Money9: લંચબોક્સમાં અત્યાર સુધીના મહત્વના સામાચાર.
2000ની નોટો બદલવાનું આજથી શરૂ
બેંકોમાં ચલણમાંથી પાછી ખેંચાયેલી 2000ની નોટોને બદલવાની પ્રક્રિયા મંગળવાર એટલે કે આજથી શરૂ થઇ ગઇ છે. બેંકની શાખાઓમાં નોટ બદલવા માટે વિશેષ કાઉન્ટર બનાવાયા છે. નોટ બદલતી વખતે કોઇ અસુવિધા ન થાય એટલે આરબીઆઇના નિર્દેશ પર બેંક શાખાઓમાં બેસવા, પીવાના પાણી વગેરેની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. એસબીઆઇ સહિત ઘણી બેંકોએ પોતાની શાખાઓમાં હેલ્પ ડેસ્ક પણ બનાવ્યા છે. નિયમો અનુસાર એકસાથે 20 હજાર રૂપિયા સુધી જ બદલી શકાશે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની નોટ છે તો ઉતાવળ ન કરો. બેંકોમાં આ નોટ 30 સપ્ટેમ્બર સુધી બદલી શકશો. બેંક જતા પહેલાં સમજી લો RBIના નિયમ.
ITએ ITR-1 અને IT-4 ફોર્મ બહાર પાડ્યા
ઇનકમ ટેક્સ વિભાગે ઓનલાઇન રિટર્ન ફાઇલ કરવા માટે ITR-1 અને ITR-4 ફોર્મ બહાર પાડ્યા છે. કરદાતાઓને ઇનકમ ટેક્સની વેબસાઇટ પર પહેલેથી ભરેલું ફોર્મ જોવા મળશે. ઓનલાઇન ITR ફોર્મથી ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ઘણું જ સરળ હોય છે. કરદાતાઓએ ફક્ત ઓનલાઇન ફોર્મમાં પહેલેથી ભરેલી માહિતી ચેક કરવાની હોય છે. આ રીતે ગણતરીની મિનિટોમાં ટેક્સ રિટર્ન ફાઇલ થઇ જાય છે. કરદાતાઓએ દસ્તાવેજો દ્વારા પહેલેથી ભરેલા ડેટાની તપાસ કરવાની હોય છે. AIS અને ફોર્મ 26ASની મદદથી તમે માહિતી ક્રોસ ચેક કરી શકો છો.
સાબુ, તેલ, ટૂથપેસ્ટના ભાવ ઘટી શકે છે
સાબુ, તેલ, ટૂથપેસ્ટ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓની કિંમતમાં ઘટાડો થઇ શકે છે. ટોચની FMCG કંપનીઓ સામાન્ય વૃદ્ધિ ચક્રના ક્રમમાં પાછી ફરી ચુકી છે. કંપનીઓમાં રોકાણ વધારવાની સાથે જ જાહેરાત અને માર્કેટિંગ પર પણ ખર્ચ વધારવાનો શરૂ કર્યો છે. FMCG કંપનીઓ વેચાણ તેમજ નફામાં સુધારા અને ગ્રામીણ સેક્ટરમાં સારા પ્રદર્શનથી ઉત્સાહિત છે. HUL, ડાબર, મેરિકો, ગોદરેજ, ITC, ટાટા કન્ઝ્યુમર અને નેસ્લેએ માર્ચ ક્વાર્ટરમાં તેમના વેચાણમાં સુધારો કર્યો છે.
સોના-ચાંદીની ખરીદી માટે પૂછપરછ વધી
રિઝર્વ બેંકે 2000ની નોટ પાછી ખેંચ્યા બાદ સોના-ચાંદીની ખરીદી માટે પૂછપરછ વધી છે. દુનિયામાં ચીન બાદ ભારતમાં સૌથી વધુ સોનાનો વપરાશ થાય છે. અત્યારે સોનામાં ડરના કારણે ખરીદી નથી થઇ રહી. સખત KYC નિયમોના કારણે આ વખતે 2000 રૂપિયાની નોટોના બદલે સોનું ખરીદવામાં કોઇ ઉતાવળ દેખાતી નથી. કેટલાક જ્વેલર્સે સોનાની ખરીદી પર 5 થી 10 ટકા પ્રીમિયમ લેવાનું શરૂ કર્યું છે. સખત KYC નિયમોના કારણે સોનાની વાસ્તવિક ખરીદી પણ ઓછી છે.
EPFO બદલશે માસિક પેન્શન નિર્ધારણની ફોર્મ્યુલા
EPFO માસિક પેન્શન નિર્ધારણની હાલની ફોર્મ્યુલા બદલવાનો વિચાર કરી રહ્યું છે. સંપૂર્ણ નોકરી દરમિયાન પ્રાપ્ત એવરેજ પેન્શન યોગ્ય પગારના આધારે નવું પેન્સન નક્કી કરવામાં આવશે. એક્ચુઅરીના રિપોર્ટ બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પેન્શન ફોર્મ્યુલામાં ફેરફારથી ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા સહિત બધાના માસિક પેન્શનનું નિર્ધારણ હાલના મુકાબલે ઓછું હશે.
મ્યુ.ફંડ હાઉસ દ્વારા વસૂલાતી ફી પર સેબીનો નવો પ્રસ્તાવ
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ તરફથી વસૂલવામાં આવતી ફીસ પર નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ફંડ હાઉસિસની મેનેજમેન્ટ ફીને પર્ફોર્મન્સ સાથે લિંક્ડ કરવાની યોજના છે. આ પ્રસ્તાવથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ડરનો માહોલ ફેલાયો છે. સેબીના જણાવ્યા અનુસાર ફક્ત 26.7 ટકા એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી સ્કીમોએ 5 વર્ષના પીરિયડમાં પોતાના બેંચમાર્કની સરખામણીએ વધારે સારુ પ્રદર્શન કર્યું છે…SEBIના નવા પ્રસ્તાવમાં ફંડ હાઉસ ત્યારે મેનેજમેન્ટ ફી વસૂલી શકશે જ્યારે સ્કીમનું પ્રદર્શન બેંચમાર્કની તુલનાએ સારુ હશે.
રિટેલ ઇન્વેસ્ટર્સ ગર્વમેન્ટ, કોર્પોરેટ, ટેક્સ ફ્રી બોન્ડ્સમાં કરી શકશે રોકાણ
હવે રિટેલ ઇન્વેસ્ટર્સ ગર્વમેન્ટ, કોર્પોરેટ, ટેક્સ ફ્રી બોન્ડ્સમાં રોકાણ કરી શકશે. Paytm Moneyએ બોન્ડ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પર રિટેલ રોકાણકાર સરકારી, કોર્પોરેટ અને ટેક્સ ફ્રી બોન્ડ ખરીદી શકશે. મૂડી બજારમાં પ્રથમવાર પ્રવેશ કરનારા માટે બોન્ડ એક સારુ માધ્યમ છે. સુરક્ષા અને ભરોસા સાથે રોકાણકારોને નવા ટેક્નોલોજી આધારિત ફિચર્સ મળશે.
એક જૂનથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ થઇ જશે મોંઘા
એક જૂનથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ મોંઘા થઇ જશે. સરકારે ઇવી પર સબ્સિડી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. પ્રીમિયમ ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન 20 હજારથી 35 હજાર રૂપિયા સુધી મોંઘા થઇ જશે. હાલ ટૂ વ્હીલર EV પર પ્રતિ કિલોવોટ 15,000 રૂપિયાની સબ્સિડી મળે છે. એક જૂનથી તે ઘટીને 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ થઇ જશે. EV પર મળનારા લાભની સીમા પણ ઘટાડીને એક્સ-ફેક્ટરી પ્રાઇસના 15 ટકા કરવામાં આવી છે જે પહેલા 40 ટકા હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો