Money9: મે મહિનામાં ભારતની રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. રશિયાથી આયાત સાઉદી અરેબિયા, ઈરાક, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને યુએસ પાસેથી સામૂહિક રીતે ખરીદવામાં આવેલા ઓઇલના આંકડાને પણ વટાવી ગઈ છે.
ડેટા અનુસાર, ભારતે મે મહિનામાં રશિયા પાસેથી પ્રતિદિવસ 1.96 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જે એપ્રિલથી 15 ટકા વધુ છે. ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો યુક્રેન યુદ્ધ પહેલા એક ટકા કરતા પણ ઓછો હતો તે વધીને 42 ટકા થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં કોઇ એક દેશ માટે આ સૌથી વધુ હિસ્સેદારી છે. ભારતે મે મહિનામાં સાઉદી અરેબિયામાંથી ક્રૂડની આયાત ઘટાડીને 5,60,000 ટન કરી હતી. ફેબ્રુઆરી 2021 પછી આ સૌથી નીચું સ્તર છે.
OPECનો હિસ્સો 90% થી ઘટીને 39% થયો
ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ-ઓપેકનો ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં હિસ્સો મે મહિનામાં ઘટીને 39 ટકાની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચી ગયો છે. પહેલા આ શેર 90 ટકા સુધીનો હતો. ભારતે મે મહિનામાં દરરોજ 4.7 મિલિયન બેરલ તેલની આયાત કરી હતી. આમાં ઓપેકનો હિસ્સો 1.8 મિલિયન બેરલ હતો. એપ્રિલમાં તે 2.1 મિલિયન બેરલથી નીચે હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ભારતની આયાતમાં રશિયન તેલનો હિસ્સો સતત વધી રહ્યો છે. આ સતત આઠમો મહિનો છે જ્યારે રશિયા ભારતનું સૌથી મોટું ઓઇલ સપ્લાયર રહ્યું છે.
Published - June 5, 2023, 02:37 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો