ઇલેક્ટ્રિક હાઇવેના વિકાસ અંગે અનેક કંપનીઓ સાથે ચર્ચાઃ નિતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ આર્થિક રીતે સક્ષમ ઇલેક્ટ્રિક હાઇવેના વિકાસ માટે ઘણી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.
Money9: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ આર્થિક રીતે સક્ષમ ઇલેક્ટ્રિક હાઇવેના વિકાસ માટે ઘણી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ જણાવ્યું હતું કે ટકાઉ વિકાસ એ અંતિમ લક્ષ્ય છે અને આ માટે પરિવહન ક્ષેત્રમાં ઓછા ખર્ચે, પ્રદૂષણમુક્ત અને સ્વદેશી ટેકનોલોજી વિકસાવવાની જરૂર છે. તેમણે મોટી કંપનીઓને ટકાઉ બિઝનેસ મોડલ બનાવવા માટે આગળ આવવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે, ” ગઈકાલે જ મેં ટાટા અને કેટલાક અન્ય પક્ષો સાથે આર્થિક રીતે સદ્ધર ઇલેક્ટ્રિક હાઇવે બનાવવા વિશે ચર્ચા કરી હતી.” ગડકરીએ થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવાનો ખ્યાલ રજૂ કર્યો હતો. ગડકરીએ કહ્યું કે, “જે રીતે આપણા શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, તેમાં છેવટે આપણે આપણા શહેરી કાયદાઓમાં સુધારો કરવાની જરૂર પડશે. બેંગલુરુ જેવા શહેરમાં લોકોને ઓફિસ પહોંચવામાં બે કલાક લાગે છે.
તેમણે કહ્યું કે લોકોને સમજાવવાની જરૂર છે કે પાણીમાંથી હાઇડ્રોજન બનાવવા જેવી વસ્તુઓ હવે શક્ય બની છે અને આ કાર્ય માટે આપણી પ્રતિભા અને જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું કે સર્ક્યુલર ઇકોનોમીને અપનાવવાથી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને આયાત ઘટાડવામાં ઘણી મદદ મળશે. કોપર અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો ફરીથી ઉપયોગ કરવાથી વાહનના સ્પેરપાર્ટ્સ ઉત્પાદનના ખર્ચમાં 20-25 ટકાનો ઘટાડો થઈ શકે છે.
Published - May 11, 2023, 02:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો