Money9: આપણા દેશમાં લગ્ન એક ખર્ચાળ પ્રસંગ ગણાય છે. લોકો લગ્નમાં પોતાની હેસિયત કરતા વધારે ખર્ચ કરે છે, એટલું જ નહીં આજે લગ્ન એક મોટી ઇન્ડસ્ટ્રી બની ગઇ છે.
રમેશનાં હજુ હમણાં જ લગ્ન નક્કી થયાં છે. રમેશના પરિવારજન તેના માટે એક લેવિશ વેડિંગ ઇચ્છે છે. પરંતુ રમેશ અને તેની ભાવિ પત્ની બન્ને લગ્ન પર વધારે ખર્ચ કરવા નથી માંગતા. બન્ને લોકો ખર્ચને લઇને સમજદાર છે અને ઇચ્છે છે કે ઓછા ખર્ચે લગ્ન થાય. પરંતુ ઘરવાળાની ઇચ્છા પણ પૂરી કરવી છે એટલે સાદાઇથી લગ્ન પણ ન કરી શકે.
હવે રમેશ આ જ બાબતને લઇને વિચારમાં પડ્યો છે અને તેની ભાવિ પત્ની સાથે આ અંગે ચર્ચા પણ ચાલુ છે. જો તમે પણ આવી કોઇ દુવિધામાંથી પસાર થઇ રહ્યાં છો અને ઓછા ખર્ચે પણ લોકો નોંધ લે તેવા લગ્ન કરવા માંગો છો તો આ રિપોર્ટ તમારા માટે છે.
લગ્ન એક ખર્ચાળ પ્રસંગ
આપણા દેશમાં લગ્ન એક ખર્ચાળ પ્રસંગ ગણાય છે. લોકો લગ્નમાં પોતાની હેસિયત કરતા વધારે ખર્ચ કરે છે, એટલું જ નહીં આજે લગ્ન એક મોટી ઇન્ડસ્ટ્રી બની ગઇ છે. લોકો લગ્નના કાર્ડ, ફોટોગ્રાફી, કપડાં, વેન્યૂ, ખાણી-પીણી, ડેકોરેશન વગેરે પર લાખો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ શું ઓછા ખર્ચે આ તમામ ચીજો મળી શકે છે? આના માટે તમારી પાસે શું વિકલ્પ ઉપલબ્ધ છે? ચાલો અમે તમને જણાવીએ.
તમારી પાસે શું છે વિકલ્પ?
તો સૌથી પહેલા તો વાત આવે છે લગ્નમાં કાર્ડની, જે એક જરૂરી ખર્ચ ગણાય છે. કાર્ડ એટલે કે કંકોત્રી વગર લગ્નની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પરંતુ આજની ડિજિટલ દુનિયામાં ફિઝિકલ કાર્ડના બદલે ઇ-કાર્ડથી કામ ચલાવી શકાય છે. ઇ-કાર્ડનો ખર્ચ નોર્મલ કાર્ડની તુલનામાં પાંચથી દસ ગણો ઓછો આવે છે. આનાથી તમારા પૈસા પણ બચશે. તમે એક ક્રિએટિવ કાર્ડ પણ લોકોને મોકલી શકો છો.
લગ્નમાં એક બીજો જરૂરી ખર્ચ પ્રોફેશનલ વેડિંગ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીનો થાય છે. દરેક વ્યક્તિ જીવનની આ યાદગાર પળોને સાચવીને રાખવા માંગે છે. અહીં પણ પૈસા બચાવવાનો એક ઉપાય છે. કોઇ મોટા પ્રોફેશનલ ફોટોગ્રાફરના બદલે, કોઇ નવા પરંતુ સારા ફોટોગ્રાફરથી કામ ચલાવો. તે અનુભવી ફોટોગ્રાફરની તુલનામાં ઓછા પૈસા લેશે. જેનાથી તમે ઘણાં રૂપિયા બચાવી શકશો.
હવે વાત આવે છે વેન્યૂની, તો બેંક્વેટ હૉલ કે હોટલ માટે તમારે સૌથી વધુ ખર્ચ કરવો પડે છે. આવા સંજોગોમાં તમે કોઇ ખુલ્લા મેદાન કે કોઇ સરકારી હોલ કે સોસાયટીના કોમન પ્લોટમાં લગ્નનું ફંકશન રાખી શકો છો. આનાથી પણ તમારા ઘણાં રૂપિયા બચી જશે. પોતાના લગ્નમાં દરેકને સારુ દેખાવું હોય છે એટલે લોકો લાખો રૂપિયા ડિઝાઇનર કપડાં પાછળ ખર્ચ કરે છે. જે તમારા બજેટને ઘણું વધારી દે છે. પરંતુ આના માટે એ જરૂરી નથી કે ડિઝાઇનર કપડા જ લેવામાં આવે. તમે કોઇ સારા લોકલ દરજી પાસે કપડાં સીવડાવી શકો છો, કે પછી ટ્રેડિશનલ કપડાં પહેરી શકો છો, જે વધારે મોંઘા નથી હોતા.
લગ્ન હોય અને ખાવા-પીવાની ચર્ચા ન થાય તેવું તો કેમ બને. લગ્નમાં ખાણી-પીણીની ઢગલો આઇટમ્સ રાખવાના બદલે, કેટલીક ગણતરીની પરંતુ સ્વાદિષ્ટ વાનગીઓ રાખો. કારણ કે ક્વોન્ટિટી મેટર નથી કરતી પરંતુ ક્વાલિટી જરૂર કરે છે. બીજી એક વાત…કોઇ મોટી કેટરિંગ કંપનીને કેટરિંગનો ઓર્ડર આપવાના બદલે કોઇ સારી હોમ કુક્ડ કેટરિંગ સર્વિસને ઓર્ડર આપી શકો છો. કે પછી કોઇ સારા રસોઇયા પાસે ખાવાનું બનાવડાવી શકો છો. આનાથી પૈસા બચશે સાથે સાથે સ્વાદ સાથે પણ કોઇ કૉમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે.
ખર્ચા ઘટાડવાની ટિપ્સ
તો આ હતો ઓછા ખર્ચે લગ્નપ્રસંગ કરવાનો અમારો રિપોર્ટ. હવે અમે આપને લગ્ન પર થનારા ખર્ચા ઘટાડવા સાથે જોડાયેલી બીજી કેટલીક ટિપ્સ આપવા માંગીશું.
જેવી રીતે તમે તમારુ મંથલી બજેટ બનાવો છો તેવી રીતે તમારા લગ્ન માટે પણ બજેટ બનાવી લો. આનાથી લગ્નના પ્લાનિંગમાં મદદ મળશે અને તમે ખર્ચા કન્ટ્રોલ કરી શકશો.
લગ્નમાં એક મોટો ખર્ચ વેન્યૂનો થતો હોય છે. તમે જેટલો વહેલો હોલ બુક કરશો એટલું ભાડું ઓછુ ભરવું પડશે. સારુ એ રહેશે કે લગ્નની તારીખ નક્કી થતાની સાથે જ સૌથી પહેલા હોલ કે પ્લોટ બુક કરાવી લો. તમે દિવસના લગ્ન કરી શકો છો. આજકાલ ઘણાં લોકો રાતના બદલે દિવસના લગ્ન ગોઠવે છે. આનાથી લાઇટ્સ પર થતો ખર્ચો તો બચી જ જાય છે સાથે જ તમારા લગ્ન બીજા કરતાં અલગ દેખાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો