અંશુમાન તિવારી
મંત્રણાના બીજા દિવસે, વિકાસ એજન્ડા પર ચર્ચા થઈ હતી જે આ કોન્ફરન્સનો મુખ્ય વિષય છે. આ બેઠક ચીન વિરુદ્ધ ભારતમાં ફેરવાઈ ગઈ. ચીન સહિત લગભગ 125 દેશોએ ઈન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન ડેવલપમેન્ટ ડ્રાફ્ટ પર એક અભિપ્રાય બનાવ્યો છે જેમાં સભ્ય દેશો પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપશે.ચીનની સાથે દક્ષિણ કોરિયા અને ચિલી પણ આ પ્રસ્તાવને આગળ વધારી રહ્યા છે.
ભારત અને દક્ષિણ આફ્રિકાએ આ દરખાસ્તને WTO સિસ્ટમ વિરુદ્ધ ગણાવી હતી જ્યાં વેપારની ચર્ચા થાય છે અને રોકાણની નહીં. તેમનું કહેવું હતું કે આ માત્ર દેશોના એક સમૂહ દ્વારા બનેલી સર્વસંમતિ છે, તે કોઈ સમજૂતી નથી. તેથી તેને એજન્ડામાં રાખી શકાય નહીં.
WTO રોકાણને વાટાઘાટોનો એક ભાગ બનાવવાનો વિરોધ 1996થી ચાલી રહ્યો છે. 2004 માં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી દોહા રાઉન્ડનો એજન્ડા અમલમાં ન આવે ત્યાં સુધી રોકાણ પર કોઈ ચર્ચા નહીં થાય. જોકે, 2015માં નૈરોબીની બેઠકમાં WTOનું વલણ બદલાયું હતું. ત્યારે નિર્ણય લેવાયો હતો કે જો તમામ સભ્યો સહમત થશે તો નવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. ભારતીય પક્ષે સંકેત આપ્યો કે વિરોધ પ્રદર્શન બાદ તેને એજન્ડામાં સામેલ કરવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે.
મંત્રણામાં ચીનની સક્રિયતા ખૂબ જ નોંધનીય છે. ફિશિંગ સબસિડી પર પણ ચીનનું વલણ અડિંગો નાંખનારુ છે. તે જ વધુમાં વધુ સબસિડી પણ આપે છે.
માત્ર ચીન સાથે જ નહીં પરંતુ અમેરિકા સાથે પણ ઊંડા મતભેદો નજરે પડી રહ્યા છે. વિદેશમાં વસતા ભારતીયોના રેમિટન્સ પર ટેક્સ ઘટાડવાના પ્રસ્તાવ સાથે અમેરિકા સહમત નથી. યુરોપિયન સમુદાયે અગાઉ તેને સમર્થન આપ્યું હતું પરંતુ હવે કેટલાક નવા વિકલ્પો સાથે આવી રહ્યા છે.
સૂત્રો જણાવી રહ્યા છે કે અમેરિકા WTO વિવાદ ડિસ્પ્યુટ રિઝોલ્યૂશન સિસ્ટમમાં અપીલ મિકેનિઝમ સુધારવા માટે પણ તૈયાર નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો