Money9: દેશમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલ્વે હંમેશા મુસાફરોની મુસાફરીને સુવિધાજનક અને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે છે. જ્યારથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા શરૂ થઈ છે ત્યારથી સામાન્ય લોકો માટે રેલ્વેમાં મુસાફરી કરવી સરળ બની ગઈ છે. કારણ કે હવે ટિકિટ માટે સ્ટેશને જવાની જરૂર નથી કે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી. આજના સમયમાં ઓનલાઈન ટિકિટ સર્વિસ દ્વારા મિનિટોમાં ટિકિટ બુક થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, દરરોજ લગભગ 14.5 લાખ ટ્રેન ટિકિટોનું રિઝર્વેશન કરવામાં આવ્યા છે.
ઓનલાઈન ટિકિટ બુકિંગમાં IRCTCનો દબદબો
IRCTC સિવાય, રેલવે ટિકિટ બુકિંગ માટે ઘણી મોબાઇલ એપ્સ અથવા વેબસાઇટ્સ છે, પરંતુ 14.5 લાખમાંથી 81% ટિકિટ ફક્ત IRCTC દ્વારા જ બુક થાય છે. મોટાભાગના ટિકિટ બુકિંગ એજન્ટો પણ IRCTCનો ઉપયોગ કરે છે. ઓનલાઈન રેલ ટિકિટિંગમાં અન્ય એપ્સ કે વેબસાઈટનો હિસ્સો ઘણો ઓછો છે.
IRCTCની 54% કમાણી ઓનલાઈન ટિકિટ બુકિંગમાંથી આવે છે
ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ સર્વિસ પ્રોવાઈડર Paytm, MakeMyTrip, RedBus/RedRail, RailYatri, GoIbibo અને TrainMan જેવા 32 પ્લેટફોર્મ છે જે સરકાર દ્વારા સંચાલિત IRCTC ના ‘B2C’ એટલે કે બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર પાર્ટનર્સ છે. જેના કારણે, જો તમે આમાંથી કોઈપણ એપ અથવા વેબસાઇટ પરથી ટ્રેનની ટિકિટ બુક કરો છો, તો નફો IRCTC કરે છે.
આ પ્લેટફોર્મ ટિકિટ બુકિંગ પર ગ્રાહકો પાસેથી જે સર્વિસ ચાર્જ લે છે તેનો એક ભાગ IRCTCને કમિશન તરીકે આપવામાં આવે છે. આ રીતે રેલવે ટિકિટિંગમાં IRCTCનો 100% ઈજારો છે. IRCTCએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2022માં તેને Paytm દ્વારા ટિકિટ બુકિંગમાંથી 70 કરોડ રૂપિયા મળ્યા છે.
IRCTCની 54% કમાણી ઓનલાઈન ટિકિટમાંથી આવે છે. IRCTC દરેક બુકિંગ પર સર્વિસ ચાર્જ વસૂલે છે. નોન એસી ક્લાસ માટે આ ચાર્જ 20 રૂપિયા છે જ્યારે એસી ક્લાસ માટે 40 રૂપિયા છે. આ પૈસા IRCTCની કમાણીમાં ઉમેરવામાં આવે છે. આ સિવાય ગ્રાહકોને 18% GST પણ ચૂકવવો પડે છે, જે સરકારને જાય છે. ICICIdirect અનુસાર, આ સિવાય IRCTC પાસે કમાણીનાં અન્ય ઘણા માધ્યમો છે. તે તેની કેટરિંગ સેવા IRCTC ફૂડમાંથી 27% કમાણી કરે છે. રેલ નીર એટલે કે બોટલ્ડ વોટરમાંથી 9% કમાણી થાય છે. પ્રવાસન એટલે કે ટૂર પેકેજ વેચીને 8% કમાણી કરે છે, જ્યારે તેની આવકનો 2% તીર્થયાત્રામાંથી આવે છે.
છેવટે IRCTCનો સૌથી મોટો કોમ્પિટીટર કોણ?
હવે સવાલ એ છે કે ઓનલાઈન ટિકિટ બુકિંગ સેક્ટરમાં IRCTCનો સૌથી મોટો હરીફ કોણ છે અને તે કોના તરફથી મોટા પડકારનો સામનો કરી રહી છે? આ અંગે ICICIdirect એ કહ્યું છે કે IRCTCની સ્પર્ધા અન્ય બુકિંગ પોર્ટલ અથવા સેવાઓ સાથે નથી, પરંતુ ઑફલાઇન રેલવે ટિકિટિંગ (અને એરલાઇન્સ) સાથે છે. જોકે, છેલ્લા દાયકામાં IRCTCએ રેલ ટિકિટિંગમાં ઑફલાઇન રેલવે ટિકિટિંગને પાછળ છોડી દીધું છે.
આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2010-11માં 40% ટિકિટ ઓનલાઈન બુક થઈ હતી, જ્યારે 2013-14માં આ આંકડો 10% વધીને 50% પર પહોંચી ગયો હતો. જ્યારે 2021-22માં 80.5% એટલે કે લગભગ 81% બુકિંગ માત્ર ઓનલાઈન જ થયું હતું. આ આંકડા માત્ર IRCTCના છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો