MONEY9: બેન્કોનું ડૂબી ગયેલું દેવું એટલે કે, NPA ઓછી થઈ રહી છે. માર્ચ 2022 સુધીના આંકડા દર્શાવે છે કે, બેન્કોની NPA 7.42 લાખ કરોડ રૂપિયાના 6 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે, જે નાણાકીય વર્ષ 2018માં 10.36 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલે હતી.
NPA એટલે શું? NPA અથવા નોન-પર્ફોર્મિંગ એસેટ્સ, એટલે કે 90 દિવસ કરતાં વધુ સમયથી બેન્કોને પરત ના થઈ હોય તેવી રકમ. સરળ શબ્દોમાં કહીએ તો, 3 કરતાં વધારે હપ્તા ના ચૂકવાયા હોય તેવી લોન.
શા માટે ઘટી NPA? બેન્કોની NPAમાં થયેલો ઘટાડો, પહેલી નજરે તો સારો લાગે છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે, બેન્કોની પરિસ્થિતિ સુધરી રહી છે. વાસ્તવમાં આ ઘટાડો તો લેજર એકાઉન્ટમાં થયેલી એન્ટ્રી અને એક્ઝિટનો કમાલ છે. NPA ઘટી છે કારણ કે, બેન્કોએ દેવું માંડવાળ કર્યું. એટલે કે, બેન્કોએ આવું દેવું પાછું નહીં જ મળે તેવા અંદાજ સાથે વસૂલી જ બંધ કરી દીધી અને ચોપડામાંથી એન્ટ્રી કાઢી નાખી. એન્ટ્રી કાઢવા માટે બેન્કોએ જેટલું દેવું હતું તેટલી રકમનું નફામાંથી પ્રોવિઝનિંગ કર્યું અને ખાતામાંથી લોનનો આંકડો જ ભૂંસી નાખ્યો.
સરળ શબ્દોમાં સમજીએ સરળ રીતે સમજવા માટે, તમે એવું માની લો કે, લોકોએ બેન્કોમાં જે ડિપોઝિટ મૂકી તેને લોન સ્વરૂપે ગ્રાહકોને આપીને બેન્કોને નફો ના થયો હોત તો બેન્કો આ પ્રોવિઝનિંગ ના કરી શકી હોત અને તમારી ડિપોઝિટ પર વધારે વ્યાજ આપી શકી હોત અથવા તો એક રોકાણકારના સ્વરૂપમાં તમને વધારે ડિવિડન્ડ ચૂકવી શકી હોત.
કેટલું દેવું માંડવાળ થયું? તો હવે સવાલ એ થાય કે, બેન્કોએ આખરે કેટલું ઋણ માંડવાળ કર્યું? તો સરકારના આંકડા અનુસાર, માર્ચ-2018થી લઈને માર્ચ-2022 દરમિયાન, સરકારી બેન્કોએ 8.53 લાખ કરોડ રૂપિયાનું દેવું માંડવાળ કર્યું. માર્ચ-2022માં પૂરા થયેલાં નાણાકીય વર્ષમાં માંડવાળ થયેલા ઋણનો આંકડો 1.75 લાખ કરોડ રૂપિયા હતો.
કુલ ઋણમાં NPAની ટકાવારી બીજો એક આંકડો પણ જાણવા જેવો છે કે, બેન્કો દ્વારા ચૂકવવામાં આવેલા ઋણમાં હવે NPAનો હિસ્સો ઘટીને માત્ર 5.90 ટકા થઈ ગયો છે, જે માર્ચ-2018માં 11.2 ટકા હતો. એટલે એમ સમજો કે, બેન્કે 100 રૂપિયાની લોન આપી છે, તો તેમાંથી 5 રૂપિયા 90 પૈસાની લોન NPA થઈ ગઈ છે, જે 2018માં 11 રૂપિયાથી પણ વધુ હતી.
બેન્કોની લોનનું કદ જો છેલ્લાં કેટલાક વર્ષોમાં બેન્કોની NPAમાં વધારો ના થયો હોત, તો બેન્કોની NPAની સ્થિતિ ઘણી સારી હોત. બેન્કો દ્વારા ચૂકવવામાં આવતી લોનનું કદ ઘણું મોટું હોય છે અને આથી, NPAની ટકાવારી ઓછી લાગે છે. જેમકે, નાણાકીય વર્ષ 2021માં બેન્કોના ખાતામાં 2.56 લાખ કરોડ રૂપિયાની NPA ઉમેરાઈ જ્યારે નાણાકીય વર્ષ 2022માં આ આંકડો 2.86 લાખ કરોડ રૂપિયા હતો.
NPAમાં ઝડપથી વૃદ્ધિ થશે? કોવિડ મહામારીને લીધે પણ બેન્કોના ડૂબી ગયેલાં ઋણમાં વૃદ્ધિ થઈ છે અને ચાલુ નાણાકીય વર્ષમાં NPAનો આંકડો વધુ ઝડપથી મોટો થવાની શક્યતા છે. કોવિડ દરમિયાન બેન્કોએ બે વર્ષ માટે ઋણનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું હતું, એટલે ત્યાં સુધી તો વાંધો ના આવ્યો પરંતુ હવે આ સમયગાળો નાણાકીય વર્ષ 2023માં પૂરો થવાનો છે, અને ત્યારબાદ NPAમાં જબરજસ્ત વધારો થવાનો અંદાજ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો