઠિત ક્ષેત્રમાં રોજગારી)નું સર્જન થવામાં ઉછાળો આવ્યો છે. ફોર્મલ જોબ એટલે જેમાં PF, ESIC, મેટરનિટી બેનિફિટ જેવા સામાજિક સુરક્ષાના લાભ મળતા હોય. વર્ષ 2018-19થી EPFO (એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) હેઠળ સામેલ થયેલી મહિલા કર્મચારીઓની કુલ સંખ્યામાં બમણાથી પણ વધુ ઉમેરો થયો છે. છેલ્લાં 5 વર્ષમાં કંપનીઓએ મહિલા કર્મચારીની સંખ્યા વધારી હોવાથી ફોર્મલ જોબ્સમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે.
Female employees under EPFO
The Equal Remuneration Act, 1976 provides for payment of equal remuneration to men and women workers for same work or work of similar nature without any discrimination
Under the Maternity Benefit (Amendment) Act, 2017, the following… pic.twitter.com/N7PTReS7D6
— PIB India (@PIB_India) December 4, 2023
EPFOના પેરોલ ડેટા અનુસાર, 2018-19માં EPFO હેઠળ મહિલા કર્મચારીની કુલ સંખ્યામાં 13,05,172નો ઉમેરો થયો હતો, જે 2022-23માં વધીને 28,69,688 થયો છે. 2019-20માં EPFOમાં ઉમેરાયેલી મહિલાઓની સંખ્યા 15,93,614 હતી જ્યારે 2020-21માં કોરોનાને લીધે 13.98 લાખ મહિલાઓનો ઉમેરો થયો હતો. જોકે, બાદમાં 2021-22માં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને EPFOમાં 26.18 લાખથી પણ વધારે મહિલાઓ ઉમેરાઈ હતી. 2022-23માં 28.69 લાખથી પણ વધારે મહિલાઓ સામેલ થઈ હતી.
શ્રમ મંત્રાલયના ડેટા પ્રમાણે, અસંગઠિત કામદારો અને મજૂરો માટેના રાષ્ટ્રીય ડેટાબેઝમાં 52.92 ટકા મહિલા છે. 27 નવેમ્બર, 2023 સુધીની માહિતી પ્રમાણે, ઈશ્રમ પોર્ટલ પર 29.19 કરોડથી પણ વધારે અસંગઠિત કામદારોની નોંધણી થઈ છે, જેમાંથી લગભગ 15.45 કરોડ મહિલા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો