Money9: ભારતમાં SUV લવર્સ મારુતિ સુઝુકી જિમ્નીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ ઑફ-રોડ SUVની કિંમત આવતા મહિને જાહેર કરવામાં આવશે. મારુતિ જિમ્નીને ગયા જાન્યુઆરીમાં અનવીલ કરવામાં આવી હતી અને તે વખતે તેનો લુક અને ફીચર્સ તેમજ એન્જિન અને પાવર તેમજ અન્ય ફિચર્સ જાહેર કરવામાં આવ્યા હતા. હવે જિમ્નીની મીડિયા ડ્રાઈવ દરમિયાન તેની માઈલેજની વિગતો સામે આવી છે. તમે પણ જાણી લો કે મારુતિ સુઝુકી જિમ્નીના મેન્યુઅલ અને ઓટોમેટિક વેરિએન્ટ્સની માઇલેજ શું છે અને શું તે મહિન્દ્રા થારના ગ્રાહકોને વિચારતા કરી મૂકશે.
એન્જિન અને પાવર
ઑફ-રોડ SUV વિશે એક સામાન્ય ધારણા એવી છે કે તે માઇલેજમાં સારી નથી હોતી. મહિન્દ્રા થારે આ ધારણાને પણ સાચી સાબિત કરી. પરંતુ હવે મારુતિ જિમ્ની લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરી રહી છે. 5-ડોરની મારુતિ જિમ્ની 1.5L K15B નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 5-સ્પીડ મેન્યુઅલ અથવા 4-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે સજ્જ છે. આઇડલ સ્ટાર્ટ/સ્ટોપ ટેકનોલોજીથી સજ્જ, જીમ્ની 6,000rpm પર 105bhpનો પીક પાવર અને 4,000rpm પર 134.2Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
કેટલી માઈલેજ?
હવે માઈલેજની વાત કરીએ તો મારુતિ સુઝુકી જિમ્નીના મેન્યુઅલ વેરિઅન્ટની માઈલેજ 16.94 Kmpl છે અને ઓટોમેટિક વેરિઅન્ટની માઈલેજ 16.39 kmpl છે. ઑફ-રોડ SUVમાં 2WD-High, 4WD-High અને 4WD-લો જેવા રાઇડિંગ મોડ્સ સાથે કંપનીની AllGrip Pro ઑલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો