Money9: Hyundai 10 જુલાઈના રોજ ભારતીય બજારમાં તેની નવી સબ-કોમ્પેક્ટ SUV ઓલ ન્યૂ એક્સટર (EXTER) લોન્ચ કરશે. જ્યારે તેની ડિલિવરી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, એક્સટર દેશની પહેલી સબ-4-મીટર SUV હશે જેના તમામ વેરિએન્ટમાં સુરક્ષા માટે 6 એરબેગ્સ મળશે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. તે 5 વેરિઅન્ટ EX, S, SX, SX(O) અને SX(O) માં લોન્ચ કરવામાં આવશે. જોકે, લોન્ચિંગ પહેલા તેના કેટલાક ફોટો લીક થઈ ગયા છે. વેન્યૂની સરખામણીમાં તે નાની કાર છે. પેરામેટ્રિક ફ્રન્ટ ગ્રિલની ડિઝાઇન વેન્યુમાં જોવા મળતી ડિઝાઇન જેવી જ છે. ભારતમાં, તેની સ્પર્ધા Tata Punch, Nissan Magnite, Renault Kiger અને Marutની ઓલ ન્યૂ ફ્રોંક્સ સાથે થશે.
હ્યુન્ડાઈ એક્સ્ટરનું એક્સટીરિયર અને ઈન્ટીરિયર
ટ્રીમ લેવલના આધારે તેમાં સ્પ્લિટ હેડલેમ્પ યુનિટ, LED DRLs, LED પ્રોજેક્ટર લેમ્પ્સ અને રેન સેન્સિંગ વાઇપર્સનો સમાવેશ થાય છે. તેમાં 15 ઇંચના એલોય વ્હીલ્સ મળશે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ સારું દેખાઇ રહ્યું છે. તેને ‘H’ આકારની LED ડે ટાઈમ રનિંગ લાઇટ સાથે ચોકોર ગ્રિલ મળશે, જેમાં રૂફ રેલ, બોડી ક્લેડીંગ, LED ટેલ લેમ્પ્સ અને સિંગલ-પેન સનરૂફ મળશે. કનેક્ટેડ કાર ટેક્નોલોજી તેમાં મળી શકે છે. તેમાં આરામદાયક કેબિન, લેટેસ્ટ ઈન્ફોટેનમેન્ટ પણ મળશે. એક્સટર મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે આવશે.
Hyundai એક્સટરના સેફ્ટી ફિચર્સ
આ માઇક્રો એસયુવીમાં ગ્રાન્ડ i10 નિઓસની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, ક્રુઝ કંટ્રોલ, મલ્ટીપલ ચાર્જિંગ વિકલ્પો, 6 એરબેગ્સ, હિલ-હોલ્ડ આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને ઘણાંબધા બેઝિક ફિચર્સ મળી શકે છે. તેના તમામ વેરિયન્ટમાં 6 એરબેગ્સ પણ મળી શકે છે. કુલ મળીને તેમાં 40 સેફ્ટી ફીચર્સ મળશે. એવું માનવામાં આવે છે કે સુરક્ષા માટે પણ તેમાં ઘણા એડવાન્સ ફીચર્સ મળી શકે છે. સાથે જ તેમાં બ્લુલિંક કનેક્ટિવિટી પણ મળી શકે છે.
હ્યુન્ડાઇ એક્સટરનું એન્જિન અને ટ્રાન્સમિશન
એક્સટરને ઓગસ્ટ 2023 સુધીમાં, તહેવારની સીઝન પહેલા લોન્ચ કરવામાં આવી શકે છે. તેમાં 1.2 લિટર, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 83 hp પાવર અને 113.8 Nm ટોર્ક જનરેટ કરશે. તેને 5 સ્પીડ મેન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. તે પછીથી 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર CNGમાં પણ લોન્ચ થઈ શકે છે. તેની શરૂઆતની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો