હવે ONDC પર નાણાકીય સેવાઓ
ફૂડ અને ગ્રોસરી ડિલિવરી શરૂ થયા બાદ હવે સરકારી ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC પર નાણાકીય સેવાઓ ઉપલબ્ધ થશે. ONDC એ એક બ્લુપ્રિન્ટ બહાર પાડી છે અને ડેવલપર પ્લેટફોર્મ GitHub પર વેચવામાં આવનારા નાણાકીય ઉત્પાદનોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સાથે જ બેંકો, NBFC, બાયર અને સેલર એપ્સ પાસેથી પર્સનલ લોન, ગિફ્ટ કાર્ડ અને ઇન્વૉઇસ આધારિત ક્રેડિટ વગેરે પ્રોડક્ટ્સ માટે ફિડબેક પણ માંગવામાં આવ્યો છે. ફિડબેક બાદ ONDC પ્રોટોકોલની ડિઝાઇન તૈયાર કરશે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગી શકે છે.
ઘઉંના ભાવ રેકોર્ડ ઉંચાઇએ
ભારતીય ઘઉંના ભાવ છ મહિનાની વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. ઘઉં વધુ માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે મોંઘા થઈ રહ્યા છે…. તહેવારોની મોસમ પહેલા મજબૂત માંગની પણ કિંમતો પર અસર પડી રહી છે….વધતી કિંમતોને કારણે ખાદ્ય ફુગાવામાં વધારો થશે.. આનાથી સરકાર અને આરબીઆઈ દ્વારા વધતી જતી મોંઘવારીને રોકવાના પ્રયાસો નિરર્થક સાબિત થઈ શકે છે. તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખેડૂતો ઘઉં વેચવા માટે નથી આવી રહ્યા.. જેના કારણે બજારમાં ઘઉંની ઉપલબ્ધતા પર પણ અસર પડી રહી છે.
ICICI બેંકની મોનસૂન ઓફર
ICICI બેંકે તેના ગ્રાહકો માટે મોનસૂન બોનાન્ઝા ઓફર રજૂ કરી છે.. લેપટોપ, ફ્લાઈટ્સ, મોબાઈલ ફોન, હોટલ બુકિંગ સહિતની તમામ કેટેગરીમાં ગ્રાહકોને ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહી છે. બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અને નેટબેંકિંગથી લેવડદેવડ કરનારાને 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને કેશબેક આપી રહી છે.. Apple, Dell, Samsung, LG, MakeMyTrip, OnePlus, Qatar Airways, Flipkart, Tata Cliq, Yatra જેવી ટોચની બ્રાન્ડ્સ અને પ્લેટફોર્મ્સ પર ગ્રાહકો એક્સક્લૂઝિવ ઑફર્સના લાભો ઉઠાવી શકે છે…
મૂનલાઇટિંગ પર તવાઇ
જો તમે ગયા વર્ષે મૂનલાઇટિંગથી કમાણી કરી હોય…અને તેની માહિતી આવકવેરા વિભાગથી છુપાવી હોય….તો હવે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો….આવકવેરા વિભાગે આવા અનેક પ્રોફેશનલ્સને નોટિસ મોકલી છે…આવકવેરા વિભાગ એવા લોકો પર નજર રાખે છે જેઓ તેમના નિયમિત પગારમાંથી વધારાની આવક મેળવે છે અને તે આવકવેરા રિટર્નમાં જાહેર કરતા નથી….. મૂનલાઇટિંગનો અર્થ એ છે કે એક કર્મચારી પોતાની ફૂલ ટાઇમ પરમેનન્ટ નોકરી સાથે કોઇ અન્ય કંપની માટે પણ કામ કરીને કમાણી કરે છે.
ગેમિંગ કંપનીએ 350ને છૂટા કર્યા
ઈ-સ્પોર્ટ્સ અને સ્કિલ ગેમિંગ સ્ટાર્ટઅપ મોબાઈલ પ્રીમિયમ લીગ એટલે કે એમપીએલે લગભગ 350 કર્મચારીઓની છટણી કરી છે. આ ભારતમાં તેના કુલ કર્મચારીઓના 50 ટકા છે. MPLએ યુનિકોર્નનો દરજ્જો હાંસલ કર્યો છે.ઓનલાઈન ગેમિંગ પર 28% GST લાદ્યા બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. એમપીએલના સહ-સ્થાપક સાઈ શ્રીનિવારસ અને શુભ મલ્હોત્રાએ કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું કે, નવા નિયમોને કારણે અમારા પર ટેક્સનો બોજ 350 થી 400 ટકા વધશે. આટલો મોટો વધારો અથવા બોજ સહન કરવા માટે આપણે આવા ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડશે.
ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ્સ વધ્યા
આજકાલ વધુ ક્રેડિટ કાર્ડ રાખવાના કારણે અને તેના દ્વારા ખરીદી કરવાને કારણે ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ્સમાં પણ વધારો થયો છે. 31 માર્ચ, 2022 સુધીમાં, દેશમાં ક્રેડિટ કાર્ડનું કુલ ડિફોલ્ટ રૂ. 3,122 કરોડ હતું, જે વધીને 31 માર્ચ, 2023 સુધીમાં રૂ. 4,072 કરોડ થઈ ગયું છે. આ 1.94 ટકાનો વધારો દર્શાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો