GST કલેક્શનમાં મજબૂત ઉછાળો, નવેમ્બર 2023માં રૂ. 1.68 લાખ કરોડની વસૂલાત
દિવાળી, ધનતેરસ, છઠ અને લગ્નની સિઝનને કારણે નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. નવેમ્બર 2024માં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. જોકે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે… ઓક્ટોબર મહિનામાં GST કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા હતું. નાણા મંત્રાલયે જાહેર કરેલા જીએસટી કલેક્શનનો ડેટા મુજબ સેન્ટ્રલ જીએસટી રૂ. 30 હજાર 420 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 38 હજરા 226 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. 87 હજાર 9 કરોડ છે. ગયા મહિને IGST કલેક્શન રૂ. 91 હજાર 315 કરોડ હતું. જ્યારે સેસનું કલેક્શન રૂ. 12 હજાર 274 કરોડ થયું છે, જેમાંથી રૂ. 1 હજાર 36 કરોડ આયાતી માલ પર મળ્યો છે.
લગ્ન માટે 60% મહિલાઓએ કહ્યું કે તેઓ પોતાના પૈસાથી લગ્ન કરશે
લગ્ન અને પૈસાના આયોજનને લઈને આજના યુવાનોની વિચારસરણી બદલાઈ રહી છે. આજની પેઢીમાં, 42 ટકા લોકોએ સ્વીકાર્યું કે તેઓ પોતાના લગ્ન માટે પૈસા ભેગા કરવાનું આયોજન કરી રહ્યા છે. નવા રિપોર્ટમાં 60% મહિલાઓએ કહ્યું કે તેઓ પોતાના લગ્નના ખર્ચ માટે જાતે પોતે પૈસા કમાશે અને ખર્ચ કરશે. તેઓ તેમના માતા-પિતા પર લગ્નના ખર્ચનો બોજ ઘટાડવા માંગે છે. ફાઇનાન્સિયલ સર્વિસ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સે તાજેતરમાં ‘WEDDING SPENDS રિપોર્ટ 2.0’ રિલીઝ કર્યો છે. આ રિપોર્ટમાં આ સમયને, બદલાતા સામાજિક ધોરણો અને વિકસતા નાણાકીય વલણનો યુગ ગણાવાયો છે.
હવે હોન્ડાની કાર પણ મોંઘી થશે
મારુતિ હ્યુન્ડાઈ, મહિન્દ્રા બાદ હવે હોન્ડા કાર્સ ઈન્ડિયાએ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઉત્પાદન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને હોન્ડા જાન્યુઆરીથી તેના વાહનોની કિંમતો વધારો કરવાની યોજના બનાવી રહી છે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના માર્કેટિંગ અને સેલ્સ વાઇસ પ્રેસિડેન્ટ કુણાલ બહલે પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે કંપની તેના બોજને ઘટાડવા માટે આવતા મહિનાથી વાહનોના ભાવમાં વધારો કરશે. તેમણે કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં ભાવ વધારાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જો કે, બજારમાં એલિવેટ મોડલ લોન્ચ કરતી વખતે નક્કી કરાયેલી કિંમતો 23 ડિસેમ્બર સુધી જ માન્ય રહેશે.
સોનું ઓલટાઇમ હાઇ
સોમવારે સોનું ફરી એકવાર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું… આ વધારો, માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત, COMEX પર સોનું $2100 પ્રતિ ઔંસની સપાટી ઉપર ગયું છે, જે તેનું રેકોર્ડ હાઇ લેવલ છે. MCX પર પ્રથમ વખત સોનું રૂ.64,000 પ્રતિ 10 ગ્રામની ઉપર ગયું છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 440 રૂપિયાના વધારા સાથે 64350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે. જ્યારે, 18 કેરેટ સોનાની કિંમત 330 રૂપિયાના વધારા સાથે 48270 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહી છે.
ઝીરોધામાં સમસ્યા પર કંપનીએ શું કહ્યું?
સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે ઓનલાઈન બ્રોકિંગ પ્લેટફોર્મ Zerodhaનો ઉપયોગ કરતા યુઝર્સ માટે એક મોટું અપડેટ છે. કેટલાક યુઝર્સને ઝેરોધાની કાઈટ એપમાં લોગ ઈન કરવામાં અને ઈન્સ્ટ્રુમેન્ટ ઉમેરવામાં મુશ્કેલી પડી રહી હતી… જો કે, આ બાબતે કંપની દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તે સમસ્યાના ઉકેલ પર કામ કરી રહી છે. જ્યાં સુધી કાઈટ વેબ પર ટ્રેડિંગ શરૂ ન થાય ત્યાં સુધી યુઝર્સ કાઈટ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે. કંપનીએ કહ્યું કે ટ્રેડર્સ કાઈટ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ટ્રેડિંગ કરી શકે છે જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો