SGBમાં રોકાણની તક
સરકાર ફરી એકવાર તમને સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની તક આપી રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 હેઠળ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન સોનામાં રોકાણ કરવાની તક મળશે. જોકે, ગોલ્ડ બોન્ડ કયા દરે જાહેર કરવામાં આવશે તેની માહિતી હજુ આપવામાં નથી આવી.
Olaનું નવું સ્કૂટર લોન્ચ
Ola ઈલેક્ટ્રીકે ભારતમાં S1X ઈલેક્ટ્રીક સ્કૂટરનું એક નવું વેરિઅન્ટ લોન્ચ મોટા બેટરી પેક સાથે લોન્ચ કર્યું છે. તેમાં 4kWhની બેટરી મળશે. કંપનીનો દાવો છે કે તેને ફુલ ચાર્જ કરવા પર 190kmની રેન્જ મળશે. કંપનીએ ઈ-સ્કૂટરના નવા વેરિઅન્ટની કિંમત 1.10 લાખ રૂપિયા એક્સ-શોરૂમ રાખી છે.
શિમલા-મનાલી માટે ખાસ પેકેજ
જો તમે શિમલા, કુલુ કે મનાલી જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ 8 દિવસ અને 7 રાતનું છે. સૌપ્રથમ પ્રવાસીઓ ફ્લાઇટ દ્વારા કોચીથી ચંદીગઢ પહોંચશે. ત્યારબાદ ચંદીગઢથી શિમલા અને પછી મનાલી જશે. પેકેજમાં તમે રોહતાંગ પાસની પણ મુલાકાત લઇ શકશો. આ 2 રાત શિમલા, 3 રાત મનાલી અને 2 રાત ચંદીગઢનું પેકેજ છે… આમાં તમને 7 બ્રેકફાસ્ટ અને 7 ડીનરની સુવિધા મળશે. પેકેજમાં તમને IRCTC ટૂર મેનેજરની સુવિધા પણ મળી રહી છે. કિંમત વિશે વાત કરીએ તો, તમારે સિંગલ ઓક્યુપન્સી માટે વ્યક્તિ દીઠ 66,060 રૂપિયા, ડબલ ઓક્યુપન્સી માટે 52,030 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે 49,680 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
વ્યાજ દરો ઘટવાની આશા ઓછી
RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક થવાની છે. નાણાકીય પોલિસી સમિતિની ત્રણ દિવસીય બેઠક 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. નિષ્ણાતોના મતે હાલમાં EMIમાં વધારો થવાની આશા ઓછી છે. છેલ્લી વૃદ્ધિના એક વર્ષ પછી આરબીઆઇ આ અઠવાડિયે દરો યથાવત રાખી શકે છે. જો કે સરકારે બજેટમાં ડેફિસિટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે દર ટૂંક સમયમાં ઘટશે, પરંતુ આવું થવાની આશા ઓછી છે.
હવે ફ્રાન્સમાં પણ UPIથી પેમેન્ટ
હવે તમે તમારા UPIથી ફ્રાન્સમાં પણ પેમેન્ટ કરી શકશો…. ફ્રાન્સે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPIને પોતાના દેશમાં કામ કરવા માટે મંજૂરી આપી છે… ભારતની NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને ફ્રાન્સની લાયરા સાથે મળીને UPI પેમેન્ટની સર્વિસ આપશે. આ સાથે, ફ્રાન્સ UPI સેવા શરૂ કરનાર પ્રથમ યુરોપીયન દેશ બની ગયો છે… આ સેવાની શરૂઆત સાથે, ભારતીય પ્રવાસીઓ હવે UPI નો ઉપયોગ કરીને એફિલ ટાવરની ટિકિટ ઓનલાઈન ખરીદી શકશે… ગયા વર્ષે, ભારતીય સરકારે 10 દેશોના NRI માટે UPI સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
GST કલેક્શન વધારવાની યોજના
સરકાર GST કલેક્શન વધારવાની યોજના ધરાવે છે… રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક GST કલેક્શન આશરે 1.85 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ વર્ષે સરેરાશ માસિક GST કલેક્શન આશરે 1.66 લાખ કરોડ રૂપિયા હતું. બજેટમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન 10.68 લાખ કરોડના જીએસટી કલેક્શનનો અંદાજ છે. આ રકમ 2023-24ના 9.57 લાખ કરોડ રૂપિયા કરતાં 11 ટકા વધુ છે. જીએસટી કલેક્શન વધારવા માટે સરકાર ટેક્સ ચોરો પર વધુ કડક કાર્યવાહી કરશે અને કોમ્પ્લાયન્સને વધારવાનો પ્રયાસ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો