Money9: લંચબોક્સમાં અત્યાર સુધીના મહત્વના સમાચારો.
એલઆઇસીને Q4માં બમ્પર નફો થયો
સરકારી જીવન વીમા કંપની એલઆઇસીને નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં બમ્પર નફો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ 13,428 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. ગયા વર્ષની તુલનામાં તેમાં 466 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં એલઆઇસીને 2371 કરોડ રૂપિયાનો નફો થયો હતો. વીમા કંપનીએ નફાથી ખુશ થઇને ત્રણ રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. એલઆઇસીનું શુદ્ધ પ્રીમિયમ આવક માર્ચ મહિનામાં 8 ટકા ઘટીને 1.31 લાખ કરોડ રૂપિયા રહી છે.. આખા નાણાકીય વર્ષ 2023માં ચોખ્ખો નફો ભારે ઉછાળા સાથે 35,997 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે.
Netflix એકાઉન્ટ શેરીંગ પોલિસીમાં કરશે ફેરફાર
OTT પ્લેટફોર્મ Netflix એકાઉન્ટ શેરીંગ પોલિસીમાં ફેરફાર કરવાનું છે. એક એકાઉન્ટને જો વધારે લોકો વાપરતા હશે તો વધુ પૈસા ચૂકવવા પડશે. નવા નિયમો હાલ અમેરિકા અને બ્રિટનમાં લાગુ થયા છે. જેને ટૂંક સમયમાં જ ભારત સહિત અન્ય દેશોમાં લાગુ કરવામાં આવશે. સસ્તા પ્લાનમાં વધારાના મેમ્બર જોડવાની સુવિધા નહીં મળે. મોંઘા પ્લાનમાં એકસ્ટ્રા ચાર્જ આપીને વધારાના મેમ્બર ઉમેરી શકાશે.
ઉડ્યન ભરતા પહેલાં DGCAનું ઓડિટ
એરલાઇન ઉડ્ડયનો ફરી શરૂ કરે તે પહેલા તૈયારીઓનું ડીજીસીએ ઓડિટ કરશે. રોકડ સંકટનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટની ફ્લાઇટ 3 મહિનાથી બંધ છે. હાલ એરલાઇન સ્વૈચ્છિક દેવાળિયા સમાધાન કાર્યવાહીમાં છે. ગો-ફર્સ્ટે બની શકે તેટલી ઝડપથી ફરી ઉડ્યન ચાલુ કરવાના સંકેતો આપ્યા છે. ઓપરેશન શરૂ થતા પહેલાં કર્મચારીઓને એપ્રિલ મહિનાનો પગાર તેમના ખાતામાં નાંખવામાં આવશે. પરંતુ હજુ સુધી ગો-ફર્સ્ટનું સંચાલન કઇ તારીખે શરૂ થશે તેને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી.
નોટો પાછી ખેંચવાથી વ્યાજ દરો પર અનુકૂળ પ્રભાવ
ભારતીય સ્ટેટ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાથી લિક્વિડીટી, બેંક જમા અને વ્યાજ દરો પર અનુકૂળ પ્રભાવ પડશે. બે હજાર રૂપિયાની નોટને બદલવા કે જમા કરવા માટે 131 દિવસનો સમય આપવામાં આવ્યો છે. 2000 રૂપિયાની નોટ સ્વરૂપે કુલ 3 લાખ 60 હજાર કરોડ રૂપિયાની કરન્સી બજારમાં છે. આ બધી રકમ બેંકિંગ પ્રણાલીમાં પાછી આવવાની આરબીઆઇને આશા છે. RBIના આ નિર્ણયથી રોકડ, બેંક જમા અને વ્યાજ દરો પર પ્રતિકૂળ અસર જોવા મળશે. 2000 રૂપિયાની નોટ પાછી ખેંચાવાથી વ્યાજ દરોમાં ઘટાડો થઇ શકે છે. આ નિર્ણયથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન મળશે.
RBI: મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા
આ સમાચાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે. કારણ કે મોંઘવારીમાં ઘટાડો થવાની શક્યતા છે. RBI ગર્વનર શકિતકાંતા દાસે મોંઘવારી દર 4.7 ટકાની નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે. મોંઘવારીને કાબૂમાં રાખવા માટે લેવામાં આવેલા પગલા હજુ ચાલુ રહેશે. રાજકોષીય ખાદ્યમાં પણ થોડોક ઘટાડો થયો છે. નાણાકીય સેક્ટરમાં મજબૂત સ્થિતિ સાથે બેંકોની કુલ NPA ડિસેમ્બરના અંત સુધીમાં 4.4 ટકા રહી છે. એક સમયે બેંકો માટે NPA ચિંતાનો વિષય હતી. પરંતુ હવે આ ચિંતા ઘટી છે જે એક સારો સંકેત છે.
બિલ માટે મોબાઇલ નંબર આપવાની જરૂર નહીં
રિટેલર્સ તેમની સેવાઓ માટે ગ્રાહક પાસેથી મોબાઇલ નંબર નહીં માંગી શકે. ગ્રાહક બાબતોના મંત્રાલયે રિટેલ વિક્રેતાઓ માટે નિર્દેશ જાહેર કર્યો છે. રિટેલ વિક્રેતા સેવાઓ આપવા માટે ગ્રાહકો પાસેથી જબરજસ્તી તેમનો મોબાઇલ નંબર માંગતા હોવાની ફરિયાદો મંત્રાલયને મળી હતી. ભારતમાં ગ્રાહકોએ બિલ બનાવવા માટે પોતાનો મોબાઇલ નંબર આપવાની જરૂર નથી. રિટેલર્સ બિલ બનાવવા માટે ગ્રાહકો પાસેથી જબરજસ્તી મોબાઇલ નંબર માંગી રહ્યા હતા. આ આખો કેસ નિયમોના ઉલ્લંઘનનો છે.
HDFC ડિફેન્સ ફંડે NFOની છેલ્લી તારીખ ઘટાડી
એચડીએફસી ડિફેન્સ ફંડે NFOની છેલ્લી તારીખમાં ઘટાડો કર્યો છે. હવે 2 જૂનના બદલે 30 મે સુધી અરજી કરી શકાશે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ 19મે ના રોજ ડિફેન્સ સેક્ટર માટે ન્યૂ ફંડ ઓફર લઇને આવ્યું હતું. શેરોની સંખ્યા અને રોકાણ વિકલ્પ સીમિત હોવાથી NFOની અવધિ ઘટાડવામાં આવી છે. NFOના માધ્યમથી HDFC ડિફેન્સ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રની કંપનીઓના શેરોમાં રોકાણ કરશે. ફંડ પર્ફોર્મન્સને નિફ્ટી ઇન્ડિયા ઇન્ડેક્સ પર બેંચમાર્ક કરવામાં આવશે. ફંડ મેનેજર બધા આકારની ડિફેન્સ કંપનીઓમાં પોતાનું રોકાણ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો