Money9 Gujarati:
HDFC Bank FD rates: ભારતની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા, HDFC Bankએ તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. બેન્કો આ ફેરફાર નૉન-કૉલેબલ FD પર લાગુ કર્યો છે. વ્યાજ દર બદલાયા બાદ HDFC Bankના ગ્રાહકને 1 વર્ષથી 2 વર્ષની મુદત ધરવાતી FD પર 7.45 ટકા અને 2 વર્ષથી 10 વર્ષની મુદત ધરાવતી FD પર મહત્તમ 7.2 ટકા વ્યાજ દર મળશે.
મુદત પહેલાં FD તોડાવી ન શકો તેને નૉન-કૉલેબલ FD કહે છે. નૉન-કૉલેબલ FD હોય તો તમારે મુદત પૂરી થાય ત્યાં સુધી પૈસા મૂકી રાખવા પડે છે, નહીંતર પેનલ્ટી ભરવી પડે છે. જો FD કૉલેબલ હોય તો તમે પેનલ્ટી ભર્યા વગર મુદત પહેલાં FD તોડાવીને પૈસા ઉપાડી શકો છો. નોન-રેસિડન્ટ પણ નૉન-કૉલેબલ FDમાં રોકાણ કરી શકે છે. NRE ડિપોઝિટ માટે લઘુતમ મુદત 1 વર્ષની હોય છે.
HDFC Bankની 2 કરોડ રૂપિયાની અથવા તેનાથી વધુ મૂલ્યની નૉન-કૉલેબલ FD પર વ્યાજના દર નીચે મુજબ છેઃ
1 વર્ષથી < 15 મહિના – 7.45%
15 મહિનાથી < 18 મહિના – 7.45%
18 મહિનાથી < 21 મહિના – 7.45%
21 મહિનાથી 2 વર્ષ – 7.45%
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ – 7.2%
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ – 7.2%
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ – 7.2%
ખાનગી ક્ષેત્રની yes Bankએ 2 કરોડ રૂપિયાથી ઓછું મૂલ્ય ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દર વધ્યા બાદ સામાન્ય રોકાણકારોને 3.25 ટકાથી લઇને 7.75 ટકા વ્યાજ મળશે. જો તમે સિનિયર સિટિઝન હશો તો બેન્ક તમને 3.75 ટકાથી લઇને 8.25 ટકા સુધીનું વ્યાજ આપશે. યસ બેન્ક 7 દિવસથી લઇને 10 વર્ષ સુધીની એફડી પર વ્યાજ આપે છે. ઈન્ડસઈન્ડ બેન્ક પણ સીનિયર સીટિઝનને 8.25 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે. સૌથી વધુ સાડા આઠ ટકા ઈન્ટરેસ્ટ રેટ DCB બેન્ક આપે છે. DCB બેન્ક સામાન્ય નાગરિકને પણ 25 મહિનાની FD પર 7.90 ટકા રેટ ઑફર કરે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો