Money9: માત્ર ભારત જ નહીં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણી એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ છે. હમણાં જ તેમણે 7 કરોડની રોલ્ય રોઇસ કાર ખરીદી છે. તેમનું મુંબઇનું 27 માળનું નિવાસ્થાન એન્ટિલિયા લગભગ 5000 કરોડના ખર્ચે બન્યું છે. પરંતુ શું તમને ખબર છે અંબાણીનું તેમના વતન સૌરાષ્ટ્રમાં પણ એક ઘર છે જે 100 વર્ષ જનું છે. આજકાલ આ ઘર ચર્ચામાં છે.
અંબાણી પરિવારના પૈતૃક ઘરની ચર્ચા એટલા માટે થઈ છે કે ચારથી પાંચ કરોડના ખર્ચે આ ઘરનો રેનોવેશન કરવામાં આવ્યું છે. અહીં એક થિયેટર પણ છે જેમાં ધીરુભાઈ ના જીવન પર એક ફિલ્મ બતાવવામાં આવે છે. ધીરુભાઈનું ઘર કે જ્યાં તેમણે નાનપણમાં સમય વિતાવ્યો હતો આજે તેમની યાદમાં તેમના દીકરાઓ દ્વારા ત્યાં ધીરુભાઈ હિરાચંદ અંબાણી મેમોરિયલ હાઉસ બનાવવામાં આવ્યું છે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસનું ઉદ્ઘાટન 2011માં અંબાણી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઘરનો એક ભાગ જનતા માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની મુલાકાત મંગળવારથી રવિવાર સુધીમાં સવારે 9:30 થી સાંજે પાંચ કલાક સુધીમાં લોકો લઈ શકે છે. આ ઘરમાં એન્ટ્રી માટે બે રૂપિયા ફી રાખવામાં આવી છે.
ધીરુભાઇ અંબાણી મેમોરિયલ હાઉસ અગાઉ માંગરોલાવાલાનો ડેલો તરીકે ઓળખાતું હતું. ધીરુભાઇ અંબાણીના પિતા પ્રાથમિક શિક્ષક હતા અને ભાડેથી આ મોટા પરંપરાગત મકાનના એક ભાગમાં રહેતા હતા. વર્ષ 2002માં અંબાણી પરિવાર દ્વારા આ સંપત્તિની ફરીથી ખરીદી કરવામાં આવી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. જ્યાં ધીરુભાઈ અંબાણી બાળપણમાં રહેતા હતા ત્યાં ધીરુભાઈ અંબાણી ફાઉન્ડેશન શરૂ કરવામાં આવ્યું હતું. મુકેશ અંબાણીના પિતા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાંખનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ આ ઘરમાં થયો હતો.
જોકે આ ઘર હવે ચર્ચામાં એટલા માટે છે કે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બે માળની આ હવેલીની મૂળ વાસ્તુકલા જાળવી રાખવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાણી પરિવાર એ આ ઘરમાં જુનવાણી પિત્તળ તાંબાના વાસણ, લાકડાના ફર્નિચર, પરિવારની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતી વસ્તુઓને પણ અહીં સાચવી રાખી છે.
અંબાણી પરિવારની આ સંપત્તિ 1.2 એકર જમીનમાં ફેલાયેલી છે. આ ઘર ચારે તરફથી હરિયાળીથી ઘેરાયેલું છે. અહીં ઉદ્યાન ક્ષેત્ર છે જેને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક ભાગ લોકો માટે, એક ભાગ અંગત પ્રાંગણ અને એક ભાગમાં નાળિયેરનો બગીચો ઉભો કરાયો છે
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો