Money9: Honda Cars India Limited (HCIL) એ ભારતમાં તેની નવી Elevate કોમ્પેક્ટ SUV પરથી પડદો ઉંચક્યો છે. Elevate એક અત્યંત સ્પર્ધાત્મક કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પોતાની એન્ટ્રી કરશે જેની પર હાલમાં Hyundai Cretaનું પ્રભુત્વ છે. કંપનીએ તેને ભારતમાં સૌથી મોટા તહેવારોની સીઝન દરમિયાન એટલે કે ઓક્ટોબરમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. SUVનું બુકિંગ જુલાઈમાં શરૂ કરવામાં આવશે. એલિવેટ સૌપ્રથમ ભારતમાં લોન્ચ થશે જેની અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે કારણ કે હોન્ડા કાર્સના ભારતના કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો 20 ટકા છે. કાર નિર્માતાએ એ પણ પુષ્ટિ કરી છે કે તે 2030 સુધીમાં વધુ ચાર SUV લોન્ચ કરશે.
આ કાર હોન્ડાના એશિયા-પેસિફિક આર એન્ડ ડી સેન્ટર ખાતે ડિઝાઇન કરવામાં આવી છે. એલિવેટના ચંકી અપીયરન્સને તેના ચોકોર-ફ્રન્ટ ફેસિયાને કારણે વધુ બલ્કી લુક આપવામાં આવ્યો છે. SUVમાં ઓલ LED હેડલાઇટ્સ અને ટેલ-લાઇટ્સ ની સાથે મોટી ગ્રિલ, એક વિશાળ વિંગ જેવો ક્રોમ બાર ઉપરની બાજુ આપવામાં આવ્યો છે જે હેડલાઇટને જોડે છે. અન્ય મહત્વપૂર્ણ સ્ટાઇલ એલિમેન્ટ્સમાં એક બ્લેક-આઉટ એ-પિલર, કોન્ટ્રાસ્ટ રૂફલાઇન, એક હાઇ વેસ્ટ લાઇન, રૂફ રેલ, ક્રોમ ડોર હેન્ડલ્સ, સ્ક્વેર્ડ-ઓફ વ્હીલ આર્ક ક્લેડીંગ અને ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. પાછળના ભાગમાં, એલિવેટની ટેલ-લાઈટ્સ સ્લિમ LED એલિમેન્ટ્સ છે જેમાં નંબર પ્લેટ હાઉસિંગને બુટ લિડમાં આપવામાં આવ્યું છે.
હોન્ડા સિટી સેડાન જેવા જ પ્લેટફોર્મ પર આધારિત એલિવેટ 2,650 mm વ્હીલબેઝ સાથે આવે છે અને તેની લંબાઈ 4,312 mm, ઊંચાઈ 1,650 mm અને પહોળાઈ 1,790 mm છે. બૂટ સ્પેસ 458 લિટર છે, તેને વધુ વધારવા માટે પાછળની સીટોને 60:40 સ્પ્લિટ કરી શકાય છે જ્યારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પ્રભાવશાળી 220 મીમી છે. હોન્ડા દાવો કરે છે કે એલિવેટની ટર્નિંગ ત્રિજ્યા 5.2 મીટર છે. એલિવેટને 17-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ મળે છે.
કેબિનની વાત કરીએ તો એલિવેટમાં એક લેયર્ડ ડેશબોર્ડ અને ડ્યુઅલ-ટોન કલર વિકલ્પ મળે છે, જેમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, આ સિવાય એલિવેટમાં 7.0-ઇંચ કલર ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે પણ મળે છે. તેમાં ‘લેનવોચ’ કેમેરા આધારિત બ્લાઇંડ સ્પોટ મોનિટરિંગ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને રિવર્સ કેમેરા. એલિવેટના ટોપ વેરિયન્ટ્સમાં સનરૂફ પણ મળશે. જોકે ક્રેટામાં એક પેનોરેમિક સનરૂફ મળે છે, ત્યારે એલિવેટ સ્ટાન્ડર્ડ સનરૂફ સાથે આવશે.
સિટીની જેમ એલિવેટમાં પણ એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ (એડીએસ) આવે છે. ADASને હોન્ડા સેંસિંગ કહેવાય છે જેમાં એડોપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, રોડ ડિપાર્ચર મિટિગેશન સિસ્ટમ, કોલિશન મિટિગેશન બ્રેકિંગ સિસ્ટમ, લેન કીપ આસિસ્ટ, લીડ કાર ડિપાર્ચર નોટિફિકેશન અને ઓટો હાઇ બીમ આસિસ્ટ સામેલ છે. એલિવેટ સિટી સેડાનની જેમ 1.5 લીટર i-VTEC પેટ્રોલ એન્જિન સાથે આવશે. એલિવેટનું એન્જિન 119 બીએચપીનો પાવર અને 145 એનએમનો ટોર્ક પેદા કરશે. જેમાં 6 ગિયર આવશે. એલિવેટની ઇલેક્ટ્રિક એસયૂવી પણ 3 વર્ષમાં આવશે.
હોન્ડાની એલિવેટનો મુકાબલો મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, ટોયોટા અર્બન ક્રૂઝર, હ્યુન્ડાઇ ક્રેટા, કિઆ સેલ્ટોસ, એમજી એસ્ટર, ફોક્સવેગન ટાઇગુન અને સ્કોડા કુશક જેવી કારો સાથે થશે. એલિવેટ કોમ્પેક્ટ એસયૂવીની કિંમત 12 લાખથી 20 લાખ (એક્સ શો-રૂમ) રહેવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો