અદાણીની NDTV હવે વિવિધ ભાષામાં 9 નવી ન્યૂઝ ચેનલો લાવશે
અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ NDTVને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેલેન્ટ સાથે વધુ મજબૂત કરી રહ્યું છે અને NDTVને મલ્ટિ-પ્લેટફોર્મ ગ્લોબલ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન બનાવવા જઇ રહ્યું છે.
MONEY9 GUJARATI: અગ્રણી મીડિયા કંપની ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV) આગામી સમયમાં વિવિધ ભારતીય ભાષામાં નવ ન્યૂઝ ચેનલ લાવી રહી છે. કંપની તબક્કાવાર રીતે તેની આ ચેનલો લાવશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ન્યૂઝ ચેનલો લોન્ચ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી લેવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કંપનીએ સ્ટોક માર્કેટને એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજૂરી મળી જશે ત્યાર બાદ તે આ ચેનલોની લોન્ચિંગની તારીખોની જાહેરાત કરશે.
અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ NDTVને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટેલેન્ટ સાથે વધુ મજબૂત કરી રહ્યું છે અને NDTVને મલ્ટિ-પ્લેટફોર્મ ગ્લોબલ ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન બનાવવા જઇ રહ્યું છે.
AGM મીડિયા નેટવર્કના સીઇઓ સંજય પુગલિયાએ જણાવ્યું હતું કે, અમે NDTV ન્યૂઝ રૂમને બહુમુખી મલ્ટિ-મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ બનાવવા NDTVને મજબૂત બનાવવાનું અને તેમાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપી રહ્યા છીએ. અમે એવા ન્યૂઝ આપીશું જે ખરેખર ભારતીય નાગરિકો અને ભારતમાં રસ ધરાવતા લોકોના જીવનમાં મૂલ્ય વર્ધન કરે છે.
NDTVએ 31 માર્ચ 2023ના અંતે પૂરા થતા Q4માં રૂ. 59 લાખનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે 97.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં રૂ. 24.16 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.
Published - May 18, 2023, 01:37 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો