Money9: સમાચાર સંક્ષિપ્તમાં
આ વર્ષે ખુબ ચમકશે સોનું
આ વર્ષે ભારતમાં સોનાની માંગમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે 2024માં ભારતમાં સોનાની કુલ માંગ 900 ટન સુધી પહોંચી શકે છે… ગયા વર્ષે એટલે કે 2023માં ભારતમાં સોનાની કુલ માંગ 745.7 ટન હતી, જે 2022ની સરખામણીમાં 3 ટકા ઓછી હતી. આ માંગ છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછી હતી. કિંમતની વાત કરીએ તો ગત વર્ષે સોનાના ભાવ તેની રેકોર્ડ ઊંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. 2023માં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને પણ પાર કરી ગયું હતું. છેલ્લા ઘણા સમયથી ભારતમાં સોનાની માંગ 800 ટનથી ઓછી રહી છે. 2019 થી 2023 સુધી સોનાની કુલ માંગ 700 થી 800 ટન વચ્ચે રહી છે, જે આ વર્ષે વધીને 800 થી 900 ટન થઈ શકે છે…
હવે નહીં આવે વણજોઇતા કોલ
હવે તમારા મોબાઈલ ફોન પર વણજોઇતા કોલ નહીં આવે. સરકાર આ માટે મોટી તૈયારીઓ કરી રહી છે. સરકારે કહ્યું છે કે તેણે અનિચ્છનીય અથવા પ્રમોશનલ કૉલ્સની સમસ્યાને ઉકેલવા માટે માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરી છે. આવા કોલ્સ માત્ર ગ્રાહકોની ગોપનીયતાનું જ નહીં પરંતુ તેમના અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે…આ નિર્ણય ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહક બાબતોના વિભાગે ગ્રાહકો દ્વારા પ્રાપ્ત થતા વણજોઇતા કે પ્રમોશનલ કોમર્શિયલ કોલ્સની સમસ્યાને ઉકેલવા માટે એક સમિતિની રચના કરી છે…
નેપાળમાં પણ UPI ચાલશે
ભારત અને નેપાળના લોકો માટે ક્રોસ બોર્ડર રેમિટન્સ સરળ બનાવવા માટે બંને દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટો નિર્ણય લીધો છે. ભારતની સેન્ટ્રલ બેંક આરબીઆઈ અને નેપાળની નેપાળ રાષ્ટ્ર બેંકે ભારતના UPI અને નેપાળના નેશનલ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે NPIના ઇન્ટીગ્રેશન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેના દ્વારા બંને દેશોના નાગરિકો UPI દ્વારા ક્રોસ બોર્ડર પેમેન્ટ કરી શકશે. ભારતીય રિઝર્વ બેંકે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું છે કે UPI અને NPIનું ઇન્ટીગ્રેશન ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર રેમિટન્સને સરળ બનાવશે અને આ ઇન્ટીગ્રેશનને કારણે બંને દેશોના નાગરિકો ઇન્સ્ટન્ટ લો કોસ્ટ ફંડ ટ્રાનસ્ફર કરી શકશે.
લોનનો ગ્રોથ રેટ ઘટશે
ફંડિંગના દબાણને કારણે બેંકોની લોનનો વૃદ્ધિ દર ઘટી શકે છે. આગામી નાણાકીય વર્ષમાં તે 16 ટકાથી બે ટકા ઘટીને 14 ટકા થઈ શકે છે. S એન્ડ P વૈશ્વિક રેટિંગનું અનુમાન છે કે લોનની માંગ મજબૂત છે. બેડ લોનમાં સુધારો થઈ રહ્યો છે. તેમ છતાં, લોનનો ગ્રોથ રેટ ઘટશે, કારણ કે ડિપોઝિટનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું કે, જો લોન અને ડિપોઝિટ ગ્રોથ રેટ સ્થિર રહેશે તો ડિપોઝિટ કોમ્પિટીશનનો સમયગાળો શરૂ થઇ જશે. તેનાથી બેંક માર્જિનમાં વધુ ઘટાડો થશે. ખાનગી ક્ષેત્રની બેંકોએ આ સ્થિતિનો વધુ ભોગ બનવું પડી શકે છે. આવું એટલા માટે છે કારણ કે તે સરકારી બેંકો કરતા ઘણા ઊંચા લોન-ડિપોઝીટ રેશિયો પર કામ કરી રહી છે. સરકારી બેંકોની થાપણોની સ્થિતિ ઘણી સારી છે. S એન્ડ Pનું કહેવું છે કે બેન્કોનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ ટકાથી ઘટીને આગામી નાણાકીય વર્ષમાં 2.9 ટકા થઈ શકે છે.
CBSEના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર
જો તમારા બાળકો કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતા હોય તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે હવે તમારે શાળાની ફી જમા કરાવવા માટે ન તો શાળા કે બેંકની મુલાકાત લેવાની જરૂર પડશે અને ન તો તમને કોઈપણ પ્રકારની ઈન્ટરનેટ બેંકિંગની જરૂર પડશે. હવે તમે ગમે તે જગ્યાએથી ગણતરીની સેકંડોમાં પોતાના મોબાઇલ દ્વારા સીધા Google Pay, Phone Pay, BHim જેવી એપ્સથી કેન્દ્રીય વિદ્યાલયની ફી ચૂકવી શકો છો. કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ટ્યુશન ફીની ચુકવણી માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ‘ભારત બિલ પે’ એટલે કે NPCI સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત NPCI પ્લેટફોર્મ એજ્યુકેશન ફી કેટેગરી બિલર તરીકે કામ કરશે. આ સુવિધાથી કેન્દ્રીય વિદ્યાલયોમાં અભ્યાસ કરતા લગભગ 14 લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
હવાઇ ભાડાં વધશે?
ભીડભાડ ઘટાડવા માટે મુંબઈ એરપોર્ટ પર લાદવામાં આવેલા ફ્લાઈટ નિયંત્રણોને કારણે…હવે હવાઈ ભાડામાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે… કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે અદાણી ગ્રુપની માલિકીના એરપોર્ટ પર સંચાલિત થતી ફ્લાઈટ્સની સંખ્યા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભીડભાડ ઘટાડવા માટે એક્ટિવ મેઝર્સ ન લેવા બદલ તેની ટીકા પણ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો