વિદેશ પ્રવાસ કરનારા સાંભળી લો
વિદેશ પ્રવાસ દરમિયાન વધુ ખર્ચ કરનારાઓએ હવે પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. વિદેશ પ્રવાસ દરમિયાન અથવા લિબરલાઈઝ્ડ રેસિડેન્સી સ્કીમ એટલે કે LRS હેઠળ 7 લાખ રૂપિયાથી વધુના ખર્ચ પર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા છે. હાલમાં TCSનો આ દર માત્ર 5 ટકા છે. અત્યાર સુધી, કોઈપણ એક નાણાકીય વર્ષમાં રૂ. 7 લાખ સુધીના LRS ટ્રાન્સફર પર કોઈ TCS લાગતો નથી, 1 ઓક્ટોબરથી પણ આ જોગવાઇ ચાલુ રહેશે. હાલમાં, વિદેશી ટૂર પેકેજની ખરીદી પર 5 ટકા TCS વસૂલવામાં આવે છે અને 1 ઓક્ટોબરથી 7 લાખ રૂપિયા સુધીના આવા ખર્ચ પર 5 ટકા ટીસીએસ લાગુ પડશે, પરંતુ ખર્ચની રકમ જેવી 7 લાખ રૂપિયાથી વધશે તો TCSનો દર વધીને 20 ટકા થઇ જશે.
કેબલ ટીવીના નિયમો નોટિફાઇડ થયા
સરકારે કેબલ ટીવી નેટવર્ક નિયમ-1994માં ફેરફારને નોટિફાઇડ કરી દીધા છે. આ રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ માટે ચીજો સરળ બનાવવા અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે કેબલ ઓપરેટરોના પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વહેંચણીની પણ સુવિધા આપે છે. મલ્ટી સિસ્ટમ ઓપરેટર એટલે કે MSO રજીસ્ટ્રેશન માટેના બદલાયેલા નિયમો દરેક જગ્યાએ ઇન્ટરનેટના એક્સેસને પ્રોત્સાહન આપવા માટે બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સની સાથે કેબલ ઓપરેટરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવાની મંજૂરી આપે છે. રિવાઇઝ્ડ રૂલ્સ રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલ માટે ઓનલાઇન સર્વિસ ઉપલબ્ધ કરાવવાની સાથે રજિસ્ટ્રેશન કે રિન્યુઅલ 10 વર્ષના સમયગાળા માટે પ્રદાન કરવાની મંજૂરી આપે છે. નિયમો અનુસાર, રજિસ્ટ્રેશનના રિન્યૂઅલ માટે એક લાખ રૂપિયાનો પ્રોસેસિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે.
વીમા કંપનીઓને કરોડોની નોટિસ
GSTની કથિત ચોરી અંગે ચાલી રહેલી તપાસના સંબંધમાં, છ વીમા કંપનીઓને રૂ. 3,000 કરોડની નોટિસ મોકલવામાં આવી છે, જેમાંથી એક ICICI લોમ્બાર્ડ છે… આ વીમા કંપનીઓ પર આરોપ છે કે તેમને કો-ઇન્શ્યોરન્સ કંપનીઓ પાસેથી કમિશન મેળવ્યું હોવા છતાં રિ-ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GSTની ચુકવણી નથી કરી. આ સંદર્ભે જ આ નોટિસ મોકલવામાં આવી છે…
ભારતનું વિદેશી દેવું વધ્યું
છેલ્લા એક વર્ષમાં ભારતના વિદેશી દેવામાં વધારો થયો છે. જો કે, ગયા વર્ષ દરમિયાન વિદેશી દેવાની વૃદ્ધિની ગતિ ખુબ ઊંચી નથી રહી. રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, જૂન 2023 સુધી ભારતનું કુલ બાહ્ય દેવું 629 બિલિયન ડોલર હતું, જે એક વર્ષ અગાઉ એટલે કે જૂન 2022 સુધીના કુલ બાહ્ય દેવાં કરતાં 2.7 ટકા વધુ છે.
ઘરોનું વેચાણ વધ્યું
રિયલ એસ્ટેટના સંદર્ભમાં, જુલાઈ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે દેશના ટોચના સાત શહેરોમાં ઘરનું વેચાણ 36 ટકા વધીને 1,20,280 યૂનિટની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 88,230 હાઉસિંગ યુનિટનું વેચાણ જોવા મળ્યું હતું. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ એનારોકે હાઉસિંગ વેચાણ અંગેનો ડેટા જાહેર કર્યો છે. ડેટા અનુસાર, 2023ના એપ્રિલથી જૂન ક્વાર્ટર દરમિયાન કુલ 1,15,100 હાઉસિંગ યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 5 ટકાથી વધુ હોમ સેલ્સ જોવા મળ્યું છે.
NPS હવે સર્વત્ર ઉપલબ્ધ
હવે NPS દેશની તમામ બેંક શાખાઓ અને પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ થશે… PFRDA એ લોકોને NPS સરળતાથી સુલભ કરાવવા માટે તમામ બેંક શાખાઓ અને પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. PFRDA એ ન્યૂ પેંશન સિસ્ટમ વિતરણ માટે ક્ષેત્રીય ગ્રામિણ બેંકો અને બેંક કોરસપોન્ડન્ટને સાથે જોડ્યા છે. આનાથી ગામડાઓ અને નાના શહેરોમાં પણ લોકો સરળતાથી આ પેન્શન યોજનાનો લાભ મેળવી શકશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો