કાલકા-શિમલા ટોય ટ્રેનની મુસાફરી હવે બનશે વધુ રોમાંચક, ટ્રેનમાં લાગશે નવા વિસ્ટાડોમ કોચ
શિમલા-કાલકા વચ્ચે દોડનારી ઐતિહાસિક ટોય ટ્રેનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં કાલકા-શિમલા રેલ્વે લાઇન પર 115 વર્ષથી ચાલતી ટોય ટ્રેન એક અલગ રંગમાં દોડતી જોવા મળશે. કારણ કે હવે તેમાં વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે.
Money9: શિમલા-કાલકા વચ્ચે દોડનારી ઐતિહાસિક ટોય ટ્રેનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં કાલકા-શિમલા રેલ્વે લાઇન પર 115 વર્ષથી ચાલતી ટોય ટ્રેન એક અલગ રંગમાં દોડતી જોવા મળશે. કારણ કે હવે તેમાં વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવશે. આ કોચનું નિર્માણ રેલ કોચ ફેક્ટરી, કપૂરથલામાં કરવામાં આવ્યું છે. ટ્રાયલ બાદ આ નવા કોચ ટોય ટ્રેનનો ભાગ બની જશે.
આ કોચ કાલકા-શિમલા રૂટ પર બીજા તબક્કાના ઓસિલેશન ટ્રાયલ માટે આરસીએફ તરફથી મોકલવામાં આવી રહ્યા છે. તેમાં એક એસી એક્ઝિક્યુટિવ ચેર કાર, એક એસી ચેર કાર, એક નોન એસી ચેર કાર અને એક લગેજ કારનો સમાવેશ થાય છે.
જીએમએ જણાવ્યું કે સ્વિસ ટ્રેનને ટક્કર આપતા આ કોચની કિંમત પ્રતિ કોચ એક કરોડ રૂપિયા થઇ છે. તેમણે જણાવ્યું કે AC એક્ઝિક્યુટિવ 1.13 કરોડ રૂપિયામાં અને લગેજ કોચ 90 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યો છે. આ ચારની સરેરાશ કિંમત કાઢવામાં આવે તો તે એક કરોડ રૂપિયા થાય છે.
આ કોચમાં એર કંડિશનિંગ સિસ્ટમ, પાવર સપ્લાય, પેન્ટ્રી, બાયો-વેક્યુમ ટોઇલેટ, લાઇટિંગ અને ફ્લોરિંગ વગેરેની નવી ડિઝાઇનમાં ઘણા મહત્વપૂર્ણ કામ કરવામાં આવ્યા છે, જેથી મુસાફરો તેમાં બેસીને શિમલાની સુંદર ખીણોનો આનંદ માણી શકે. . કોચમાં પાવર વિન્ડોની સુવિધા આપવામાં આવી છે અને મુસાફરો પોતાની સુવિધા અનુસાર તડકાથી બચવા પેનોરેમિક કોચમાં છત પરના કાચને પણ ઝાંખા કરી શકશે.
Published - May 31, 2023, 03:42 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો