Money9 Gujarati:
હવામાન વિભાગે ચોમાસું મોડું બેસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, આ વખતે ચોમાસું પહેલી જૂને નહીં, પરંતુ 4 જૂને બેસશે. ખાનગી કંપની સ્કાયમેટે ચોમાસું 7 જૂને બેસવાની આગાહી કરી છે. ગયા વર્ષે હવામાન વિભાગે 27 મેની આગાહી કરી હતી, પરંતુ ચોમાસું બે દિવસ મોડું બેઠું હતું. છેલ્લાં 5 વર્ષનો ડેટા જોઈએ તો, 2018માં હવામાન વિભાગે 29 મેના રોજ, ચોમાસુ બેસવાની આગાહી કરી હતી, પરંતુ વરસાદની શરૂઆત 29 મેથી થઈ હતી. 2019માં 6 જૂનની આગાહી હતી અને ચોમાસું 8 જૂનથી શરૂ થયું હતું. 2020માં 5 જૂનની જગ્યાએ 1 જૂને અને 2021માં 31 મેની જગ્યાએ 3 જૂને ચોમાસું બેઠું હતું. ખાનગી એજન્સી સ્કાયમેટનો દાવો છે કે, છેલ્લાં 15 વર્ષમાં તેણે કરેલી આગાહી 11 વખત સાચી પડી છે. હવે, જોઈએ આ વખતે કોની આગાહી સાચી પડે છે. ભારતમાં સામાન્ય રીતે, ચોમાસાની શરૂઆત 1 જૂનથી થાય છે. નેઋત્યુના પવનો સાથે આવતું ચોમાસું કેરળથી શરૂ થાય છે અને ગુજરાતમાં 15 જૂનથી વરસાર વરસે છે.
ચોમાસુ જો નબળું રહેશે તો ખાદ્ય મોંઘવારીમાં વધારો થઇ શકે છે. અને લોકોને આકરી ગરમીથી જલદી છુટકારો નહીં મળે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2023માં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આ વર્ષે ચાર દિવસના વિલંબ સાથે કેરળ પહોંચવાની ધારણા છે. 5 જૂન સુધીમાં દક્ષિણનાં રાજ્યમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં પહેલી જૂને વરસાની એન્ટ્રી થાય છે અને તેની સાથે દેશમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે. હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે, જો વરસાદ સામાન્ય રહેશે તો અનાજનું ઉત્પાદન પણ સામાન્ય રહેશે. ખેડૂતો સામાન્ય રીતે 1 જૂનથી ઉનાળુ પાકની વાવણી શરૂ કરતા હોય છે. આ એ સમય છે જ્યારે ચોમાસું ભારતમાં પહોંચે છે. પાકની વાવણી ઓગસ્ટની શરૂઆત સુધી ચાલુ રહે છે.
સંબંધિત સમાચારઃ ભારતમાં ચોમાસું ક્યારથી શરૂ થશે? સાંભળો હવામાન વિભાગનો શું છે અંદાજ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો