IMFએ 2023 માટે રિવાઈઝ્ડ આઉટલૂક જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનનો ફાળો 50 ટકા જ્યારે એશિયા-પેસિફિકનો ફાળો 70 ટકા રહેશે. ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે જ્યારે ચીન રિકવરી મોડમાં છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ એશિયા માટેના આઉટલૂકને બદલ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે, ગ્લોબલ ગ્રોથમાં અડધાથી પણ વધુ યોગદાન ભારત અને ચીન આપશે. વૈશ્વિક સંસ્થાએ 2 મે, 2023ના રોજ જાહેર કરેલા રિવાઈઝ્ડ આઉટલૂકમાં નોંધ્યું છે કે, 2023માં એશિયા-પેસિફિકનો GDP 4.6 ટકા વધશે. 2022માં એશિયા-પેસિફિકનો GDP ગ્રોથ રેટ 3.8 ટકા હતો. દુનિયા 2023માં જે વૃદ્ધિદર હાંસલ કરશે, તેમાં અડધાથી પણ વધુ ફાળો તો માત્ર ભારત અને ચીન આપશે જ્યારે એશિયા-પેસિફિકના અન્ય દેશોનો ફાળો પાંચમા ભાગનો રહેશે.
IMFએ અગાઉ ઓક્ટોબર0-2022માં જે આઉટલૂક જાહેર કર્યો હતો, તેમાં એશિયા-પેસિફિકનો GDP રેટ 2023માં 4.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પરંતુ મે-2023માં જાહેર કરેલા આઉટલૂકમાં આ ગ્રોથ રેટનો અંદાજ 0.3 ટકા વધારીને 4.6 ટકા વ્યક્ત કર્યો છે. સંસ્થાને આશા છે કે, ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને ચીન રિવકવરીના માર્ગે છે.
IMFએ ચીન માટે ગ્રોથનો આઉટલૂક વધારીને 5.2 ટકા કર્યો છે જ્યારે મલેશિયા માટે 4.5 ટકા અને ફિલિપાઈન્સ માટે 4 ટકા અંદાજ આપ્યો છે. ભારત માટે IMFએ 2023માં 5.9 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો છે.
એશિયા પેસિફિકના અન્ય દેશો માટે IMFએ આઉટલૂક ડાઉનગ્રેડ પણ કર્યો છે. આ દેશોમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. સંસ્થાએ જણાવ્યું છે કે, 2023માં એશિયામાં ભારત અને ચીન સિવાયના દેશોમાં ગ્રોથ બોટમ આઉટ થઈ જવાની ધારણા છે.
Published - May 2, 2023, 02:56 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો