April auto sales: Hyundaiના વેચાણમાં વધારો, TATAને લાગ્યો ઝટકો!
મે મહિનો શરૂ થઇ ગયો છે. દેશની ઓટો સેકટરની કંપનીઓ એપ્રિલ મહિનાના વેચાણના આંકડા જાહેર કરી રહી છે. સોમવારે ઓટો કંપનીઓએ જે આંકડા જાહેર કર્યા છે તે અનુસાર હ્યુન્ડાઇના ઓટો સેલ્સમાં વધારો જોવા મળ્યો છે જ્યારે દેશની દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર્સને ઝટકો લાગ્યો છે.
Money9: મે મહિનો શરૂ થઇ ગયો છે. દેશની ઓટો સેકટરની કંપનીઓ એપ્રિલ મહિનાના વેચાણના આંકડા જાહેર કરી રહી છે. સોમવારે ઓટો કંપનીઓએ જે આંકડા જાહેર કર્યા છે તે અનુસાર હ્યુન્ડાઇના ઓટો સેલ્સમાં વધારો જોવા મળ્યો છે જ્યારે દેશની દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર્સને ઝટકો લાગ્યો છે. બીજી તરફ કિઆ મોટર્સના વેચાણમાં મોટો જમ્પ જોવા મળ્યો છે. મારુતિ સુઝુકીએ એપ્રિલ મહિનાના આંકડા જાહેર કર્યા છે. કંપનીના કુલ હોલસેલ વેચાણમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનામાં કંપનીએ 1,60,529 યૂનિટ્સનું વેચાણ કર્યું છે. ગયા મહિને સ્થાનિક વેચાણમાં 9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કંપનીએ એપ્રિલ 2022માં 1,32,248ની સરખામણીએ એપ્રિલ 2023માં 1,43,558 યૂનિટ્સનું વેચાણ કર્યું. Swift, Celerio, Ignis, Baleno અને Dzire જેવા કોમ્પેક્ટ સેગમેન્ટમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે.
મારુતિ ઉપરાંત કિયા મોટર્સે એપ્રિલ મહિનામાં વેચાણમાં 22 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. કંપનીએ કુલ 23216 યૂનિટ્સનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત નિસાન મોટર્સના ડોમેસ્ટિક સેલ્સમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હ્યુન્ડાઇ મોટર્સનું એપ્રિલનું વેચાણ 3.5 ટકા વધીને 58201 યૂનિટ્સ નોંધાયું છે. બીજી તરફ ટાટા મોટર્સનું વેચાણ 4 ટકા ઘટીને 69599 યૂનિટ્સ રહ્યું છે. જે એપ્રિલ 2022માં 72468 હતું. જ્યારે એમજી મોટર્સનું વેચાણ બમણું થઇ ગયું છે.
Published - May 1, 2023, 05:32 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો