Money9: જીવનમાં બજેટનું ઘણું મહત્વ છે. આને ઉદાહરણ દ્વારા સમજીએ તો ગગન સારું કમાય છે પરંતુ બધા પૈસા ખર્ચ કરી નાંખે છે. કંઇ ખાસ સેવિંગ નથી કરી શકતો. ઘરવાળા હંમેશા તેને બચત કરવાની અને બજેટ બનાવીને ચાલવાની સલાહ આપે છે. હવે ગગન મુંઝવણમાં છે. તેને બજેટ બનાવવાનું ચક્કર સમજાતું નથી. પરંતુ હકીકત એ છે કે બજેટ બનાવવું ખરેખર ઘણું જરૂરી છે. હવે જો તમે પણ ગગન જેવી જ મુંઝવણનો સામનો કરી રહ્યાં છો તો આ વીડિયોમાં તમારી ઘણીબધી મુશ્કેલી દૂર થવાની છે. તો ચાલો શરૂ કરીએ.
બજેટ બનાવવું કેમ જરૂરી છે?
તો પહેલા સવાલ એ આવે છે કે બજેટ બનાવવું આખરે કેમ જરૂરી છે? આનો સીધો જવાબ એ છે કે બજેટ તમારા ખર્ચને કાબૂમાં રાખે છે, તમારા ખર્ચાને ટ્રેક કરે છે અને વધારે પૈસા બચાવવામાં તમને મદદ કરે છે. સાથે જ બજેટ બનાવવાથી તમને સારા નાણાકીય નિર્ણય લેવા, ઇમરજન્સી માટે તૈયાર રહેવા, લોનની જાળમાંથી બહાર નીકળવા અને પોતાના ભવિષ્યના ફાઇનાન્સિયલ ગોલ્સ પર ધ્યાન આપવામાં પણ મદદ મળે છે..
બજેટમાં રહેવું જ યોગ્ય ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ છે. હવે બજેટ બનાવાય કેવી રીતે તે અંગે વાત કરીએ. બજેટ મારફતે તમે તમારા ભવિષ્યના ફાઇનાન્સિયલ ગોલ્સ પ્રાપ્ત કરવાના રસ્તે વધતા રહો છો. પોતાના ખર્ચ અને બચતનું યોગ્ય એલોકેશન તમને તમારી હેસિયતના હિસાબે ખર્ચ કરવા અને તમારી પાસે ભવિષ્યમાં નવી કાર ખરીદવા, ઘરનું ડાઉન પેમેન્ટ ભરવા કે પછી કોઇ ફેમિલી હૉલીડે વગેરે પર ખર્ચ માટે પૈસા બચાવવામાં મદદ કરે છે.
બજેટ બનાવવાથી તમે બિનજરૂરી ખર્ચાથી બચી શકશો. જેમકે, ક્રેડિટ કાર્ડ હોવાથી લોકો બિનજરૂરી ખર્ચ કરે છે. એટલે લોકોમાં ઉધારનું જીવન જીવવાની આદત જોર પકડી રહી છે. એવામાં બજેટ બનાવવાથી તમે તમારા ક્રેડિટ કાર્ડના ખર્ચા પર પણ નજર રાખી શકશો.
નિવૃતિ સમયે ફાયદો
બજેટ બનાવવાથી એક મોટો ફાયદો રિટાયરમેન્ટમાં થશે. પોતાની મંથલી ઇનકમ એટલે કે બજેટનો એક હિસ્સો ઇન્વેસ્ટ કર્યા બાદ વર્ષો સુધી શાંતિથી જીવવામાં મદદ મળશે. એટલે પોતાની આવકનો એક હિસ્સો બજેટમાં અલગ કરીને રિટાયરમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ માટે તેનો ઉપયોગ કરવાથી ભવિષ્યના ટેન્શનથી મુક્ત રહી શકો છો. ઇમરજન્સી ફંડ હોવાથી તમને એ વાતને લઇને માનસિક શાંતિ મળશે કે જરૂર પડશે તો તમારી પાસે પૈસા છે. જાણકારો અનુસાર, તમારી પાસે 3 થી 6 મહિનાના મંથલી ખર્ચ જેટલા પૈસા હંમેશા હોવા જોઇએ. એટલે પોતાના બજેટમાં તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. બજેટ બનાવવાથી એક બીજો મોટો ફાયદો એ થાય છે કે તમે તમારા ખર્ચની આદતો પર કાબૂ મેળવી લો છો. જેનાથી તમને એ શોધવામાં મદદ મળે છે કે તમે શેમાં જરૂરિયાતથી વધુ પૈસા ખર્ચ કરી રહ્યા છો.
હવે જ્યારે તમે તમારી જાતને એ સવાલ કરશો કે શું આ ખર્ચ જરૂરી છે તો તેનાથી તમને તમારા ખર્ચની રીત પર ફરીથી વિચાર કરવામાં મદદ મળશે. હવે છેલ્લી વાત, બજેટ બનાવવાથી તમારી ફાઇનાન્સિયલ લાઇફ સરળ રહે છે. તેનાથી તમારા માસિક બિલ્સ, લોનનું પેમેન્ટ અને બીજા ખર્ચા, બધુ જ ઓર્ગેનાઇઝ્ડ રહે છે. એટલે બજેટ બનાવવું જરૂરી છે. હવે તમે બજેટ બનાવવાની રીત અને બજેટ બનાવવાના ફાયદા સમજી લીધા. હવે ટિપ્સ પણ જાણી લો.
બજેટ સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ
– મહિનો શરૂ થતા પહેલા જ બજેટ બનાવી લો. ત્યારબાદ તમે ટેન્શન ફ્રી રહી શકો છો. પોતાની ઇનકમ, જરૂરી ખર્ચા, એકસ્ટ્રા ખર્ચા અને પોતાની સેવિંગ્સમાં જતો હિસ્સો વગેરે એડવાન્સમાં નક્કી કરી શકો છો. – બજેટથી need versus wants (નીડ વર્સિસ વોન્ટ્સ) નક્કી કરી શકો છો. એટલે એવી ચીજો જેના વગર તમે કામ ન ચલાવી શકો વિરુદ્ધ એવી ચીજો જે તમારી લાઇફસ્ટાઇલને સારી બનાવે છે. આ રીતે તમે જરૂરી ચીજોની ખરીદારીની સાથે-સાથે જરૂર પડે બજેટમાં લકઝરી આઇટમ્સ માટે પણ પૈસા અલગ કરી શકો છો. – તમે તમારા બજેટમાં જરૂર પડે ફેરફાર કરી શકો છો. બજેટ કોઇ પથ્થરની લકીર નથી કે તેને બદલી ન શકાય. જો તમે કોઇ એક જગ્યાએ જરૂરથી વધારે અને કોઇ બીજી જગ્યાએ જરૂરિયાતથી ઓછો ખર્ચ કરી રહ્યા છો તો પોતાના બજેટને ગમેત્યારે સંતુલિત કરી શકો છો. જેથી તે પ્રેક્ટિકલ રહે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો