Money9: લંચબોક્સમાં વાંચો અત્યાર સુધીના મહત્વના સમાચાર.
IT સેક્ટર્સમાં 60,000ની છટણી
ભારતના આઇટી સેક્ટરમાં માર્ચમાં સમાપ્ત નાણાકીય વર્ષમાં લગભગ 60,000 આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓએ પોતાની નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશને આ રિપોર્ટ જાહેર કર્યો છે. આઇટી કંપનીઓમાં વેન્ડર્સ કે થર્ડ પાર્ટી કંપનીઓ દ્વારા કામ પર રાખવામાં આવેલા ફ્લેક્સી કર્મચારીઓની નોકરીઓ એક વર્ષ પહેલાની તુલનામાં 7.7 ટકા ઘટી ગઇ છે.
ગો-ફર્સ્ટના વિમાન જલદી નહીં ઉડે
ગો-ફર્સ્ટ એરલાઇનનું ઓપરેશન જલદી શરૂ થવાની આશા નજરે નથી પડી રહી. ગો ફર્સ્ટે DGCAને કહ્યું છે કે તે પોતાનું ઉડ્ડયન ફરીથી શરૂ કરવા માટે કોઇ નિશ્ચિત સીમા નહીં બતાવી શકે. દરમિયાન ગો ફર્સ્ટના સસ્પેન્ડેડ બોર્ડે સંકટગ્રસ્ત એરલાઇનને ચાર વિમાનો ભાડે આપનારા સામે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરી છે. વિમાન ભાડેપટ્ટે આપનારી કંપનીઓ ગો ફર્સ્ટની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાનો વિરોધ કરી રહી છે. તે પોતાના એવા વિમાનોને પાછા લેવાની માંગ કરી રહી છે જેનો ભાડાપટ્ટો 10 મે પહેલા સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ગો-ફર્સ્ટના વિમાનોમાં ટિકિટ બુક કરનારાની મુશ્કેલી વધશે. એરલાઇન્સ બંધ થવાથી કેટલાક રૂટ પર ભાડામાં વધારો થઇ શકે છે.
રાઇટ ટુ રિપેર માટે નવા નિયમો જાહેર
રાઇટ ટુ રિપેર માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. નિયમો અનુસાર હવે અધિકૃત સ્ટોર પર રિપેર નહીં કરાવનારાની ગેરંટી સમાપ્ત નહીં થાય. સરકારે ઉત્પાદકોની વોરંટી સાથે જોડાયેલા નિયમોમમાં ફેરફાર કર્યો છે. મોબાઇલ ફોન, લેપટોપ કે કોઇપણ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સને રિપેર કરાવવા માટે હવે રાહ નહીં જોવી પડે. ગ્રાહક બાબતોના મંત્રાલયે રાઇટ ટૂ રિપેર પોર્ટલને લોન્ચ કર્યું છે. ઓનલાઇન પોર્ટલ પર સેલ્ફ-રિપેર મેન્યુઅલ અને ઓથોરાઇઝ્ડ થર્ટ પાર્ટી રિપેર પ્રોવાઇડર્સની ડિટેલ્સ મળશે.
રીટ અને ઇનવિટ માટે સેબીના નવા નિર્દેશ
રીટ અને ઇનવિટને પોતાની હોલ્ડિંગ કંપનીઓ અને સ્પેશિયલ પર્પઝ વ્હીકલની સિક્યોરિટીઝ ડીમેટ ખાતામાં જ રાખવાની રહેશે. બિઝનેસ સરળતા વધારવા અને પારદર્શિતામાં સુધારા માટે સેબીએ આ પ્રકારના નિર્દેશ આપ્યા છે. રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના રોકાણ મેનેજરોએ આ બાબતને સુનિશ્ચિત કરવી પડશે. રીટ અને ઇનવિટની પાસે હોલ્ડિંગ કંપનીઓ અને સ્પેશ્યલ પર્પઝ વ્હીકલના ભૌતિક સ્વરૂપમાં રાખવામાં આવેલી વર્તમાન સિક્યોરિટીઝને 30 જૂન સુધીમાં ડીમેટ ખાતામાં જમા કરાવવાની રહેશે.
વધતી ગરમીથી વીજ માંગ અને કિંમત વધી
વધતી ગરમીએ આખા દેશમાં વીજમાંગમાં વધારો કર્યો છે. મજબૂત માંગના કારણે છેલ્લા એક સપ્તાહમાં ટ્રેડિંગ એક્સચેન્જ પર વીજળીની કિંમતમાં વધારો કર્યો છે… IEX પર મહિનાની શરૂઆતમાં વીજળીની કિંમત 2.8 રૂપિયા પ્રતિ યૂનિટ હતી. હવે વીજળીની કિંમત 6.7 રૂપિયા પ્રતિ યૂનિટ સુધી વધી છે. વીજળીની વધતી માંગને જોતાં પાવર પ્લાન્ટ્સે પર્યાપ્ત માત્રામાં કોલસાનો ભંડાર એકત્ર કર્યો છે…20 મે સુધી પાવર પ્લાન્ટ્સની પાસે 3.63 કરોડ ટન કોલસો હતો. કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સમાં પણ કોલસાના ઉત્પાદનમાં સુધારો થયો છે.
ગૂગલ પે યૂઝર્સ UPIથી ક્રેડિટ કાર્ડની ચૂકવણી કરી શકશે
ગૂગલ પે યૂઝર્સ હવે રૂપે ક્રેડિટ કાર્ડની UPIથી ચુકવણી કરી શકશે..ગૂગલ પે આ અંગે નેસનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરી છે. ગૂગલ પે યૂઝર્સ ગૂગલ પે એપની સાથે ક્રેડિટ કાર્ડ લિંક કરી શકશે. ત્યારબાદ યૂઝર્સ બધા ઓનલાઇન અને ઓફલાઇન મર્ચન્ટ્સને રૂપે ક્રેડિટ કાર્ડની UPIની ચુકવણી કરી શકશે..ગૂગલ પે યૂઝર્સ UPIથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ સુવિધાથી ચુકવણી માટે ગ્રાહકોને એક નવો વિકલ્પ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો