અંશુમાન તિવારી
પંજાબ-હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતો ગત સોમવાર 26 ફેબ્રુઆરીએ જ્યારે એમએસપી પર ભારતના WTO છોડવાની માંગ કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ અબુધાબીમાં બંધબારણે બેઠકોમાં નેગોશિએટર બેચેનીથી પાસા બદલી રહ્યાં હતા. ખાદ્ય સુરક્ષા માટે ખેડૂતો પાસેથી મોટી સંખ્યામાં અનાજ ખરીદવાના કેસમાં ભારત કોઇ રોકટોક નથી ઇચ્છતું. અંદાજે 80 દેશ ભારતના મંતવ્ય સાથે સંમત છે. મિજાજ આક્રમક છે એટલે બેચેની વધી ગઇ છે.
મહત્વનું છે કે જૂન 2022માં જિનિવાની બેઠકને નિષ્ફળતાથી બચાવવાનો શ્રેય ભારતને મળ્યો હતો. વાત હતી મત્સ્યપાલન એટલે કે ફિશિંગ પર સબસિડી ઘટાડવાની. કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલની આગેવાનીમાં ભારતીય પ્રતિનિધિ મંડળે વિકાસશીલ દેશો માટે ઉલ્લેખનીય ફાયદા મેળવ્યા હતા. આ બેઠકમાં ચીને પણ સમંત થવું પડ્યું હતું.
અબૂધાબીની બેઠકમાં ભારત અનાજ ભંડાર માટે સમર્થન મૂલ્ય અને સબસિડી પર WTOના નિયમોમાં ફેરફાર ઇચ્છે છે જેથી ખેડૂતો પાસેથી મહત્તમ અનાજ ખરીદી શકાય. ખાદ્ય સુરક્ષાની શરતો ઉદાર બનાવવા માટે ભારત WTOમાં જી-33 દેશોની આગેવાની કરી રહ્યું છે જેમાં 80 દેશ સામેલ છે, દુનિયાની 61 ટકા વસતી આ દેશોમાં રહે છે.
સમદ્રોમાં દૂર સુધી માછલી પકડવાનો મુદ્દો પણ વિવાદિત છે. ભારત ઇચ્છે છે કે મોટા દેશ તેમના એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોનથી બહાર ફિશિંગ રોકે અને સબ્સિડી પર ઓછામાં ઓછા 25 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂકે.
જોગાનુજોગ WTOની બેઠક પહેલા સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દુનિયાનું સૌથી મોટું અનાજ ભંડાર બનાવવાની વાત કરી છે. આ સંદેશ સીધી રીતે WTO માટે છે. ભારતના નેગોશિએન્સ ટીમની તૈયારીઓ અને અનૌપચારીક ચર્ચાઓથી સમજી શકાય છે કે ખેડૂત આંદોલન વચ્ચે ખાદ્ય સુરક્ષા મુદ્દે કોઇ સમજૂતી કરવાની સ્થિતિમાં નહીં હોય.
ભારતનો તર્ક સ્પષ્ટ છે કે વિકસિત દેશ 11 વર્ષથી સ્થગિત કૃષિ અનાજ સંગ્રહ પર સંમત નથી થઇ રહ્યા. તેમની પ્રાથમિકતા રોકાણ અને બિન વ્યાપારી મુદ્દાઓ પર છે જે સ્વીકાર્ય નથી.
બેઠકમાં સર્વસંમતિની નક્કર આશા હજુ સુધી નથી બની. જિનિવાની ખેંચતાણ વચ્ચે નેગોશિએટર્સે ખાસ્સી તૈયારી પણ કરી છે. અહીં તગડી સોદાબાજી થવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે WTO ચર્ચાઓમાં અંતિમ દિવસે જ તસવીર સ્પષ્ટ થાય છે.
અંદાજે 3 દશક જુની WTOની મંત્રીસ્તરીય બેઠકો સર્વસમંતિથી વધુ મતભેદો માટે કુખ્યાત છે. દુનિયાના બે ભાગમાં યુદ્ધ અને અંદાજે 60 દેશોમાં ચૂંટણી વચ્ચે આવુ માનનારા ઘણાં છે. જો ભારત ઇચ્છશે ત્યારે જ અબૂધાબીથી કોઇ મોટુ પરિણામ બહાર આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો