Money9: તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોને બેંગલુરુની બહાર એક વિશાળ જમીન ખરીદી છે. તેની કિંમત 300 કરોડ રૂપિયા છે. આ કંપની આઇફોન બનાવતી એપલ માટે આઇફોન બનાવે છે. આઇફોન સપ્લાયર ફોક્સકોને મંગળવારે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ પગલું ચીનની બહાર અન્ય દેશોમાં ઉત્પાદનમાં વિવિધતા લાવવા માટે લેવામાં આવ્યું છે. લંડન સ્ટોક એક્સચેન્જને આપેલા નિવેદનમાં, ફોક્સકોને બેંગ્લોર એરપોર્ટ નજીક, દેવનાહલ્લીમાં 1.2 મિલિયન ચોરસ મીટર (13 મિલિયન ચોરસ ફૂટ) જમીન સંપાદન કરવાની જાહેરાત કરી હતી.
ફોક્સકોનની પેટાકંપની કંપની હોન હાઇ ટેક્નોલોજી ઇન્ડિયા મેગા ડેવલપમેન્ટ જમીન માટે 3 અબજ રૂપિયા (37 મિલિયન ડોલર) ચૂકવી રહી છે. ફોક્સકોન સત્તાવાર રીતે હોન હાઇ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે. તે વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક અને Apple iPhonesની મુખ્ય એસેમ્બલર છે. Foxconn ભારતમાં 2019થી તમિલનાડુમાં તેના પ્લાન્ટમાં Apple હેન્ડસેટનું ઉત્પાદન કરી રહી છે.
આ સિવાય ફોક્સકોનનું બીજું એક એકમ વિયેતનામના ન્ધે એન પ્રાંતમાં 4,80,000 ચોરસ મીટરની જગ્યા માટે જમીન અધિગ્રહણ કરવા જઈ રહ્યું છે. એપલનું ભારતમાં વિસ્તરતું ઉત્પાદન એ પીએમ મોદીની “મેક ઇન ઈન્ડિયા” વ્યૂહરચનાને પ્રોત્સાહન આપે છે, જેમાં તેમણે વિદેશી કંપનીઓને દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં મેન્યુફેક્ચરિંગ કરવા માટે વિનંતી કરી છે. Apple ભારતમાં પોતાનું બધુ જોર લગાવી રહી છે અને તેના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂકે ગયા મહિને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં તેના પ્રથમ બે રિટેલ સ્ટોર ખોલ્યા હતા.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો