MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
મસ્કનું મન બદલાયુંઃ ભારતમાં EV બનાવશે વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્ક ટૂંક સમયમાં ભારતમાં તેની ઈલેક્ટ્રિક ગાડીઓ વેચશે. મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સનું ઉત્પાદન કરવા માટે તેમજ ઈલેક્ટ્રિક વ્હિકલ્સમાં વપરાતી બેટરીનું ઉત્પાદન કરવા માટે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. અગાઉ પણ મસ્ક અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટ થઈ હતી, પરંતુ ટેક્સ વધારે પડતો હોવાથી મસ્કે યોજના માંડી વાળી હતી. ભારતમાં કાર પર 100 ટકા જેટલી ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે અને મસ્કની માંગણી તેને ઘટાડવાની હતી. તેની સામે, સરકારે મસ્કને ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા જણાવ્યું હતું. ત્યારે તો વાત આગળ વધી નહોતી, પરંતુ હવે લાગે છે કે, મસ્કનું મન બદલાયું છે અને તે ભારતમાં ઈલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરવા તૈયાર થઈ ગયા છે. હવે જોવનું રહ્યું કે, સરકાર તેને નિયમોમાં કેટલી છૂટ આપે છે.
GST અધિકારીઓ આવે તો આટલા ડૉક્યુમેન્ટ આપજો સરકારે GST ચોરોને પકડવા માટે બે મહિનાની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. બોગસ GST રજિસ્ટ્રેશનને સિસ્ટમમાંથી દૂર કરવા માટે ટેક્સ સત્તાવાળા ધોમધખતા તાપમાં દોડી રહ્યાં છે. તેઓ બિઝનેસ સ્થળ પર જઈને જાતતપાસ કરી રહ્યાં છે. સરકાર જ્યારે પણ આવી કવાયત કરે ત્યારે બિચારા સાચા લોકો હેરાન થાય છે. જો તમારે હેરાન ના થવું હોય તો, આટલી વસ્તુ તૈયાર રાખજો. અધિકારી સ્થળ પર આવે ત્યારે તેને એન્ટ્રી પર બોર્ડ લાગેલું મળવું જોઈએ. આ બોર્ડમાં કંપનીનું નામ, GST નંબર, સરનામું, બિઝનેસનો પ્રકાર અને પ્રોપ્રાએટરનું નામ લખેલું હોવું જોઈએ. ટેક્સ અધિકારી વેરિફિકેશન માટે આવે ત્યારે તમારી પાસે કેટલાક ડૉક્યુમેન્ટ્સ માંગી શકે છે, જેમાં GST સર્ટિફિકેટની નકલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈલેક્ટ્રિસિટી બિલ કે પ્રોપર્ટી ટેક્સ બિલ, ભાડાં કરાર, કરન્ટ બેન્ક એકાઉન્ટની વિગતો, પર્ચેઝ રજિસ્ટર કે સેલ્સ રજિસ્ટરનો સમાવેશ થાય છે. જો અધિકારીને શંકા જશે તો, તમને 50 હજાર સુધીનો દંડ કરી શકે છે અને તમારું જીએસટી રજિસ્ટ્રેશન રદ પણ કરી શકે છે.
સોનાના ઘરેણાં માટે ફરજિયાત હોલમાર્કિંગનો નિયમ લાગુ થયો ગોલ્ડ જ્વેલરી માટે હોલમાર્કિંગનો નિયમ લાગુ થયો છે.. જો તમે આ નિયમનું પાલન નહીં કરો તો, સોનાના ઘરેણાં વેચી નહીં શકો અથવા તેને એક્સ્ચેન્જ પણ નહીં કરાવી શકો. સોનાની શુદ્ધતા માટે હોલમાર્કિંગનો નિયમ પહેલી એપ્રિલથી ફરજિયાત થઈ ગયો છે, એટલે ગોલ્ડ જ્વેલરી પર BISનો લોગો અને શુદ્ધતાનું ચિહ્ન હોવું જરૂરી છે. એટલે તમારે ઘરેણાં વેચતા કે એક્સચેન્જ કરાવતા પહેલાં તેનું હોલમાર્કિંગ કરાવવું પડશે. તેના માટે BIS-રજિસ્ટર્ડ હોય તેવા ઝવેરી પાસે જઈને આ કામ કરાવી શકો છો. તમે ઝવેરીને ઘરેણાં આપશો એટલે તે આ ઘરેણાંને BIS એસેસિંગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર પર લઈ જશે. તેના માટે તમારે 45 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તમે જાતે પણ હોલમાર્કિંગ સેન્ટરમાં જઈને તમારા ઘરેણાંનું હોલમાર્કિંગ કરાવી શકો છો.
Paytmએ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે SBI સાથે હાથ મિલાવ્યા Paytmએ SBI સાથે ભાગીદારીમાં ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યા છે. Paytmએ તેની એપનો ઉપયોગ કરનારા લોકોને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ આપવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે. જો તમારી પાસે આ કાર્ડ હશે તો, મૂવી ટિકિટના બૂકિંગ પર 3 ટકા કેશબેક મળી શકે છે. આ સિવાય, ટ્રાવેલ બૂકિંગમાં પણ 3 ટકા કેશબેકનો બેફિનિટ મળશે. આ ઉપરાંત, કસ્ટમર્સને પેટીએમ ફર્સ્ટની કમ્પ્લીમેન્ટરી મેમ્બરશિપની સાથે OTT પ્લેટફોર્મનો એક્સેસ પણ મળશે. પ્લેટિનમ કાર્ડ લેશો તો, રૂ.1 લાખનો સાયબર ફ્રોડ વીમો પણ મળશે. આ કાર્ડની જોઈનિંગ ફી અને રિન્યુઅલ ફી રૂ.499 છે.
FY25થી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ મોંઘા થઈ જશે જો ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાની ઈચ્છા હોય, તો 31 માર્ચ-2024 પહેલાં ખરીદી લેજો. સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર આપવામાં આવતી સબસિડી ઘટાડવાનું વિચારી રહી છે. આવતા નાણાકીય વર્ષથી સબસિડી ઘટવાની શક્યતા છે. સરકાર જે ડિસ્કાઉન્ટ આપે છે, તેને ઘટાડીને 15 ટકા કરવાની યોજના છે. અત્યારે 1 કિલો વોટ પર અવરની ઈલેક્ટ્રિકલ એનર્જી ઉત્પન્ન કરતાં હોય તેવા એન્જિનવાળાં ટુ-વ્હીલર પર સરકાર રૂ.10 હજારની સબસિડી આપે છે. આ ઉપરાંત, એક્સ-ફેક્ટરી પ્રાઈસના 40 ટકા સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. જો સરકાર આ ડિસ્કાઉન્ટ 15 ટકા ઘટાડશે, તો આવતા વર્ષથી તમને માત્ર 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
ફૂટવેર સ્ટોક્સમાં રોકાણકારોને ફાયદો થશે? પગરખાં બનાવતી કંપનીઓનાં શેર્સમાં તેજી આવી શકે છે. વાત એમ છે કે, લેધર અને ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને પણ પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમનો લાભ મળી શકે છે. સરકાર આ સ્કીમ ફૂટવેર કંપનીઓમાં લાગુ કરવા અંગે વિચારી રહી છે. જો આવું થશે તો, ફૂટવેર કંપનીઓની આવકમાં ધરખમ વધારો થશે અને તગડો નફો પણ કમાવવા મળશે. આવી સ્થિતિમાં ફૂટવેર કંપનીઓના શેર્સમાં લેવાલી વધી શકે છે. શેરબજારમાં કાર્યરત કેટલીક ફૂટવેર કંપનીઓમાં રેલેક્સો, બાટા, મેટ્રો, ખાદીમ, લિબર્ટી, શ્રી લેધર્સ, મિરઝા ઈન્ટરનેશનલ અને કેમ્પસ એક્ટિવનો સમાવેશ થાય છે.
વીમાનો ક્લેમ ફટાફટ મેળવવામાં આધાર મદદરૂપ થશે ઘણા લોકોને ઈન્સ્યૉરન્સ ક્લેમ ફાઈલ કર્યા બાદ પરેશાનીનો સામનો કરવો પડે છે. વીમા કંપની તરફથી ક્લેમના પૈસા ચૂકવવામાં વિલંબ થવાથી વીમો લેનારા લોકોએ હેરાન થવું પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વીમા ઉદ્યોગના નિયમનકાર ઈરડાએ વીમા કંપનીઓને સૂચના આપી છે કે, પૉલિસીનો સાચો લાભાર્થી શોધવા માટે તેઓ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. પૉલિસીનો સાચો લાભાર્થી કોણ છે તેની ઓળખ ન થવાથી વીમા કંપનીઓ ક્લેમના પૈસા ચૂકવતી નથી, પરંતુ આધાર કાર્ડનો ઉપયોગ કરવાની મળવાથી આ કામ ઝડપથી થઈ શકે છે. સરકાર પણ પ્રત્યેક નાગિરકનું ABHA ID ક્રિએટ કરવા માંગે છે, જેને આધાર સાથે લિન્ક કરવામાં આવશે. આને કારણે, પૉલિસીધારકને ક્લેમ આપવામાં નડતી ઓળખની સમસ્યાનો કાયમી અંત આવી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો