Mony9: ભારતીય ટેલિકોમ સેક્ટરની મોટી પ્લેયર Jio હવે UPI પેમેન્ટ્સમાં પ્રવેશવા જઈ રહી છે. આ સેગમેન્ટમાં Jioની એન્ટ્રી સાથે, Paytm અને PhonePe જેવી મોટી કંપનીઓને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. Jio એ રિટેલ આઉટલેટ્સ પર Jio Soundbox ઓફર કરવાનું શરૂ કર્યું છે. પેટીએમ સાઉન્ડબોક્સ માટે આ સીધો પડકાર છે… જિયો પે એપ સેવામાં સાઉન્ડબોક્સ પણ ઉમેરાતા કંપનીનું પ્રભુત્વ વધશે. Paytm, PhonePe અને Google Pay પહેલેથી જ આ સેગમેન્ટમાં મજબૂત સ્થાન ધરાવે છે. જોકે, પેટીએમ પેમેન્ટ બેંક સામે આરબીઆઈની કાર્યવાહીને કારણે પેટીએમને મોટા સંકટનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જિયોએ સાઉન્ડબોક્સનું ટ્રાયલ શરૂ કર્યું છે…
ભારત અને ચાર દેશોની યુરોપિયન સંસ્થા EFTA એ Goods and servicesના વેપારને વધારવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA પર હસ્તાક્ષર કર્યા છે… ફ્રી ટ્રેડ કરાર હેઠળ, EFTA ભારતમાં 15 વર્ષમાં લગભગ 100 અબજ ડોલરનું રોકાણ કરશે. … આનાથી લગભગ 10 લાખ નવી નોકરીઓનું સર્જન થશે…. આઈસલેન્ડ, લિક્ટેંસ્ટેઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ EFTA ના સભ્યો છે. આ કરારને કારણે ભારતમાં યુરોપનો સામાન સસ્તો ઉપલબ્ધ થશે…ઇમ્પોર્ટેડ ગુડ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી નહીં લાગે તો લોકો હાઇ ક્વોલિટી સ્વિસ પ્રોડકટ્સ જવી કે ઘડિયાળો, ચોકલેટ, બિસ્કિટ ઓછી કિંમતે ખરીદી શકશે…તો બીજી તરફ ભારતીય ઉત્પાદનો પણ આ દેશોમાં સરળતાથી ઉપલબ્ધ થશે.
આવકવેરા વિભાગે એક ઈ-અભિયાન શરૂ કર્યું છે, જેના દ્વારા એવા કરદાતાઓને ઈમેલ અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે જેમનો ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ચૂકવેલો ટેક્સ તેમના નાણાકીય વ્યવહારો સાથે મેળ નથી ખાતો. આ મામલે સીબીડીટીએ કહ્યું કે આઈટી વિભાગ આવા કરદાતાઓ અને સંસ્થાઓની ઓળખ કરી રહ્યું છે અને તેમને ઈમેલ અને એસએમએસ મોકલીને એલર્ટ કરી રહ્યું છે… જેથી લોકો તેમના ટેક્સની પુનઃ ગણતરી કરી શકે અને 15 માર્ચ પહેલા તેમનો એડવાન્સ ટેક્સ જમા કરી શકે… આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ ટેક્સ જમા કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ નક્કી કરી છે. વિભાગે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ પાસે કરની જવાબદારી બાકી હોય, તો તે અપડેટેડ રિટર્ન દ્વારા વ્યાજ સહિત બાકીની રકમ જમા કરાવી શકે છે.
દેશના લોકોની ફેવરિટ બની ગયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે એક નવા સ્વરૂપમાં દેખાવા જઈ રહી છે…રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 9 માર્ચે બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ એટલે કે BEMLના પ્લાન્ટમાં વંદે ભારતના સ્લીપર કોચનું અનાવરણ કર્યું હતું. મહત્વનું છે કે BEML સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને ડિફેન્સ, સ્પેસ, માઇનિંગ, કન્સ્ટ્રક્શન, રેલવે અને મેટ્રો જેવા વિવિધ ક્ષેત્રો માટે ઉત્પાદનો બનાવે છે. તેને વંદે ભારત સ્લીપરના 10 ટ્રેનસેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. વૈષ્ણવે કહ્યું કે વંદે ભારત ટ્રેનના 3 વર્ઝન છે – ચેર કાર, સ્લીપર અને મેટ્રો.
UPI હવે પાડોશી દેશ નેપાળમાં પણ કામ કરશે. NPCIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે UPI યૂઝર્સ નેપાળી મર્ચન્ટને QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ એટલે કે NIPL અને નેપાળના સૌથી મોટા પેમેન્ટ નેટવર્ક ફોનપે પેમેન્ટ સર્વિસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, પાડોશી દેશમાં UPI દ્વારા ચૂકવણી શરૂ થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના પ્રથમ તબક્કામાં, ભારતીય યૂઝર્સ UPI-ઇનેબલ્ડ એપનો ઉપયોગ કરીને નેપાળના વિવિધ મર્ચન્ટ્સને ઝડપી, સુરક્ષિત અને કન્વેનિયન્ટ UPI પેમેન્ટ કરી શકે છે. …
જો તમે શેરબજારમાં રોકાણ કરવાનું ઇચ્છતા હોવ તો આ અઠવાડિયે અડધો ડઝનથી વધુ કંપનીઓના IPO આવી રહ્યો છે. તેમાંથી 2 આઇપીઓ મુખ્ય બોર્ડના જ્યારે 6 આઇપીઓ એસએમઇ સેગમેન્ટના હશે. એસએમઇ સેગમેન્ટની કંપની એનફ્યૂઝ સોલ્યુશન્સ, ઉપરાંત અન્ય 7 કંપનીઓ આઇપીઓ દ્વારા માર્કેટમાંથી 1073 કરોડ એકત્ર કરશે. જેમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઇપીઓ આ સેગમેન્ટમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. જો લિસ્ટિંગની વાત કરીએ તો આ સપ્તાહે 8 શેરોનું લિસ્ટિંગ થશે. જેમાં 12 માર્ચે આર.કે.સ્વામી, વી.આર.ઇન્ફ્રાસ્પેસના શેર લિસ્ટ થશે. 13 માર્ચે સોના મશીનરી અને જેજી કેમિકલ્સના શેર લિસ્ટ થશે. 14 માર્ચે, શ્રી કરણી ફેબકોમ, કોરા ફાઇન ડાયમંડ અને ગોપાલ સ્નેક્સ, 12 માર્ચે પુણે ઇ-સ્ટોક બ્રોકિંગના શેર લિસ્ટ થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો