Money9: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) એ બુધવારે ભારતીય બજારમાં તેની બહુપ્રતીક્ષિત SUV Jimny લોન્ચ કરી છે. કંપનીએ આ કાર ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો દરમિયાન રજૂ કરી હતી. તેની કિંમત રૂ. 12.74 લાખથી શરૂ થાય છે, જ્યારે તેના ટોપ વેરિઅન્ટની કિંમત રૂ. 15.05 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) સુધી જાય છે. મારુતિ સુઝુકી જિમ્નીને કંપની દ્વારા કુલ 6 વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે, તેની કિંમત વર્તમાન મહિન્દ્રા થારના એન્ટ્રી લેવલ રિયર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ કરતાં લગભગ રૂ. 2.20 લાખ સુધી વધુ મોંઘી છે.
આ રહી Jimnyની કિંમત
કંપનીએ જાહેરાત કરી કે ફોર-વ્હીલ ડ્રાઇવ મોડલના મેન્યુઅલ ટ્રીમ્સની કિંમત રૂ. 12.74 લાખ અને રૂ. 13.85 લાખની વચ્ચે રહેશે, જ્યારે 4-સ્પીડ ઓટોમેટિક ટ્રીમ્સની કિંમત રૂ. 13.94 લાખ અને રૂ. 15.05 લાખની વચ્ચે હશે. કંપનીએ તેને 5 ડોર મોડલ સાથે રજૂ કરી છે. તેમાં 1.5-લિટર પેટ્રોલ એન્જિન છે. કંપનીએ તેને બે એન્જિન વેરિઅન્ટ Zeta અને Alpha સાથે રજૂ કરી છે. MSI એ જણાવ્યું હતું કે મોડલના ઓટોમેટિક ટ્રીમ્સ 16.94 kmpl ની માઇલેજ આપશે જ્યારે 5-સ્પીડ મેન્યુઅલ વેરિઅન્ટ્સ 16.39 kmplની માઇલેજ આપશે. કંપની નેક્સા ડીલરશીપ દ્વારા જીમ્નીનું વેચાણ કરશે.
Jimnyની પૂરી રેન્જ
Zeta MT – 12.74 લાખ રૂપિયા Zeta AT – 13.94 લાખ રૂપિયા Alpha MT – 13.69 લાખ રૂપિયા Alpha AT – 14.89 લાખ રૂપિયા Alpha MT (Dual Tone) – 13.85 લાખ રૂપિયા
MSI મેનેજિંગ ડિરેક્ટર અને CEO હિસાશી ટેકયુચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જિમ્ની (5-ડોર) નું લોન્ચિંગ એ અમારા SUV પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે અને દેશની સૌથી મોટી SUV ઉત્પાદક બનવાના અમારા લક્ષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.” તેમણે કહ્યું કે સુઝુકી મોટર કોર્પોરેશન માટે ભારત માત્ર સ્થાનિક બજાર તરીકે જ નહીં પરંતુ વૈશ્વિક નિકાસ આધાર તરીકે પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
Jimny ફક્ત 33,550 માં તમારી બની શકે છે
કંપનીએ કહ્યું કે મોડલને 33,550 રૂપિયાથી શરૂ થતા સબસ્ક્રિપ્શન સાથે પણ ખરીદી શકાય છે. MSI અપેક્ષા રાખે છે કે SUV સેગમેન્ટમાં ટોચનું સ્થાન મેળવવા માટે બ્રેઝા, ફ્રૉન્ક્સ અને ગ્રાન્ડ વિટારા જેવા અન્ય મૉડલ્સ સાથે જિમ્ની પણ મહત્વની ભૂમિકા ભજવશે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક ચાલુ નાણાકીય વર્ષમાં 25 ટકા બજાર હિસ્સા સાથે SUV સેગમેન્ટમાં અગ્રણી સ્થાન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો