GST કલેક્શન 1.60 લાખ કરોડ
ઓગસ્ટમાં જીએટી કલેક્શન વધીને 1.60 લાખ કરોડ રૂપિયા થયું છે. જે ઓગસ્ટ 2022ની સરખામણીમાં 11 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે આ સમયગાળીમાં જીએસટી કલેક્શન 1.43 લાખ કરોડ હતું. તો જુલાઇ 2023માં જીએસટી કલેક્શન 1.65 લાખ કરોડ હતું. એનાલિસ્ટનું કહેવું છે કે ફેસ્ટિવલ સીઝનને કારણે જીએસટીથી સરકારની તિજોરી છલકાઇ શકે છે.
કોમર્શિયલ સિલિન્ડર થયો સસ્તો
ઘરેલુ એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું કર્યા બાદ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. દેશભરમાં તેમની કિંમતોમાં 150 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2 મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1522.50 રૂપિયા થઈ ગઈ છે. ઓગસ્ટમાં તેમની કિંમત 1,680 રૂપિયા હતી.
હવાઇ મુસાફરી થશે મોંઘી
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યૂઅલ એટલે કે એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ એટલે કે ATFના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. એટીએફના ભાવ ડિસેમ્બર 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ વધારા બાદ દિલ્હીમાં ATFની કિંમત 1 લાખ 12 હજાર રૂપિયા પ્રતિ કિલો લીટર થઈ ગઈ છે. છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધી અંદાજે 24 ટકાનો વધારો થઇ ચૂક્યો છે. વધેલા ભાવ આજથી લાગુ થઇ ગયા છે. આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ શકે છે.
Axis Bank આપશે 47 સર્વિસ ફ્રી
Axis Bank એ Infinity Savings Account Scheme લૉન્ચ કરી છે…. આ એકાઉન્ટ પર ગ્રાહકોને 47 પ્રકારની સેવાઓ પર સર્વિસ ચાર્જ ચૂકવવો નહીં પડે… Infinity Savings Account એ એક ફિકસ્ડ ચાર્જવાળુ એકાઉન્ટ છે…તેમાં ગ્રાહકે ખાતાના ઉપયોગ સાથે સંબંધિત લાભોના બદલે સમયાંતરે પૂર્વ-નિર્ધારિત રકમ ચૂકવવી પડશે…ત્યારબાદ ગ્રાહકોએ સેવાઓના ઉપયોગ માટે કોઈ સર્વિસ ચાર્જ નહીં ચૂકવવો પડે. ઇન્ફિનિટી સેવિંગ્સ એકાઉન્ટમાં, ગ્રાહકોએ એવરેજ મંથલી બેલેન્સ રાખવાની જરૂરિયાત નહીં રહે. તેમને મફત ડેબિટ કાર્ડ અને ચેકબુક આપવામાં આવશે. લિમિટથી વધુ એટીએમ ટ્રાન્ઝેક્શન અને પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં લાગે..
જીડીપીનું અનુમાન વધ્યું
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતના જીડીપી અનુમાનમાં સુધારો કર્યો છે. મૂડીઝનું કહેવું છે કે મજબૂત આર્થિક ગતિને કારણે 2023 કેલેન્ડર વર્ષ માટે ભારતનું જીડીપી અનુમાન વધીને 6.7 ટકા થઈ શકે છે. મૂડીઝે તેના ગ્લોબલ મેક્રો આઉટલુકમાં આ માહિતી આપી છે. અગાઉ આ અંદાજ 5.5 ટકા હતો.
ખરીફ પાકોનું ઉત્પાદન ઘટશે
ઓગસ્ટમાં ચોમાસાનો વરસાદ ઘટવાને કારણે ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા વધી ગઇ છે..ઓગસ્ટ દરમિયાન દેશભરમાં સામાન્યના મુકાબલે 33 ટકા ઓછો વરસાદ થયો છે. ઘણાં રાજ્યો તો એવા છે જ્યાં વરસાદની ઘટ 50 ટકા કરતાં વધુ છે. ઓગસ્ટમાં ઓછા વરસાદને કારણે સમગ્ર મોનસૂન સીઝનમાં વરસાદની ખાધ વધીને 9 ટકા થઈ છે… જો ખરીફ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થશે તો તેની અસર સમગ્ર અર્થતંત્ર પર પડશે…પહેલેથી ભડકેલી ખાદ્ય મોઘવારીમાં વધુ વધારો થઇ શકે છે…
કો.ઓ.બેંકો કડકાઇથી લોન વસૂલાત કરશે
અર્બન કો-ઓપરેટિવ બેંકો હવે બાકી લોનની વસૂલાત માટે વધુ કડક પગલાં લઈ શકે છે… કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે અર્બન કો-ઓપરેટિવ બેંકોને મોટા ઋણધારકો સાથે અટવાયેલી લોનની વસૂલાત માટે સતત પ્રયત્નો કરવા જણાવ્યું છે… ગવર્નરે બેંકોને એકાઉન્ટિંગની આધુનિક પદ્ધતિઓથી વાસ્તવિક નાણાકીય સ્થિતિ છુપાવવા સામે ચેતવણી પણ આપી છે.. ડેટ રિસ્ક મેનેજમેન્ટમાં બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની જવાબદારી નક્કી કરતાં ગવર્નર શક્તિકાંત દાસે એનપીએ માટે પૂરતી જોગવાઈ કરવાનો નિર્દેશ પણ શહેરી સહકારી બેંકોને આપ્યો છે.
ઘર ખરીદવા સસ્તા વ્યાજની સ્કીમ
સરકાર હવે ઘર ખરીદવા માટે સસ્તા વ્યાજ દરની સ્કીમ લઈને આવશે… હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ આ જાહેરાત કરી છે… શહેરોમાં ઘર ખરીદનારા લોકોને હોમ લોનના વ્યાજમાં રાહત આપવા માટે આ મહિને એક સ્કીમ લોન્ચ કરવામાં આવશે…. આ સ્કીમ કેવી રીતે કામ કરશે તેની પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે… આ સ્કીમ હેઠળ ઘર ખરીદનારાઓને પોસાય તેવા દરે લોન આપવામાં આવશે…
PNBની મોબાઇલ એપ
પંજાબ નેશનલ બેંકે એક મોબાઈલ એપ્લિકેશન રજૂ કરી છે…. જેના દ્વારા નાના વેપારીઓ GST ઈન્વોઈસનો ઉપયોગ કરીને સરળતાથી લોન લઈ શકશે…. આ પહેલ દેશમાં MSME સેક્ટર અને ડિજિટલ ધિરાણને આગળ વધારશે… એપ્લિકેશનની મદદથી વેપારી કોઈપણ માનવીય હસ્તક્ષેપને દૂર રાખી શકશે. આનાથી પ્રક્રિયા વધુ કોસ્ટ ઇફેક્ટિવ, ઝડપી અને સરળ બનશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો