Money9:
રહેણાંક મકાનોનું વેચાણ વધ્યું
ખરીદનારા વધવાથી જુલાઈ-સપ્ટેમ્બરમાં આઠ મુખ્ય શહેરોમાં રહેણાંક મકાનોની સંખ્યામાં વાર્ષિક આધારે 22 ટકા અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાના દરમાં 17 ટકાની વૃદ્ધિ થઇ છે. રિયલ એસ્ટેટ ડિજિટલ પ્લેટફોર્મ પ્રૉપટાઇગર ડૉટ કૉમને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, આ વર્ષના થર્ડ ક્વાર્ટરમાં આઠ મુખ્ય શહેરો દિલ્હી-એનસીઆર, મુંબઈ મહાનગરીય ક્ષેત્ર એટલે કે MMR, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને અમદાવાદમાં હાઉસિંગ એકમોનું વેચાણ 1,01,220 યુનિટ થયું છે. ગયા વર્ષની સમાન અવધિમાં તેની સંખ્યા 83,220 યુનિટ હતી.
હવે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી
મલેશિયામાં 1 ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકોને વીઝા-ફ્રી એન્ટ્રી મળશે. ભારત અને ચીનના નાગરિકો 30 દિવસ સુધી મલેશિયામાં વિઝા-ફ્રી રહી શકે છે. જો તમે ભારથી કુઆલાલમ્પુર જાઓ છો તો ચેન્નઇ-કોલકાતા જેવા શહેરોથી ફ્લાઇટીમાં આવવા-જવાનો ખર્ચ અંદાજે 12,000 રૂપિયા આવશે. આ અગાઉ શ્રીલંકા-થાઇલેન્ડ પણ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી ચૂક્યા છે.
આજથી બદલાયા આ નિયમો
નકલી સિમ કાર્ડ વેચવા પર સખ્તાઇ કરવા માટે આજથી નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમો અનુસાર બધા ડિલર્સનું વેરિફિકેશન કરવું ફરજીયાત થશે. ડીલર્સે સિમ વેચવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. વેરિફિકેશન કરાવવાની જવાબદારી ટેલીકોમ ઓપરેટર્સની રહેશે. નિયમોની અવગણના કરવા પર 10 લાખનો દંડ ચૂકવવો પડી શકે છે. આ ઉપરાંત એક ફેરફાર રિઝર્વ બેંક તરફથી પણ કરવામાં આવ્યો છે. જે અનુસાર લોન ચૂકવ્યા બાદ 30 દિવસોની અંદર જ ગ્રાહક દ્વારા ગેરંટી તરીકે રાખવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ તેને પાછા આપવા પડશે. જો સમયસર ડોક્યુમેન્ટ્સ પાછા નહીં આપે તો બેંકોને દંડ ફટકારવામાં આવશે. આ દંડ 5 હજાર રૂપિયા પ્રતિ દિવસના હિસાબે લાગશે. બીજી તરફ એવી યુપીઆઈ આઈડી કો ડીએક્ટીવેટ કરી દેવામાં આવશે જેમાં એક વર્ષથી કોઈ ટ્રાન્જેક્શન કરવામાં નથી આવ્યું. આવી ID પર ઇનવર્ડ ટ્રાંજેક્શન નહીં થઇ શકે એટલે કે ફંડ નહીં આવી શકે પરંતુ પેમેન્ટ કરી શકાશે.
આ બેંકોને દંડ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોના ઉલ્લંઘન બદલ બેંક ઓફ અમેરિકા અને HDFC બેંકને નાણાકીય દંડ ફટકાર્યો છે. આ બંને બેંકોને બિન-નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ પાસેથી થાપણો સ્વીકારવા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. દંડની રકમ 10,000 રૂપિયા છે. આ સિવાય આરબીઆઈએ દેશની ત્રણ સહકારી બેંકો એટલે કે ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેંક, પાટલીપુત્ર સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક અને મંડલ નાગરિક સહકારી બેંકને એક અલગ કેસમાં દંડ ફટકાર્યો છે. આ અગાઉ પણ આરબીઆઈએ ઘણી કો-ઓપરેટિંગ બેંકોને દંડ લગાવ્યો છે.
NPS રોકાણકારો માટે ખુશખબરી
NPS રોકાણકારો હવે વિવિધ એસેટ ક્લાસ માટે વધુમાં વધુ 3 પેન્શન ફંડ મેનેજરની પસંદગી કરી શકશે… PFRDA એ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે… નેશનલ પેન્શન સિસ્ટમના સભ્યો વિવિધ એસેટ ક્લાસ માટે અલગ અલગ પેન્શન ફંડ મેનેજર પસંદ કરી શકશે. નવા પરિપત્ર મુજબ NPS સબ્સ્ક્રાઇબર્સ જુદા જુદા એસેટ ક્લાસ માટે વધુમાં વધુ ત્રણ પેન્શન ફંડ મેનેજર પસંદ કરી શકે છે… NPSમાં વ્યક્તિને ઇક્વિટી, સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ અને ઓલ્ટરનેટ એસેટ ક્લાસમાં રોકાણ કરવાની અનુમતિ હોય છે. અગાઉ રોકાણકાર માત્ર એક ફંડ મેનેજર પસંદ કરી શકતો હતો પરંતુ હવે તેની પાસે વધુમાં વધુ ત્રણ ફંડ મેનેજર પસંદ કરવાની સ્વતંત્રતા હશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો