Money9: લંચબોક્સમાં જોઇએ અત્યાર સુધીના મહત્વના સમાચાર.
BISએ જ્વેલરીના હોલમાર્કિંગમાં કર્યો ફેરફાર
ભારતીય માનક બ્યૂરો એટલે કે BISએ જ્વેલરીના હોલમાર્કિંગમાં ફેરફાર કર્યો છે..આ ફેરફાર હેઠળ BIS Care Appમાં છ અંકોનો હોલમાર્કિંગ આઇડી કોડ નાંખશો તો હોલમાર્કિંગ કરનારા જ્વેલરનું નામ નહીં જોવા મળે પરંતુ તેના બદલે તેનો લાયસન્સ નંબર જોવા મળશે. જ્વેલર્સ એસોસિએશનની માંગ પર બીઆઇએસે આ નિર્ણય લીધો છે. બીઆઇએસે એક એપ્રિલ 2023થી દેશના 288 જિલ્લામાં છ અંકોવાળી હોલમાર્કિંગ આઇડીની વ્યવસ્થા લાગુ કરી હતી.
ગોલ્ડ ETFનું આકર્ષણ વધ્યું
નાણાકીય અનિશ્ચિતતાના સમયમાં સુરક્ષિત રોકાણ માટે ગોલ્ડ ETFનું આકર્ષણ વધ્યું છે….એપ્રિલમાં ગોલ્ડ ETFમાં કુલ 124 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આની અગાઉના મહિને ગોલ્ડ ETFમાંથી ઉપાડ થયો હતો…ગોલ્ડ ઇટીએફથી માર્ચમાં રોકાણકારો 266 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાની કિંમતોમાં જોરદાર તેજી આવી છે. સોનાની કિંમતો વધવાથી રોકાણકારોએ જોખમ લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
ઘર વપરાશ માટે IOC આપશે CNG કનેક્શન
સરકારી ક્ષેત્રની ઓઇલ કંપની આઇઓસીએ પણ લોકોને ઘરોમાં સીએનજી અને પીએનજી કનેક્શન આપવાના શરૂ કર્યા છે. કંપની જલદી આખા દેશમાં આ સુવિધા શરૂ કરશે. કંપનીની 1.5 કરોડ લોકોને સીએનજી અને પીએનજી કનેક્શન આપવાની યોજના છે. એલપીજીની તુલનાએ પીએનજીનું કનેક્શન વધારે સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થઇ શકે છે. એલપીજીની તુલનામાં આ ઇંધણ સસ્તું પડે છે. ઇન્ડિયન ઓઇલે તમિલનાડુમાં એરવાયો ટેક્નોલોજીસની સાથે મળીને એક પ્લાન્ટ લગાવ્યો છે જ્યાં સીએનજી સિલિન્ડરનું ટેસ્ટિંગ યૂનિટ લગાવાયું છે.
દેશમાં આ વખતે ચોમાસું મોડું
આ વર્ષે દેશમાં ચોમાસું મોડું આવી શકે છે. IMDએ 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરુઆત સામાન્ય રીતે 1 જૂનથી થાય છે. ગયા વર્ષે ચોમાસુ 29 મેના રોજ જ્યારે 2021માં 3 જૂને પહોંચ્યું હતું. હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાઇમેટે પણ ચોમાસામાં વિલંબની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસુ જો નબળું રહેશે તો ખાદ્ય મોંઘવારીમાં વધારો થઇ શકે છે. અને લોકોને આકરી ગરમીથી જલદી છુટકારો નહીં મળે.
એમેઝોન પર ઓનલાઇન શોપિંગ કરવાનું પડશે મોંઘું
એમેઝોન પર ઓનલાઇન શોપિંગ કરવાનું મોંઘું પડશે..એમેઝોન ઇન્ડિયાએ કેટલીક કેટેગરીમાં સેલરનું કમિશન વધાર્યું છે. એપેરલ, બ્યૂટી, ગ્રોસરી અને મેડિસિન કેટેગરીમાં 31 મેથી સેલરની ફીમાં વધારો થશે..સેલરનું કમિશન 8.5 ટકાથી લઇને 40 ટકા સુધી વધારવામાં આવશે. સેલરની ફી વધવાથી કેટલીક પ્રોડક્ટ્સ એમેઝોન પર મોંઘી થઇ જશે.કારણ કે વિક્રેતા વધેલી ફીનો બોજ ગ્રાહકો પર નાંખશે. સેલર ફી એ એવું કમિશન છે જે એમેઝોન પર વેચાણ કરનારા વિક્રેતાઓ પાસેથી વસૂલવામાં આવે છે. એમેઝોનની જેમ અન્ય ઇ-કોમર્સ કંપનીઓ પણ ફીમાં વધારો કરી શકે છે.
ચોરી થયેલા મોબાઇલને શોધવા સંચાર સાથી પોર્ટલની શરુઆત
ટેલીકોમ વિભાગે સંચાર સાથી પોર્ટલની શરુઆત કરી છે. લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલને ટ્રેક કરી શકશે. સંચાર સાથી પોર્ટલથી ફોનને બ્લોક પણ કરી શકાશે. સંચાર સાથી પોર્ટલનું પહેલું પગથિયું સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિફિકેશન રજિસ્ટર છે. આ પોર્ટલ પર મોબાઇલ ફોન ખોવાઇ જવાની સૂચના આપી શકાય છે. પોર્ટલ ઓળખ સંબંધી વેરિફિકેશન થઇ ગયા બાદ કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓ અને ટેલીકોમ કંપનીઓનો સંપર્ક કરશે. તમારા ખોવાયેલા ફોનને તરત બ્લોક કરી દેવામાં આવશે. જેનાથી ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલને ટ્રેક કરવામાં સરળતા રહેશે. જુનો મોબાઇલ ખરીદતાં પહેલાં તેની સત્યતાની ચકાસણી કરી શકાશે.
જુના કેસોના નિકાલ માટે રાષ્ટ્રીય પેન્શન અદાલતની શરુઆત
પેન્શનના જુના કેસોના નિકાલ કરવા માટે રાષ્ટ્રીય પેન્શન અદાલતની શરુઆત કરવામાં આવી છે. આ કોર્ટમાં જુના કેસોની સુનાવણી અને તેનું સામાધાન કરવામાં આવશે. મહત્વનું છે કે અત્યાર સુધી સાત અખિલ ભારતીય પેન્શન અદાલતોનું આયોજન થયું છે. જેમાં 24 હજાર 218 કેસો લેવામાં આવ્યા અને 17 હજાર 235 કેસોનું સામાધન કરવામાં આવ્યું છે. 2017માં પ્રાયોગિક આધારે પેન્શન અને પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા પેન્શન અદાલતની પહેલ કરવામાં આવી હતી. આ પહેલથી પેન્શનર્સની ફરિયાદોનું તાત્કાલિક સમાધાન થશે. કેસનો નિકાલ થવાથી સમયસર પેન્શન શરૂ થઇ શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો