Money9: લંચબોક્સમાં અત્યાર સુધીના મહત્વના સમાચાર પર કરીએ નજર.
ફાસ્ટેગની જમા રકમ પર મળી શકે છે વ્યાજ
કદાચ આગામી સમયમાં તમને ફાસ્ટેગની જમા રકમ પર વ્યાજ પણ મળી શકે છે. દિલ્હી હાઇકોર્ટે ફાસ્ટેગ કાર્ડમાં જમા રકમ પર વ્યાજ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે NHAI અને કેન્દ્ર સરકારે પાસે આ અરજી સંબંધે જવાબ માંગ્યો છે. અરજીમાં ફાસ્ટેગમાં જમા રકમ પર બેંકોને વ્યાજ ચુકવણીનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે. બેન્ચે NHAI અને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીને નોટિસ પાઠવી છે. અરજદારે કહ્યું કે ફાસ્ટેગમાં બેંકિંગ સિસ્ટમમાં 30,000 કરોડ રૂપિયાની રકમ જમા છે. હવે 10 ઓગસ્ટે આ કેસની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
એક્સિસ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો
એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે કેટલીક પસંદગીની મુદતની એફડી પર વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે. એક્સિસ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટવાળી એફડી પર વ્યાજ દરમાં 20 બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેંક 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી પર 3.5 ટકાથી લઇને 7.10 ટકા સુધીનું વ્યાજ આપશે. એફડી પર નવા વ્યાજ દરો 18 મેથી લાગુ થશે. 13 મહિનાથી લઇને બે વર્ષ સુધીની એફડી પર 0.5 ટકા ઓછું વ્યાજ મળશે.
વધારે મોબાઇલ ડેટા યૂઝ કરવાનું ખિસ્સા પર ભારે પડશે
હવે વધારે મોબાઇલ ડેટા યૂઝ કરવાનું તમારા ખિસ્સા પર ભારે પડશે. ટેલીકોમ કંપનીઓ ડેટા યૂઝના આધારે પ્રાઇસ ચાર્જ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. ભારતી એરટેલના એમડી ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં હાલના પ્રાઇસિંગ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો જોઇએ. ભારતી એરટલે વધારે ડેટા યૂઝ કરનારા પાસેથી વધારે ચાર્જ લેવાનો વિચાર રજૂ કર્યો છે. ફેબ્રુઆરીમાં વોડાફોન આઇડિયા પણ વધારે ડેટા ચાર્જ વસૂલવાનું સમર્થન રજૂ કરી ચુકી છે. ટેલીકોમ કંપનીઓ ડેટા યૂઝના હિસાબે પૈસા ચાર્જ કરવા માંગે છે.
ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાના નિયમોમાં ફેરફાર
એક જુલાઇથી ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરવાના નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. ક્રેડિટ કાર્ડથી વિદેશમાં ચુકવણી કરવા પર 20 ટકા TCS લાગશે. નાણા મંત્રાલયે ફેમા હેઠળ નિયમોમાં ફેરફાર કર્યો છે. ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચને હવે લિબરલાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ એટલે કે LRS હેઠળ લાવવામાં આવ્યો છે. વિદેશી ટ્રાવેલ પેકેજ બુક કરવા પર 5ના બદલે હવે 20 ટકા ટેક્સ આપવો પડશે. કંપની તરફથી કર્મચારીઓ પર કરવામાં આવેલો ખર્ચ આ સ્લેબ હેઠળ નહીં આવે.
SBIના નાણાકીય પરિણામોએ ચોંકાવ્યા
SBIના નાણાકીય પરિણામોએ સૌને ચોંકાવ્યા છે. માર્ચ કવાર્ટરમાં બેંકનો શુદ્ધ નફો 83 ટકા વધીને 16,694 કરોડ રૂપિયા થયો છે. વ્યાજની આવક વધવા અને ફસાયેલી લોનના બદલે ઓછી જોગવાઇ કરવાથી બેંકને લાભ થયો છે. નાણાકીય વર્ષ 2021-22ના માર્ચ કવાર્ટરમાં બેંકને 9,113 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. વ્યાજની આવક 31 ટકા વધીને 92,951 કરોડ રૂપિયા થઇ છે. આખા નાણાકીય વર્ષમાં બેંકનો નફો 50,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. જે કોઇપણ ભારતીય બેંકને થયેલો સૌથી વધુ નફો છે.
અંબાણીની રિલાયન્સ રિટેલની ચીની કંપની સાથે ભાગીદારી
ભારતમાં પ્રતિબંધિત થયાના લગભગ ત્રણ વર્ષ પછી, ચીનની ઓનલાઈન ફાસ્ટ ફેશન કંપની શીન દેશની અગ્રણી રિટેલર રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારીમાં ફરીથી દેશમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી. ચીન સાથેના સરહદી તણાવને પગલે જૂન, 2020માં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પ્રતિબંધિત કરાયેલી એપમાં શીનનો પણ સમાવેશ થતો હતો. શીને હવે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી છે અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ આર્મ દ્વારા વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકસતા ફેશન બજારોમાંના એકમાં કામ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો