સ્મોકિંગ કરનારા લોકોનો ખર્ચ વધી જશે, કારણ કે, કંપનીઓએ સિગારેટની કિંમત વધારી દીધી છે. મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, તમાકુ કંપની ITC અને Godfrey Phillips Indiaએ ભાવ વધારી દીધા છે. કંપનીઓએ કિંમતમાં 3 ટકાથી 5 ટકાનો વધારો કર્યો છે. ભારતનાં સિગારેટ માર્કેટનો 50 ટકાથી પણ વધારે હિસ્સા પર આ બંને કંપનીનો કબજો છે, એટલે આ બે કંપનીએ ભાવ વધાર્યાં હોવાથી અન્ય કંપનીઓ પણ ભાવમાં વધારો કરશે તેવી પ્રબળ શક્યતા છે.
ITC અને Godfrey Phillipsએ સિગારેટના ભાવ વધાર્યાં હોવાથી આ બંને કંપનીના શેર પર અસર પડી શકે છે. બુધવારે બજાર ખુલશે ત્યારે આ બંને કંપનીના શેરની કિંમત વધી શકે છે. 16 મે, મંગળવારે ITCના શેરમાં થોડીક નરમાઈ જોવા મળી હતી અને ભાવ 432 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. Godfrey Phillips Indiaના શેર પણ નજીવા વધીને રૂ.1,712ના સ્તરે બંધ રહ્યા હતા.
Published - May 16, 2023, 09:13 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો