Money9: દક્ષિણ એશિયામાં ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવા માંગે છે. જો કે, ચીનના સત્તાવાર મુખપત્ર ‘ધ ગ્લોબલ ટાઈમ્સ’ના તાજેતરના લેખમાં ભારતને પશ્ચિમી દેશો, ખાસ કરીને યુએસ દ્વારા ભારતનું શોષણ કરવા અને ચીન સામે ભારતને ઉભા કરવા અંગે સાવચેત રહેવા જણાવ્યું હતું.
જનરલ ઈલેક્ટ્રીક (GE) ભારતીય લશ્કરી વિમાનોને શક્તિ આપવા માટે જેટ એન્જિન બનાવવા માટે તૈયાર છે. બાઇડેન વહીવટીતંત્ર દ્વારા આ કરાર પર હસ્તાક્ષર અને જાહેરાત કરવામાં આવશે. એવી આશા છે કે રાષ્ટ્રપતિ જો બિડેન 22 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર રાજકીય યાત્રા દરમિયાન આ જાહેરાત કરી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્હાઇટ હાઉસે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તેને ભારતમાં સંયુક્ત રીતે એન્જિનનું ઉત્પાદન કરવાની અરજી મળી છે, જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. GEએ પણ હાલમાં આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
દરમિયાન, સરકારી માલિકીની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે (HAL) અગાઉ કહ્યું હતું કે તે સેકન્ડ જનરેશનના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટમાં GE-નિર્મિત 414 એન્જિનનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે અને તે આ એન્જિનોનું સ્થાનિક ઉત્પાદન કરવા માટે વાતચીત કરી રહી છે. GE એ તેના લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદક તરીકે એન્જીનનું ઉત્પાદન કરવા માટે HALને કેટલીક ટેક્નોલોજી ટ્રાન્સફરની ઓફર કરી છે. બીજી તરફ, ભારત વધુ ટેક્નોલોજી શેરિંગ માટે દબાણ કરી રહ્યું છે. જો કે, આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી અને આના માટે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી જરૂરી છે.
HAL ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી રહેલા 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે હળવા વજનના GE એન્જિનનો ઉપયોગ કરી રહ્યું છે. જો કે, ભારત આગામી બે દાયકામાં તેની વાયુસેના અને નૌકાદળ માટે 350 થી વધુ ફાઇટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માંગે છે, જે Ge 414 થી સજ્જ હોઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો